________________
૨૫ શંકા ઃ પૃથિવીના લક્ષણમાં દ્રવ્યત્વવ્યાપ્ય” આ અંશ આપવાનું પ્રયોજન શું છે ?
સમા.જો “સમવાયસંબંધથી ગન્ધના અધિકરણમાં રહેનારી જાતિવાળી જે હોય તે પૃથિવી છે” આટલું જ પૃથિવીનું લક્ષણ કરવામાં આવે તો સમવાયસંબંધથી ગન્ધાધિકરણ પૃથિવીમાં જેમ પૃથિવીત્વ જાતિ રહે છે તેમ દ્રવ્યત્વ જાતિ પણ રહે છે અને તે દ્રવ્યત્વ જાતિવાળા તો બધા જ દ્રવ્યો છે. તેથી તાદેશ દ્રવ્યત્વજાતિમત્ત્વ બધા જ દ્રવ્યોમાં જતું રહેશે. આમ લક્ષણ હતું માત્ર પૃથિવી દ્રવ્યનું અને ગયું નવેય દ્રવ્યોમાં. અતિવ્યાપ્તિ આવશે.
પરંતુ લક્ષણમાં દ્રવ્યત્વવ્યાપ્યાતિપદના નિવેશથી દ્રવ્યત્વજાતિને લઈને દોષ આવશે નહીં કારણ કે, દ્રવ્યત્વજાતિ ગન્ધના અધિકરણમાં રહેલી હોવા છતા પણ દ્રવ્યત્વની વ્યાપ્ય = ન્યૂનદેશવૃત્તિ જાતિ નથી. કારણ કે દ્રવ્યત્વજાતિ દ્રવ્યત્વના તમામ અધિકરણમાં રહેલી છે.)
શંકાઃ અરે ભલા ભાઈ! વ્યાપ્યની પરિભાષાથી તો દ્રવ્યત્વની વ્યાપ્યજાતિ દ્રવ્યત્વ પણ બની શકે છે. તે આ પ્રમાણે વ્યાપ્ય = તમાdવદ્રવૃત્તિત્વમ્' અર્થાત્ તન્ના અભાવવાળામાં જે ન રહે તે વ્યાપ્ય કહેવાય છે. દા.ત. ધૂમ વહ્નિનો વ્યાપ્ત છે.” આ સ્થલમાં તદ્ = વનિ, તદાભાવ = વનિ અભાવ, તદાભાવવત્ = વનિના અભાવવાળો જલસરોવર, તેમાં ધૂમ રહેતો નથી. એટલે કે તેમાં ધૂમની અવૃત્તિ છે. તેથી ધૂમ એ વહ્નિનો વ્યાપ્ય બનશે.
એવી જ રીતે તદ્ = દ્રવ્યત્વ, તદાભાવ = દ્રવ્યવાભાવ, તદાભાવવત્ = દ્રવ્યત્વના અભાવવાળા જે ગુણાદિ છે, એમાં જેમ પૃથિવીત્વજાતિ નથી તેમ દ્રવ્યત્વજાતિ પણ રહેલી નથી જ. તેથી આ પરિભાષા દ્વારા દ્રવ્યત્વની વ્યાપ્ય ‘દ્રવ્યત્વ” જાતિ બની જશે અને તાદશ દ્રવ્યત્વજાતિવાળા બધા જ દ્રવ્યો હોવાથી લક્ષણમાં દ્રવ્યત્વવ્યાપ્યજ્ઞાતિ’ એ પદનું ઉપાદાન કરવા છતા અતિવ્યાપ્તિદોષ તો ઊભો જ છે.
સમા.: ‘દ્રવ્યત્વવ્યાપ્યગતિ’ આ સ્થલમાં અમે વ્યાપ્યની “તાધાળવૃત્ત્વવંતાવિપ્રતિયોજિત્વ' એ પરિભાષા કરશું તેથી દોષ નહીં આવે. તે આ પ્રમાણે - તદ્ = દ્રવ્યત્વ, તદાધિકરણ = જલાદિ, એમાં રહેનારો અભાવ = પૃથિવીત્વનો અભાવ, એ અભાવનો પ્રતિયોગી પૃથિવીત્વ બનશે અને તાદશ પ્રતિયોગિત્વ પૃથિવીત્વમાં જશે. આ રીતે વ્યાપ્યની ઉક્ત પરિભાષાથી પૃથિવીત્વ જાતિ દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિ બનશે.
જ્યારે દ્રવ્યત્વના કોઈ પણ જલાદિ અધિકરણમાં દ્રવ્યત્વનો અભાવ મળશે નહીં. તેથી દ્રવ્યત્વ એ અભાવનો પ્રતિયોગી પણ બનશે નહીં. આમ વ્યાખની ઉક્ત પરિભાષાથી દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિ દ્રવ્યત્વ બની નહીં. આ રીતે દ્રવ્યત્વની વ્યાપ્યજાતિ પૃથિવીત્વ બનવાથી તાદેશ પૃથિવીત્વજાતિવાળી પૃથિવી છે. આથી ઉપરોક્ત જાતિઘટિત પૃથિવીનું લક્ષણ નિર્દુષ્ટ છે.
(प०) तदेव हि लक्षणं यदव्याप्त्यतिव्याप्त्यसंभवरूपदोषत्रयशून्यम्। यथा गोः