________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦e,
કિંચિદ વકતવ્ય.
O૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
600
લગભગ વીસેક વર્ષ પહેલાંની વાત છે. સંસ્કૃત કાવ્યો અને ચરિત્ર ગ્રન્થોનો અભ્યાસ અને વાચન કરતાં, “ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસગે કામમાં આવશે ” એ ઇરાદાથી કેવળ મારા જ ઉપયોગને માટે નોંધી લેવાતો “ લેક સંગ્રહ ” આમ બીજાઓના પણ ઉપયોગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી વનમાં યે મેં આશા નહિ રાખેલી. દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજારેક કોનો સંગ્રહ મારી પાસે થયો, એ સંગ્રહને જોનારાઓ પૈકીના ઘણા શુભેચ્છકેની એ ભલામણું વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યો કે– આવો સંગ્રહ જે પુસ્તકાકારે બહાર પડે તો તે ઘણું ઉપદેશકે, ઉપદેશકા જ નહિ, પરનું સામાન્ય વર્ગને પણ ઉપકારી થાય.” પરિણામે અભિનવ ગ્રન્થોનું વાચન અને તેમાંથી સુંદર લાગતાં સુભાષિતોને સંગ્રહ હું કરતો જ ગયે. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર લોકોને સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓને પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી કે જેના ફલસ્વરૂ૫ તેમાંના બે ભાગે, જનતાની સમક્ષ મુકવા હું ભાગ્યશાળી થયે છું.
મારા આ સંગ્રહો તેના ખપી જેને વધારે ઉપયોગી થાય, એટલા માટે મારાથી બની શક્યું તેટલા અંશે તેના વિષયે અને પેટાવિષયો પાડવાનો પ્રયત્ન કર્યો છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ઘણી વખત એક જ સુભાષિત કયા વિષયમાં મૂકવું, એ સમજવું બહુ કઠિન થઈ પડે છે. એનો વિષય ઘણી વસ્તુઓની સાથે સંબંધ રાખે છે, તેમ છતાં પણ જેટલું વિચારી શકાયું તેટલું વિચારીને તેમ જ બીજા વિદ્વાન મહાનુભાવોની સલાહ લઈને વિષય વિભાગો પાડવામાં આવ્યા છે. આશા છે કે–આના ઉપગી મહાનુભાવોને અમે કરેલી છાંટણીથી જરૂર લાભ થશે.