________________
૩ર.
એમ કાલાદિ વગેરે ૧૨ કારણો ગન્ધના જ્ઞાન પ્રતિ કારણ હોવાથી આ બારે બાર કારણોમાં લક્ષણ જતું રહેશે તેથી અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે લક્ષણમાં “ન્દ્રિયવં' પદનો નિવેશ કર્યો છે. કાલાદિ ઇન્દ્રિય ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
* હવે જો “ન્દ્રિયવં પ્રાણસ્ય નક્ષણમ્' આટલું જ કહો તો ચક્ષુ વગેરે પણ ઇન્દ્રિય હોવાથી એમાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે. તેના વારણ માટે લક્ષણમાં “TOBહિત્વે સતિ પદનો નિવેશ કર્યો છે. ચક્ષુ રૂપને ગ્રહણ કરે છે, ગન્ધને ગ્રહણ કરતી નથી. તેથી આ લક્ષણ ચક્ષુ વગેરે ઇન્દ્રિયોમાં જશે નહીં.
* વિષયનું લક્ષણ પદકૃત્ય સહિત વિષય તિ ....વાધ્યમ્ ! મૂલકારે શરીર, ઇન્દ્રિય અને વિષયના ભેદથી અનિત્ય પૃથિવી ત્રણ પ્રકારે બતાવી છે. તેમાં વિષય રૂપ પૃથિવીનું લક્ષણ આ પ્રમાણે છે...શૌન્દ્રિયમન્નત્વે સતિ ૩૫મો સાધનāવિષયસ્થતક્ષણઅર્થાતુજે શરીર અને ઇન્દ્રિયથી ભિન્ન હોય અને ઉપભોગનું સાધન શ્રેય તેને વિષય કહેવાય છે. દા.ત. -ઘટ વગેરે શરીર અને ઇન્દ્રિયથી ભિન્ન છે તથા ઉપભોગ= સુખ અને દુઃખના સાક્ષાત્કારનું = જ્ઞાનનું સાધન પણ છે. તેથી ઘટ એ વિષયરૂપ પૃથિવી છે.
* જો 37મો સધનત્વ આટલું જ વિષયનું લક્ષણ કરીએ તો શરીર અને ઇન્દ્રિય પણ ઉપભોગના સાધન છે. તેથી તેમાં પણ લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે. તે અતિવ્યાપ્તિને દૂર કરવા માટે “શરીર–ન્દ્રિયમનત્વે સતિ' પદનું ઉપાદાન કર્યું છે. શરીર અને ઇન્દ્રિય, ઉપભોગના સાધન હોવા છતાં પણ શરીર અને ઇન્દ્રિયથી ભિન્ન તો નથી જ તેથી અતિવ્યાપ્તિ નહીં આવે.
* જો “શરીઈન્દ્રનિત્વમ્' આટલું જ વિષયનું લક્ષણ કરીએ તો શરીર અને ઇન્દ્રિયથી ભિન્ન પરમાણુ, આકાશ, કાલ, દિશા, આત્મા, મન આ બધા છે. તેમાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે. માટે લક્ષણમાં “રૂપમો સિધનત્વ' એ પદનું ઉપાદાન કર્યું છે. પરમાણુ વગેરે ઉપભોગના સાધન ન હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે નહીં.
* “શરીરન્દ્રિયમનત્વે સતિ ૩પમી સધનવમ્' એ પ્રમાણે પણ વિષયનું લક્ષણ કરશું તો પણ કાલ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે કાલ વગેરે શરીર અને ઇન્દ્રિયથી ભિન્ન પણ છે અને કાર્ય માત્રનું કારણ હોવાથી ઉપભોગનું કારણ પણ છે.
પરંતુ લક્ષણમાં “કન્યત્વે સતિ' પદના ઉપાદાનથી કાલાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે કાલાદિ શરીર અને ઇન્દ્રિયથી ભિન્ન તથા ઉપભોગના સાધન ભલે હોય પણ નિત્ય હોવાના કારણે જન્ય નથી. (આનું વિસ્તૃત વર્ણન મુક્તાવલીમાંથી જોવું)
શંકા : શરીર અને ઇન્દ્રિય પણ ઉપભોગના સાધન હોવાથી વિષય તો છે જ. તો મૂલકારશ્રીએ અનિત્ય પૃથિવીના ભેદ તરીકે શરીર અને ઇન્દ્રિયને અલગ શા માટે ગ્રહણ કર્યા?
સમા.: “વસ્તુતતુ શરીરવિમવિ વિષય થવા મેન્ટેન કીર્તનં તુ વાતવૈશાયા' અર્થાત્ શિષ્યોની બુદ્ધિ વિશદ્ કરવા માટે શરીર અને ઇન્દ્રિયને અલગ ગ્રહણ કર્યા છે.