________________
૩૦.
અવ્યાપ્તિ ન આવે તે માટે લક્ષણમાં “વા પદનું ઉપાદાન કર્યું છે. તેથી લક્ષણ થશે -
áસપ્રતિયોતિં પ્રામવિપ્રતિયોતિં વાડનિત્યત્વમ્' અર્થાત્ “ધ્વંસ અથવા પ્રાગભાવ આ બન્નેમાંથી ગમે તે એકના પણ પ્રતિયોગીને અનિત્ય કહેવાય છે.” આવું લક્ષણ કરવાથી અનિત્ય એવા ધ્વંસ તથા પ્રાગભાવ બન્નેનું ગ્રહણ થઈ જશે. કારણ કે પ્રાગભાવ ધ્વંસનો પ્રતિયોગી બનવાથી “áસપ્રતિયોગિત્વ' પદ પ્રાગભાવમાં જશે અને ધ્વસ પ્રાગભાવનો પ્રતિયોગી બનવાથી “પ્રભાવપ્રતિયોજિત્વ પદ ધ્વસમાં જશે. આમ ઉપરોક્ત અનિત્યના લક્ષણથી અનિત્ય એવા ઘટાદિ, ધ્વંસ તથા પ્રાગભાવ બધાનું ગ્રહણ થઈ જશે. તેથી આ લક્ષણ નિદુષ્ટ છે.
છે શરીરનું લક્ષણ યો યત ....છાયો વા ‘મોતને શરી' અર્થાત્ જે ભોગોનું = સુખદુઃખના સાક્ષાત્કારનું આયતન = સ્થાન છે એટલે કે જેમાં સુખ દુઃખનો અનુભવ થાય છે તે શરીર છે.
શંકા : સુખ કે દુઃખની પ્રતીતિ તો જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાનનું અધિકરણ તો આત્મા છે. તેથી શરીરનું આ લક્ષણ શરીરમાં ન જતા આત્મામાં જતું રહેશે.
સમા. : જે પદાર્થ આખા અધિકરણમાં ન રહીને કોઈ ભાગ વિશેષમાં રહે તે ભાગ વિશેષને ન્યાયમાં અવચ્છેદક કહેવાય છે. દા.ત. - કપિસંયોગ સંપૂર્ણ વૃક્ષમાં રહેતો નથી પરંતુ શાખા જેટલા ભાગમાં = શાખા અવચ્છેદેન રહે છે. તેથી શાખા અવચ્છેદક કહેવાય. શબ્દ આકાશનો ગુણ હોવા છતાં પણ સંપૂર્ણ આકાશમાં ઉત્પન્ન થતો નથી પરંતુ ભેરીનો અવાજ જેટલા ભાગમાં હોય તેટલા ભાગમાં = ભેરી અવચ્છેદન શબ્દ ઉત્પન્ન થાય છે. તેથી ભેરી અવચ્છેદક કહેવાય.
એવી રીતે આત્મા વિભુ હોવાથી બધી જ જગ્યાએ રહેલા આત્મામાં સુખ કે દુઃખની અનુભૂતિ થતી નથી. પરંતુ શરીર જેટલા ભાગે રહેલા આત્મામાં = શરીર અવચ્છિન્ન આત્મામાં જ સુખ દુઃખની અનુભૂતિ થાય છે તેથી શરીર અવચ્છેદક બનશે અને શરીરમાં અવચ્છેદકતા આવશે. તેથી ભલે સમવાયસંબંધથી સુખ-દુ:ખનો સાક્ષાત્કાર – જ્ઞાન આત્મામાં રહે છે પરંતુ શરીરમાં રહેલી અવચ્છેદક્તા સંબંધથી તો તાદશ જ્ઞાન શરીરમાં રહેશે. આમ શરીરનું લક્ષણ શરીરમાં ઘટી જવાથી અમને કોઈ આપત્તિ નથી.
શંકા : અરે ભાઈ! આવો લાક્ષણિક પ્રયોગ કરવામાં ગૌરવ થશે. સમા. : સારું, “વેષ્ટાશ્રય શરીર અર્થાત્ “ચેષ્ટાનો જે આશ્રય છેતે શરીર છે એવું શરીરનું લક્ષણ કરશું જે લાઘવ છે. સમવાય સંબંધથી ભોગ = સુખ-દુઃખનો સાક્ષાત્કાર ભલે શરીરમાં ન રહી શકે પરંતુ સમવાય સંબંધથી ચેષ્ટારૂપ ક્રિયાનું અધિકરણ તો શરીર સુતરાં બની જશે.
ચેષ્ટાની પરિભાષા શું છે? ‘હિતાહિતપ્રાપ્તિપરિહારાનુકૂલક્રિયા'ને ચેષ્ટા કહેવાય છે અર્થાત્