Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન જ રીતે જગતમાં ઘટ, પટ, કટ એમ અનેક દ્રવ્યો વૃત્તિ છે. તે દ્રવ્યોમાં જે કાળે દ્રવ્યત્વ ધર્મ રહ્યો છે, તે જ કાળે યથાસંભવ ઘટત્વ, પટવ, કટવાદિ અનંતા ધર્મો પણ રહેલા છે. તેથી કાલની અપેક્ષાએ દ્રવ્યત્વ ધર્મનો ઘટતાદિ ધર્મ સાથે અભેદ થતા દ્રવ્ય શબ્દ સકલદ્રવ્યવિશેષનું પ્રતિપાદન કરશે. આ જ પ્રમાણે વિચારતા નીવ શબ્દ સકલ જીવવિશેષનું પ્રતિપાદન કરે છે. ધર્મશબ્દ સકલ ધર્માસ્તિકાય વિશેષનું, ધર્મશબ્દ સકલ અધર્માસ્તિકાય વિશેષનું, મારા શબ્દ સકલ આકાશ વિશેષનું અને ક્ષાત્ર શબ્દ સકલ કાલ વિશેષનું કથન કરે છે. કારણ અહીં વસ્તુને વિધિ (અસ્તિ) રૂપે કથન કરનાર ભાવાર્થની પ્રધાનતા છે.
હવે ‘વ્યવહાર” ની પ્રધાનતા અનુસાર વિચારીએ તો તે વસ્તુનું નિષેધમુખે કથન કરે છે. વળી ‘વ્યવહાર ભેદપ્રધાન છે, તેથી વસ્તુના ધર્મોમાં પરમાર્થથી અભેદ અસંભવિત હોવાથી અભેદોપચારની વિવક્ષા કરાય છે. જેમકે દરેક વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ભલે સત્ હોય, પરંતુ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસત્ છે. તેથી વિવક્ષિત ઘટ પાર્થિવત્વેન સત્ છે, તો જલત્વેન અસ છે. પાટલિપુત્રત્વેન સ છે, તો કાન્યકુજાદિત્યેન અસત્ છે. શૈશિરત્વેન સત્ છે, તો વાસન્તિકારિત્વેન અસત્ છે. શ્યામવેન સત્ છે, તો રક્તાદિત્યેન અસત્ છે. આમ ઘટવાદિ દરેક વસ્તુ સ્વરૂપે સત્ છે, પરરૂપે અસત્ છે. આમ પરરૂપે અસત્ એવી સર્વ વસ્તુમાં જે કાળે સર્વ ધર્મ રહ્યો છે, તે જ કાળે તેમાં ઘટત્યાદિ ધર્મો પણ રહ્યા છે. તેથીકાળ દ્વારા સત્ત્વ અને બાકીના ધર્મોનો અભેદોપચાર કરવાથી સત્ શબ્દ સકલ અસવિશેષ રૂપ તત્વને જણાવશે. એ જ પ્રમાણે અદ્રવ્યમ્ અને અનીવ: ઈત્યાદિ પ્રતિષેધવાચી શબ્દો ક્રમશઃ સકલ અદ્રવ્ય તત્ત્વ અને સકલ અજીવ તત્ત્વ વિગેરેને જણાવશે.
ચાત્ (= કથંચિત) અવ્યય સ-અસત, દ્રવ્ય-અદ્રવ્ય વિગેરેના ઉપર જણાવેલા અર્થનું ઘોતન કરે છે. તેથી ‘સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ સત્ છે. પરદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ અસત્ છે' એવો અર્થ પ્રાપ્ત થાય છે. વ કારથી અન્યથાભાવનું નિરાકરણ થાય છે. અનિષ્ટ અર્થની નિવૃત્તિ એ એવકારનું ફળ છે. જો વાક્યમાં એવકારનો પ્રયોગ ન કરાય તો પરવ્યાદિની અપેક્ષાએ પણ વસ્તુ સન્માનવાની આપત્તિ આવે. આમ ચાલ્ વસ્તુતda આ પ્રમાણવાક્ય કલાદિ અષ્ટકને આશ્રયીને અભેદથી કે અભેદોપચારથી સકલવસ્તુવિશેષના સત્-અસત્ આદિ તત્ત્વનું કથન કરશે. કારણ એ (વાક્ય) ભાવાર્થ-વ્યવહાર ઉભયવાળું હોવાથી વિધિ-નિષેધની પ્રધાનતાએ યુગપત્ (એકસાથે) અર્થવિધાન કરે છે.
વ્યાર્થિક નયની પ્રધાનતા (અને પર્યાયાર્થિક નયની ગૌણતા) હોય ત્યારે વસ્તુત્વ વિગેરે તે તે ધર્મની શેષ સકલ ધર્મો સાથે કાલાદિ અટક દ્વારા અભેદવૃત્તિ હોવાથી તે બધા ધર્મો પ્રતિભાસે છે. તે કાલ વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) કાલ - જે કાળે વસ્તુનું વસ્તુત્વ છે, તે કાળે જ એ વસ્તુમાં સકલવસ્તુવિશેષો (ધર્મો છે. (A) છં. ન્યાસમાં ‘વ્યTTદ્યાત્મ 'અંશ તથા નીલપર્યાવરણનીવિષાત્મજં ઘ' અંશનો ઉલ્લેખ કેમ કર્યા છે,
સમજાતું નથી. વિદ્વાનો વિચારે.