________________
૨૪
આધેયતાના અવચ્છેદકધર્મનો નિવેશ કરશું. તે આ પ્રમાણે. આધેયની ઉપસ્થિતિ વક્તાને જે ધર્મથી ઈષ્ટ હોય, તે ધર્મ આધેયતાનો અવચ્છદેક ધર્મ કહેવાય. અહીં વક્તાને ગન્ધની ઉપસ્થિતિ ગન્ધત્વ ધર્મથી ઈષ્ટ છે. તેથી આધેયતાવચ્છેદક ધર્મ ગન્ધત્વ થશે અને આધેયતા ‘ચો ધર્મો યસ્યાવચ્છેદ્ર : સ તત્ત્વÍચ્છિન્ન:' આ નિયમથી ગન્ધત્વ ધર્મથી અવચ્છિન્ન બનશે. તેથી લક્ષણ આ પ્રમાણે થશે - ‘સમવાયસંબંધાવજીન-ગન્ધાવજીનગન્ધનિષ્ઠાધેયતાનિરૂપિતા ધરળતાવત્ત્વમ્' આવું પૃથિવીનું લક્ષણ કરતા અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ દોષ આવશે નહીં કારણ કે, સમવાયસંબંધથી ગન્ધત્વાવચ્છિન્ન ગન્ધ લક્ષ્યભૂત ઘટ, પટાદિ બધી જ પૃથિવીમાં રહે છે અને અલક્ષ્યભૂત જલાદિ દ્રવ્યોમાં રહેતો નથી. જાતિઘટિત લક્ષણ
શંકા : અરે ભઈ! પૃથિવીનું આવું લક્ષણ પણ દોષપ્રદ છે. કારણ કે, નિયમ છે ‘ઉત્પન્ન ક્ષણં દ્રવ્ય નિર્મુળ નિષ્ક્રિયØ તિવ્રુતિ’ અર્થાત્ કોઈ પણ દ્રવ્ય પોતાની ઉત્પત્તિની પ્રથમક્ષણમાં ગુણ અને ક્રિયા વગરનું હોય છે. પૃથિવી પણ દ્રવ્ય છે તેથી ઉત્પત્તિના પ્રથમક્ષણે પૃથિવીમાં પણ સમવાયસંબંધથી ગન્ધ રહેશે નહીં. આમ પૃથિવીનું લક્ષણ પૃથિવીના એકભાગરૂપ આદ્યક્ષણની પૃથિવીમાં નહીં જવાથી અવ્યાપ્તિદોષ આવશે.
સમા. : વૃન્ધસમાન ધિરાદ્રવ્યત્વવ્યાપ્યાતિમત્ત્વમ્' અર્થાત્ ‘ગન્ધના અધિકરણમાં રહેલી દ્રવ્યત્વની જે વ્યાપ્ય જાતિ છે તે જાતિવાળી પૃથિવી છે’ આવું જાતિઘટિત લક્ષણ કરવાથી પૂર્વોક્ત આપત્તિ નહીં આવે. કારણ કે ગન્ધનું અધિકરણ દ્વિતીયાદિક્ષણમાં રહેલી જે પૃથિવી છે, એમાં રહેનારી દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિ પૃથિવીત્વ મળશે. (દ્રવ્યત્વ નવે નવ દ્રવ્યમાં રહે છે, જ્યારે પૃથિવીત્વ માત્ર એક પૃથ્વીમાં જ રહે છે.) અને તે પૃથિવીત્વ જાતિ તો આદ્યક્ષણમાં ઉત્પન્ન થયેલી પૃથિવીમાં પણ છે. આ રીતે પ્રથમક્ષણ તથા દ્વિતીયાદિ ક્ષણની બધી જ પૃથિવીમાં લક્ષણ જવાથી અવ્યાપ્તિદોષ આવશે નહીં.
અવચ્છેદક-અવચ્છિન્નથી યુક્ત પૃથિવીનું જાતિઘટિત લક્ષણ — ‘સમવાયસંબંધાવચ્છિન્નगन्धत्वावच्छिन्न-गन्धनिष्ठाधेयतानिरूपिताधिकरणतावद्वृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं पृथिव्या लक्षणम्'
સમવાય
અવચ્છિન્ન
અવિચ્છ
ગન્ધત્વ
ગન્ધ
m
આધેયતા
અવચ્છિન્ન
ઝવચ્છિન
નિરૂપિત, અધિકરણતા
પૃથિવીત્વ
પૃથિવી
તાદાત્મ્ય