Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૯૨.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ‘(સન) વ પ્રત્યયઃ' આમ પ્રત્યયસંજ્ઞા કરવાની રહે છે. તેથી જેમ સ આદિને વાક્યભેદ દ્વારા પ્રત્યયસંજ્ઞા થાય છે, તેમ પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિને પણ વાયભેદથી પ્રત્યયસંજ્ઞા થશે.
સમાધાન - ગુપ્તિનો રૂ.૪.૬' વિગેરે સૂત્રોમાં પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિ તો સન આદિના વિધાનમાં સહકારી હોવાથી ત્યાં સન્ આદિ પ્રધાન કહેવાય અને પ્રકૃત્યાદિ પરાર્થે હોવાથી ગૌણ કહેવાય. તેથી ‘પ્રથાનાનુયાયિનો વ્યવહાર મવત્તિ'ન્યાય મુજબ પ્રત્યયસંજ્ઞા પ્રધાન સન્ આદિને જ લાગુ પડવી જોઈએ.
શંકા - સન આદિના વિધાયક પ્રથમ વાક્યમાં પ્રકૃત્યાદિ પરાર્થે (સ આદિના વિધાન માટે) હોવાથી તેઓ ગૌણ પડે છે, પરંતુ બીજા સંજ્ઞા-સંજ્ઞીના સંબંધના વિધાયક વાક્યમાં દરેક સંજ્ઞીએ પ્રત્યયસંજ્ઞાની ઉપસ્થિતિના સામર્થ્યથી પ્રત્યયસંજ્ઞાના સંબંધની સ્વીકૃતિના વિષયમાં પ્રકૃત્યાદિ સ્વાર્થમાં વર્તે છે. આશય એ છે કે બીજું વાક્ય પ્રત્યય સંજ્ઞાના વિધાન માટે છે. ત્યાં પ્રકૃત્યાદિ સન આદિના વિધાન માટે ગૌણ નથી પડતા, પરંતુ તેમને દરેકને પ્રત્યયસંજ્ઞા થઇ શકે એમ હોવાથી પ્રત્યયસંજ્ઞાને ગ્રહણ કરવા તેઓ સ્વાર્થમાં (પોતાનું કાર્ય સાધવામાં) વર્તે છે. આમ બીજા વાક્યમાં સ્વાર્થમાં વર્તતા તેઓ સર્વે પ્રધાન બનવાથી તેમને પ્રત્યયસંજ્ઞા લાગુ પડશે જ.
સમાધાન - છતાં પ્રાયઃ અધિકાર પ્રથમાન્ત છે, જ્યારે પ્રકૃત્યાદિના વાચક પદો ગુપ્તિનો૦ રૂ.૪.૧' વિગેરે સૂત્રોમાં જુદી વિભક્તિમાં છે. તેથી સમાન વિભક્તિ ન હોવાથી પ્રકૃત્યાદિને પ્રત્યયસંજ્ઞા લાગુ નહીં પડે.
શંકા - જેમ 'વતખ્તાત્ ૬.૨.૪૫' સૂત્રમાં પ્રત્યયનું વાચક પદ ‘પદ્ વ ચાત્' આમ પ્રથમાન્ત છે અને તે પછીના સ્ત્રિય સુન્ ૬૩.૪૬' સૂત્રમાં તે ‘અર્થવા વિમણિવિપરિણામ:'ન્યાયથી 'પગો લુન્ ચાત્' આ પ્રમાણે જયન્ત રૂપે ફરવાથી યમ્ નો લોપ થાય છે. તેમ પ્રસ્તુતમાં ભલે પુતિનો રૂ.૪.૦' વિગેરે સૂત્રોનાં પ્રથમ વાક્યમાં સન્ આદિના વિધાન માટે પ્રકૃત્યાદિના વાચક પદો જુદી વિભક્તિમાં હોય, છતાં બીજા વાક્યમાં પ્રત્યયસંજ્ઞાને ગ્રહણ કરવા તેઓ ‘ર્થવશ૦'ન્યાયથી પ્રથમાન્ત રૂપે કરવાથી પ્રત્યયઃ અધિકારને તેઓ સમાન વિભક્તિવાળા થવાથી પ્રકૃત્યાદિને પણ પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થશે જ.
અહીં પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિમાં પ્રત્યયસંજ્ઞાની અતિવ્યાતિ બતાવી છે. પરંતુ પ્રત્યયસંજ્ઞાની પ્રાપ્તિના વિષયમાં ઉપાધિ અને વિશેષણતુલ્યહોવાથી તુલ્યન્યાયે ઉપાધિના ઉપલક્ષણથી અહીં વિશેષણમાં પણ પ્રત્યયસંજ્ઞાની અતિવ્યાતિ સમજવી. તેથી જૂનાકુનોહ: ૧.૨.૨૨' સૂત્ર સ્થળે ૩ વિશેષણને પ્રત્યયસંજ્ઞાની પ્રાપ્તિ આવશે. જો કે અહીં પ્રશ્ન થશે કે “ઉપાધિ અને વિશેષણ વચ્ચે અભેદ હોવાથી અહીં ઉપાધિના ઉપલક્ષણથી વિશેષણનો સંગ્રહ કેમ કરવામાં આવ્યો હશે?”, પરંતુ ક્વચિત્ ઉપાધિ અને વિશેષણમાં ભેદનો વ્યવહાર પણ જોવામાં આવે છે. જેમકે (A) तुल्यन्यायत्वादिति-प्रत्ययसंज्ञाप्राप्तरूपाधिविशेषणयोः समानत्वादित्यर्थः (पा.सू. ३.१.१ म.भाष्यप्रदीपनारायणीयम्)