________________
૧૭
કારણ છે અને ગુણ એ દ્રવ્યનું કાર્ય છે એવું સ્વીકારે છે. હવે જે કારણ હોય તે કાર્યની પૂર્વેક્ષણમાં રહેવું જોઈએ કારણ કે “નિયત વ્યવદિતપૂર્વવર્તિત્વ રત્વમ્ કાર્યની ઉત્પત્તિમાં જે હંમેશા વ્યવધાન વગર કાર્યની પૂર્વેક્ષણમાં રહે છે તે કારણ કહેવાય છે. માટે જ્યારે ઘટાદિ દ્રવ્ય ઉત્પન્ન થશે તે સમયે ગુણાદિરૂપ કાર્યની ઉત્પત્તિ નહીં થઈ શકે. નહિતર ઘટાદિ દ્રવ્ય અને ગુણ વચ્ચે કાર્ય-કારણ ભાવના નાશની આપત્તિ આવશે કારણ કે જે બે વસ્તુઓ એક જ કાળમાં ઉત્પન્ન થયેલી હોય છે તે બે વસ્તુઓ વચ્ચે કાર્ય-કારણભાવ માની શકાતો નથી. દા.ત. - ગાયના બે શિંગડા. આથી જ દ્રવ્ય અને ગુણમાં પૂર્વોત્તર ભાવ માનવો પડશે.
શંકા : પરંતુ જ્યારે ઘટાદિ ઉત્પન્ન થાય છે તે ક્ષણે ઘટાદિ સર્વથા ગુણ વિનાનો જણાતો તો નથી જ. તેથી તમારી વાત યુક્તિયુક્ત હોવા છતાં પણ તમે “દ્રવ્ય અને ગુણમાં પૂર્વોત્તરભાવ હોય છે” એવું જે કહ્યું એ વાતનો પ્રત્યક્ષની સાથે વિરોધ આવે છે.
સમા. : ઘટ જે ક્ષણે ઉત્પન્ન થાય છે તે ક્ષણે જે રૂપાદિ ભાસિત થાય છે તે રૂપાદિ ઘટના નથી પરંતુ ઘટના અવયવ જે કપાલ છે તેના છે. આથી દ્રવ્ય અને ગુણના પૂર્વાપરભાવનો પ્રત્યક્ષની સાથે કોઈ વિરોધ નથી.
સાર એ નીકળ્યો કે દ્રવ્યનું “ગુણવત્ત્વમ્ લક્ષણ ઉત્પત્તિ કાલીન ઘટાદિ દ્રવ્યોમાં ન જતું હોવાથી અવ્યાપ્તિ દોષથી દૂષિત છે.
(૩) સારું, તો અમે દ્રવ્યનું લક્ષણ “મવાIિRUવિમ્” “જે સમવાયિ કારણ છે તેને દ્રવ્ય કહેવાય એવું કરશું. તેથી પ્રથમ દોષ નહીં આવે કારણ કે અહીં લક્ષ્યાવચ્છેદક દ્રવ્યત્વ' અને લક્ષણ “સમવારિત્વિ' બન્ને ભિન્ન ભિન્ન ધર્મો છે. તથા આ લક્ષણમાં બીજા લક્ષણની જેમ અવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. કારણ કે પ્રથમ ક્ષણે ઉત્પન્ન થયેલું દ્રવ્ય ભલે ગુણવાળું ન હોય છતાં સમવાય કારણ તો બનશે. કારણ કે જેમાં સમવાયસંબંધથી કાર્ય ઉત્પન્ન થાય તેને સમવાકય કારણ કહેવાય છે. દા.ત. - ઘટરૂપ ઘટમાં સમવાય સંબંધથી ઉત્પન્ન થતું હોવાથી ઘટરૂપ પ્રતિ ઘટ સમવાયિકારણ છે.
અહીં પણ = આઘક્ષણવૃત્તિ ઘટાદિ દ્રવ્યમાં પણ બીજી ક્ષણે સમવાયસંબંધથી ઘટરૂપ ઉત્પન્ન થવાનું જ છે, તેથી આદ્યક્ષણવૃત્તિ ઘટાદિ દ્રવ્ય સમવાયિકારણ કહેવાશે.
શંકા : પરંતુ જો ઘટાદિ દ્રવ્ય ઉત્પન્ન થતા જ નાશ પામી જાય તો એમાં સમવાયસંબંધથી ગુણ ઉત્પન્ન થવાનો જ નથી તો પછી એ ઘટાદિદ્રવ્ય સમવાયિકારણ કેવી રીતે કહેવાશે?
સમા. : કેવી રીતે વનમાં રહેલો દંડ ઘટને ઉત્પન્ન કરતો નથી છતાં પણ એ દંડમાં ઘટને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તો પડેલું જ છે. તેથી વનનો દંડ સ્વરૂપયોગ્ય કારણ કહેવાય છે. તેવી રીતે આવા ઘટાદિ દ્રવ્યો કાર્યને ભલે ઉત્પન્ન ન કરે છતાંય તેમાં ગુણાદિને ઉત્પન્ન કરવાની શક્તિ હોવાથી તે આક્ષણવૃત્તિ ઘટાદિ દ્રવ્યને સ્વરૂપયોગ્ય કારણ કહેવાય છે.
ગુણાદિનો સામાન્ય પરિચય