________________
૩૧ હિતની પ્રાપ્તિ માટે અથવા અહિતના ત્યાગ માટે જે ક્રિયા કરાય છે તે ચેષ્ટા છે. આવી ક્રિયા સમવાય સંબંધથી શરીરમાં જ દેખાય છે. આત્મા તો અરૂપી અને વિભુ છે તેથી તેવા પ્રકારની ચેષ્ટા આત્મામાં સંભવતી નથી તથા ઘટાદિ નિર્જીવ પદાર્થોને કોઈક હલાવે ત્યારે ઘટાદિમાં હલન ચલન વિગેરે ક્રિયા હોવા છતાં પણ ઉપર કહેલી ચેષ્ટા ઘટાદિમાં પણ સંભવતી નથી, કારણ કે ઘટ પોતાની નજીકમાં લાવેલા ઈષ્ટ એવા મોદક વિગેરેને લેવા માટે અને નજીકમાં આવેલા અનિષ્ટ એવા સર્પ વિગેરેને દૂર કરવા માટે પણ કોઈ ક્રિયા કરતો નથી. આમ વેણાશ્રય: શરીર શરીરનું આ લક્ષણ શરીરમાં જ જશે પરંતુ આત્મા કે ઘટાદિમાં જશે નહીં.
શંકા : છાવત્ત્વમ્' આ શરીરનું લક્ષણ મનુષ્ય, પશુ, પક્ષી વગેરેના શરીરોમાં તો જાય છે, પરંતુ વૃક્ષ વગેરેના શરીરોમાં ઉપર કહ્યા પ્રમાણેની કોઈ ચેષ્ટા દેખાતી ન હોવાથી તેઓના શરીરમાં લક્ષણ કેવી રીતે ઘટશે?
સમા. : વૃક્ષ વગેરે પણ હિતકારી એવા જલને ગ્રહણ કરે છે અને અહિતકારી એવા પથ્થર વગેરેને ગ્રહણ નથી કરતા અર્થાત્ પરિત્યાગ કરે છે એવું દેખાય છે આથી વૃક્ષમાં પણ
વેછાવત્ત્વ' લક્ષણ જશે. (અહીં એટલું સમજવું કે મનુષ્ય, પશુ વગેરેમાં ચેષ્ટા ઉત્કટ = પ્રગટરૂપે દેખાય છે જ્યારે વૃક્ષાદિમાં ચેષ્ટા અનુત્કટ= અપ્રગટરૂપે દેખાય છે.) આમ શરીરનું વેષ્ણવત્ત્વ' લક્ષણ નિર્દોષ છે.
પદકૃત્ય સહિત ઘ્રાણેન્દ્રિયનું લક્ષણ છે ક્ષ યિમિતિ “શ્વિગ્રાહત્વે સતિ દ્રિયવં પ્રાણી સૂક્ષણમ્' અર્થાત્ જે ઇન્દ્રિય ગન્ધને ગ્રહણ કરે છે તેને ધ્રાણેન્દ્રિય કહેવાય છે.
* હવે જો “અશ્વગ્રાહત્ત્વ પ્રાણસ્ય નક્ષત્' આટલું જ ધ્રાણેન્દ્રિયનું લક્ષણ કરશું તો કાલ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. તે આ પ્રમાણે – ગન્ધગ્રાહકનો અર્થ અહીં “ગન્ધજ્ઞાનનું કારણ” એવો થાય છે. ૦ બધી જ વસ્તુ કોઈને કોઈ કાલમાં ઉત્પન્ન થાય છે. તેથી તૈયાયિક કાર્ય માત્ર પ્રતિ કાલને કારણે માને છે. આદિ પદથી O બધી જ વસ્તુ કોઈને કોઈ દિશામાં ઉત્પન્ન થાય છે તેથી દિશા પણ કારણ છે. તેમજ આ પ્રતિબંધકની હાજરીમાં પણ કોઈ પણ કાર્ય ન થઈ શકે. દા.ત. - વર્ષારૂપ પ્રતિબંધકની હાજરીમાં ઘટ કાર્ય ન થઈ શકે તેથી પ્રતિબંધકનો અભાવ પણ કાર્ય પ્રતિ કારણ છે. તથા વસ્તુનું ન હોવું એ સ્વરૂપ વસ્તુનો પ્રાગભાવ પણ કાર્ય પ્રતિ કારણ છે. તથા 2 વ્યક્તિનું પોતાનું અદૃષ્ટ ગન્વજ્ઞાન પ્રતિ કારણ છે. તેમજ તે ઈશ્વર, ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરકૃતિ પણ કાર્ય માત્ર પ્રતિ કારણ છે. આમ, કાર્ય માત્ર પ્રતિ આ નવેય કારણ હોવાથી સાધારણ કારણ છે. D તેમજ સમવાયથી આત્મામાં ગન્ધજ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી ગત્ત્વજ્ઞાન પ્રતિ આત્મા પણ કારણ છે તથા ગન્ધરૂપ વિષય ન હોવાથી ગન્ધજ્ઞાન થતું નથી. તેથી ગત્ત્વજ્ઞાન પ્રતિ ગબ્ધ સ્વરૂપ વિષય પણ કારણ છે. તથા O ગબ્ધ અને ધ્રાણેન્દ્રિયનો સન્નિકર્ષ પણ ગબ્ધજ્ઞાન પ્રતિ કારણ છે.