________________
૨૧
અભાવ ચાર પ્રકારે છે-પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અત્યંતભાવ અને અન્યોન્યાભાવ. વિશેષાર્થ : વસ્તુની અવિદ્યમાનતા એ અભાવ છે. કેટલાક દર્શનકારો અભાવને સ્વતંત્ર પદાર્થ માને છે. તેઓનું કહેવું છે અભાવ જો વસ્તુ જ ન હોય તો તે આકાશકુસુમ જેવી અસત્ વસ્તુ બની જવી જોઈએ, અસત્ વસ્તુની જેમ અભાવનું પણ ભાન ન થવું જોઈએ. પરંતુ એવું દેખાતું નથી. જેવી રીતે ભૂતલ ઉપર ઘડો છે' એવું જ્ઞાન સૌને થાય છે, તેવી જ રીતે ભૂતલ ઉપર ઘડાનો અભાવ છે', “વાયુમાં રૂપનો અભાવ છે એવું જ્ઞાન પણ સૌને થાય જ છે. અને જ્ઞાન, વિષય વિના ન થઈ શકે. તેથી માનવું જોઈએ કે જ્ઞાનના વિષય તરીકે ઘટાભાવ, રૂપાભાવ વગેરે વસ્તુ છે જ અને તે સ્વતંત્ર અલગ પદાર્થ છે.
તે અભાવ ચાર પ્રકારે છે. (૧) પ્રાગભાવ : વસ્તુની ઉત્પત્તિ પહેલા વસ્તુનો અભાવ તે પ્રાગભાવ છે. દા.ત. -- જ્યાં સુધી ઘટ ઉત્પન્ન થયો નથી, ત્યાં સુધી ઘટનો પ્રાગભાવ. (૨) પ્રધ્વસાભાવ : વસ્તુના નાશ દ્વારા વસ્તુનો જે અભાવ થાય, તે ધ્વસ્વરૂપ અભાવ છે. દા.ત.
- ઘડો ફૂટી ગયા પછી ઘડાનો અભાવ તે પ્રધ્વસાભાવ છે. (૩) અત્યંતાભાવ : એક વસ્તુમાં બીજી વસ્તુનો નિષેધ કરવો તે અત્યંતાભાવ છે. દા.ત. - ભૂતલ ઉપર ઘડાનો અભાવ. (૪) અન્યોન્યાભાવ : “એક વસ્તુ બીજી વસ્તુ સ્વરૂપે ન હોવી આવા અભાવને અન્યોન્યાભાવ કહેવાય છે. દા.ત. - ઘટ એ પેટ સ્વરૂપ નથી.
શંકા : અન્યોન્યાભાવ અને અત્યંતભાવમાં ફરક શું?
સમા. : અન્યોન્યાભાવ પ્રથમા વિભક્તિમાં બતાવાય છે. જેમ - ધટો ન પટ: અને અત્યંતભાવ સપ્તમી વિભક્તિમાં બતાવાય છે. જેમ - મૈતન્ને પટામાવ:
|| દ્રવ્યત્નક્ષપ્રશUT |
પૃથિવી - નિરૂપણ मूलम् : तत्र गन्धवती पृथिवी । सा द्विविधा-नित्याऽनित्या च । नित्या परमाणुरूपा। अनित्या कार्यरूपा । पुनस्त्रिविधा शरीरेन्द्रियविषयभेदात् । शरीरमस्मदादीनाम् । इन्द्रियं गन्धग्राहकं घ्राणं नासाग्रवर्त्ति । विषयो मृत्पाषाणादिः ॥
તત્ર = પૃથિવી, જલ, તેજ વગેરે નવદ્રવ્યોમાં જે પૃથિવી છે તે ગન્ધવાળી છે. તે નિત્ય અને અનિત્ય ભેદથી બે પ્રકારની છે. પરમાણુરૂપે પૃથિવી નિત્ય છે અને કયણુક વગેરે કાર્યરૂપે પૃથિવી અનિત્ય છે. આ અનિત્ય પૃથિવી શરીર, ઇન્દ્રિય અને વિષય ભેદે ત્રણ પ્રકારની છે. (૧) આપણા બધાનું જે શરીર અર્થાત્ મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ વગેરેના જે શરીર એ શરીરરૂપ અનિત્ય પૃથિવી છે. (૨) નાસિકાના અગ્ર ભાગે રહેલી, ગન્ધ નામના ગુણને ગ્રહણ કરનારી ધ્રાણેન્દ્રિય, તે ઇન્દ્રિયરૂપ અનિત્ય પૃથિવી છે. (૩) માટી, પથ્થર, ઘટ, પટ વગેરે વિષયરૂપ