Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.४२
૩૫૧
સમાધાનઃ- આ શબ્દો વિગેરે શબ્દોની જેમ એકત્વ વિગેરે ચોકકસ સંખ્યાના બોધમાં હેતુ બને તેવા સંખ્યાવાચક શબ્દો નથી, તેથી સંખ્યાવાચક શબ્દોનું કામ પડે તેવા સૂત્રસ્થળે આ શબ્દોનું ગ્રહણ શી રીતે થઇ શકે ? શંકાઃ- સંખ્યાવાચક અતુ પ્રત્યયાન્ત શબ્દને રૂ પ્રત્યયનું વિધાન કરતા વાગતોરિ: ૬.૪.૩૩૨' સૂત્રથી જણાઇ આવશે કે આ શબ્દો સંખ્યાવાચક છે.
સમાધાનઃ- આ તો ફક્ત અતુ પ્રત્યયાન્ત શબ્દો જ સંખ્યાવાચકરૂપે જ્ઞાપિત થયા. પણ બાકીનાનું શું ?
શંકાઃ- સાચી વાત છે. પણ ‘વિત્તિયદ્ બહુ-ળ-પૂર્વી-સડ્થાત્ ૭.૧.૬૦’, ‘બોરિયમ્ ૭.૨.૨૬' અને ‘ષટ્-તિ-તિષયાત્ થર્ ૭.૧.૬૨' આ સૂત્રોથી વહુ, જળ, ઽતિ પ્રત્યયાન્ત અને ઋતુ પ્રત્યયાન્ત આ બધા જ શબ્દો સંખ્યાવાચક રૂપે જ્ઞાપિત થવાથી તેમને સંખ્યાકાર્ય થઇ જશે.
સમાધાનઃ- • ‘પિત્તિયત્ વર્તુ-૫૦ ૭.૧.૧૬૦' વિગેરે સૂત્રોમાં સંખ્યાવાચક જ વદુ-ળ શબ્દો લેવા એવી વિશેષ વાત કરી ન હોવાથી ‘સંઘ’ અને ‘વિપુલતા’ અર્થના વાચક વF-ળ શબ્દોને પણ તે સૂત્રથી સંખ્યાકાર્ય થઇ જશે.
શંકાઃ- ના, ‘અનિયત એવી પણ સંખ્યાના વાચક આ બન્ને શબ્દોને સંખ્યાકાર્ય થાય છે’ આવો અર્થ જ્ઞાપિત કરવા ધારા ‘પિત્તિયત્ વહુ-70 ' સૂત્ર ચરિતાર્થ હોય ત્યારે સર્વથા સંખ્યાના વાચક ન હોય તેવા ‘સંઘ’ અને ‘વિપુલતા’ અર્થના વાચક વધુ અને ળ શબ્દોને સંખ્યાકાર્યની કલ્પના ગૌરવથી પરાસ્ત છે.
અનિયત સંખ્યાના વાચક મૂરિ આદિ શબ્દોનું સંખ્યાકાર્યમાં ગ્રહણ નથી થતું, કેમકે નિયત (ચોક્કસ) સંખ્યાના વાચક પદ્યન્ વિગેરે શબ્દો જ લોકમાં સંખ્યાવાચક શબ્દરૂપે પ્રસિદ્ધ છે અને પ્રસિદ્ધ-અપ્રસિદ્ધને વિશે પ્રસિદ્ધનું ગ્રહણ કરવું એ જ વ્યાજબી કહેવાય.
ΟΥ
સમાધાનઃ- છતાં ‘પિત્તિયદ્ વહુ-ળ-સદ્ધાત્' સૂત્રોમાં વર્તુ-ળ શબ્દોની જેમ ઘૂળ અને સહ્ય શબ્દો પણ બતાવ્યા હોવાથી તેમને પણ સંખ્યાકાર્ય થવાનો પ્રસંગ આવશે.
શંકાઃ- એ સૂત્ર વહુ-ળ શબ્દોને સામાન્યથી સંખ્યાકાર્યનું જ્ઞાપક છે અને પૂળ-સહ્ય શબ્દોને પિત્ એવા તિયમ્ ના વિષયમાં જ જ્ઞાપન કરે છે.
સમાધાનઃ- તમારી વાત બરાબર નથી. કેમકે એક જ સૂત્રમાં આ બધા શબ્દોને બતાવ્યા હોવાથી તેમને સમાનપણે જ કાર્ય થાય. વિષમતા બતાવવામાં તમારી પાસે કોઇ યુક્તિ નથી.
શંકાઃ- એવું નહીં. લક્ષ્ય (દષ્ટાંત) ને અનુસારે ક્યાંક સામાન્યથી કાર્યનું જ્ઞાપન થાય તો ક્યાંક વિશેષથી કાર્યનું જ્ઞાપન થાય. તેથી વિષમતાને સ્વીકારવી જ રહી.