________________
૩૩
જલ - નિરૂપણ मूलम् : शीतस्पर्शवत्य आपः। ता द्विविधाः - नित्याः अनित्याश्च। नित्याः परमाणुरूपाः। अनित्याः कार्यरूपाः। पुनस्त्रिविधाः - शरीरेन्द्रियविषयभेदात्। शरीरं वरुणलोके प्रसिद्धम्। इन्द्रियं रसग्राहकं रसनं जिह्वाग्रवर्ति। विषयः सरित्समुद्रादिः॥
ઠંડા સ્પર્શવાળું જે હોય તે જલ છે. તે જલ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. પરમાણુરૂપે જલ નિત્ય છે અને કાર્યરૂપે જલ અનિત્ય છે. આ અનિત્ય જલ શરીર, ઇન્દ્રિય અને વિષયના ભેદથી ત્રણ પ્રકારે છે. (૧) વરૂણ લોકમાં જે જીવો છે, તેનું શરીર જલીય છે. (૨) જીલ્લાના અગ્રભાગે રહેનારી, રસને ગ્રહણ કરનારી રસના નામની ઇન્દ્રિય જલસ્વરૂપ છે. (૩) નદી, સમુદ્ર, તળાવ વિગેરે વિષયો જલસ્વરૂપ છે.
__ (प.) शीतेति। तेजआदावतिव्याप्तिवारणाय शीतेति। (आकाशवारणाय स्पर्शेति।?) कालादावतिप्रसक्तिवारणाय समवायसंबन्धेनेति पदं देयम्। इन्द्रियमिति। त्वगादावतिव्याप्तिवारणाय रसग्राहकमिति । रसनेन्द्रियरससंनिकर्षादावतिव्याप्तिनिरासाय इन्द्रियमिति । सरिदिति । आदिना तडागहिमकरकादीनां संग्रहः॥
ક પદકૃત્ય : શીતિ ...àયમ્ પૃથિવી, જલ, તેજ વગેરે જે નવ દ્રવ્યો છે તેમાંથી પૃથિવી દ્રવ્યનું નિરૂપણ પૂર્ણ થયું. હવે જલ દ્રવ્યનું નિરૂપણ કરતા સૌ પ્રથમ જલનું લક્ષણ બતાવે છે. શીતસ્પર્શવત્વે નસ્ય નક્ષત્' અર્થાત્ “જે શીતસ્પર્શવાળું હોય તેને જલ કહેવાય છે.”
* હવે “જે સ્પર્શવાળુ હોય તે જલ છે” એવું જો જલનું લક્ષણ કરીએ તો આ લક્ષણ તેજ, વાયુ તથા પૃથિવીમાં પણ અતિવ્યાપ્ત થશે કારણ કે તેજ ઉષ્ણસ્પર્શવાળું છે તથા વાયુ અને પૃથિવી અનુષ્ણાશીતસ્પર્શવાળા છે. પરંતુ લક્ષણમાં “શીત' પદના ઉપાદાનથી તેજાદિમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે તે જાદિ સ્પર્શવાળા હોવા છતાં શીતસ્પર્શવાળા નથી.
* હવે જો જલના લક્ષણમાં “પર્શ' પદનો નિવેશ ન કરીએ, “શીતવત્ય: માપ:' એટલે કે જે શીતવાળું હોય તે જલ” આટલું જ કહીએ તો આકાશમાં અતિવ્યાપ્તિ આવશે.
તે આ પ્રમાણે કહ્યું છે કે “થfપધાનપ્રયા: તુલ્યનામધેયા? (ઉપદેશરહસ્યની મોક્ષરતા ટીકા) અર્થાતુ વાચ્યાર્થ, પદ અને જ્ઞાન આ ત્રણેયનો એક જ શબ્દથી બોધ થઈ શકે છે. દા.ત.ઘટ શબ્દથી ઘટપદાર્થ, ઘટ શબ્દ અને ઘટજ્ઞાન આ ત્રણેયનો બોધ થઈ શકે છે. તેવી રીતે અહીં કોઈ ‘શીત' પદને શબ્દરૂપે ગ્રહણ કરી લે તો ન્યાયમતે શબ્દ આકાશનો ગુણ હોવાથી શીતશબ્દવાળો આકાશ બની જશે. લક્ષણ હતું જલનું અને આકાશમાં પણ ઘટી જવાથી અતિવ્યાપ્તિ આવે છે. પરંતુ લક્ષણમાં “પર્શ' પદના ઉપાદાનથી અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે આકાશ શીતશબવાળું