________________
૨૦
मूलम् : नित्यद्रव्यवृत्तयो विशेषास्त्वनन्ता एव । પૃથ્વી, અપ, તેજ, વાયુ, આ ચારના પરમાણુ નિત્ય છે. તેમજ આકાશ કાલ, દિશા, આત્મા અને મન એ પાંચ પણ નિત્ય છે. આ પ્રમાણે નિત્ય દ્રવ્યો અનંતા છે અને તે પ્રત્યેક નિત્ય દ્રવ્યમાં ‘વિશેષ' રહે છે. તેથી વિશેષ પણ અનંતા છે. વિશેષાર્થ : શંકા : “વિશેષ નામના પદાર્થની કલ્પના કરવાનું કારણ શું છે? સમા. : નૈયાયિકો એવું માને છે કે એક પદાર્થથી બીજા પદાર્થને જુદો બતાવવો હોય તો વ્યાવર્તક કોઈ પદાર્થ જોઈએ. દા.ત. - આ બંને સાડી જુદી કેમ છે? કારણ કે બંનેની સામગ્રી જુદી છે એટલે વ્યાવર્તક સામગ્રી છે, તેની જેમ એક ઘટથી બીજો ઘટ જુદો કેમ છે? તો કહેવું પડે કે બન્નેના અવયવો = કપાલો જુદા છે. તો બે કપાલ જુદા કેમ છે? તો કહેવું પડે કે બંનેની કપાલિકા જુદી છે. બે કપાલિકા જુદી કેમ છે? તો એ કપાલિકાના અવયવ જુદા છે. એમ કરતા પ્રશ્ન થશે કે એક ધણુકથી બીજો કયણુક જુદો કેમ છે? તો કહેવાય કે દરેક લયણુકના પરમાણુ જુદા છે. હવે પ્રશ્ન થાય છે બે પરમાણુ જુદા કેમ છે ? અહીં તેના અવયવો જુદા છે, એવું તો કહી શકાતું નથી કારણ કે પરમાણુ નિત્ય છે અને નિરવયવ છે. તેથી બે પરમાણુમાં ભેદ પાડનાર = બાવર્તક એવા “વિશેષ' નામના પદાર્થની કલ્પના કરી છે.
હજી પણ પ્રશ્ન થશે કે બે વિશેષોમાં ભેદ કરનાર કોણ ? જો અન્ય વિશેષ માનીએ તો એ અન્ય વિશેષનો ભેદ કરનાર કોણ ? આ પ્રમાણે અનવસ્થા (=પરંપરા) ચાલશે. તેથી લાઘવ થાય અને અનવસ્થા ન આવે માટે વિશેષને સ્વતઃ વ્યાવર્તક માન્યો છે.
मूलम् : समवायस्त्वेक एव ।
વળી સમવાય તો એક જ છે. વિશેષાર્થ : શંકા : “સમવાય' નામના પદાર્થની કલ્પના કેમ કરી?
સમા. : નૈયાયિક એવું માને છે કે કોઈ પણ જગ્યાએ વિશેષણથી વિશિષ્ટ બુદ્ધિ થાય છે તે કોઈને કોઈ સંબંધને લઈને જ થાય છે. તેથી તંતુમાં પટ, ઘટમાં નીલરૂપ, નર્તકમાં નૃત્યક્રિયા, ઘટમાં ઘટત્વ, નિત્યદ્રવ્યમાં વિશેષ આવા આવા પ્રકારની જે પ્રતીતિ થાય છે તે પણ સંબંધ માન્યા વગર ઘટી શકે નહીં. તો તંતુમાં પટ’ વગેરે ઉપરોક્ત દ્રષ્ટાંતોમાં કયો સંબંધ માનવો? સંયોગાદિ સંબંધ તો ન માની શકાય કારણ કે અવયવ-અવયવીથી ભિન્ન બે દ્રવ્ય વચ્ચે સંયોગ સંબંધ હોય છે અને સ્વમાં સ્વનો તાદાભ્યસંબંધ હોય છે તેથી આવા અયુત = અપૃથક સિદ્ધ પદાર્થો કે જેને જુદા પાડી ન શકાય એ બેની વચ્ચે સમવાયસંબંધ માન્યો છે.
मूलम् : अभावश्चतुर्विधः - प्रागभावः प्रध्वंसाभावोऽत्यन्ताभावोऽन्योन्याभावश्चेति॥