Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬.૬.૪૨
૩૪૧
(i) તષ્ઠિત પ્રત્યયનો એવો સ્વભાવ છે કે જે અર્થને ઉદ્દેશીને તેનું વિધાન કરાય, તેના વાચક શબ્દથી તે પ્રત્યય થાય, શબ્દઘટકથી નહીં. જેમકે - રાનપુરુષસ્થાપત્યમ્, અહીં અપત્યઅર્થક તદ્ધિતનો રૂમ્ (F) પ્રત્યય રાનપુરુષ ને ઉદ્દેશીને હોવાથી તેને થશે, અવયવભૂત પુરુષ ને નહીં. જો પુરુષ ને એ પ્રત્યય થતો હોત તો તેના આદ્યસ્વરની વૃદ્ધિ થતા રાનપોષિઃ એવો અનિષ્ટ પ્રયોગ થાત. પરંતુ રાનપુરુષ ને એ પ્રત્યય થતો હોવાથી રાનપુરુષિઃ એવો ઇષ્ટપ્રયોગ થાય છે.
શંકા:- ‘રાનપુરુષસ્વ અપત્યમ્' અર્થમાં અપત્ય અર્થક તદ્ધિતપ્રત્યય રાનન્ + ઉત્પુરુષ + સિ અવસ્થામાં સમાસથી નિષ્પન્ન થયેલા રાનપુરુષ શબ્દના ઘટક (અવયવ) પુરુષ શબ્દને ઉત્પન્ન થવાની આપત્તિ જે અપાય છે તે બરાબર નથી. કેમકે ષષ્ટયન્ત શબ્દને જ પ્રત્યયની ઉત્પત્તિ થાય છે. ષષ્ઠી વિભક્તિ રાનપુરુષ શબ્દથી પરમાં ઉત્પન્ન થઇ છે માટે રાનપુરુષ આ આખો સમુદાય ષષ્ટયન્ત ગણાય, ફક્ત પુરુષ શબ્દ નહીં. પુરુષ શબ્દને તો સમાસ થતા પૂર્વે જે તેની પ્રથમા વિભક્તિનો લોપ થયેલો તેની ‘પ્રત્યયોપેઽષિ પ્રત્યયનક્ષનું હાર્ય વિજ્ઞાયતે (A) ન્યાય મુજબ ઉપસ્થિતિ માની પ્રથમાન્ત રૂપે ગણી શકાય છે. પરંતુ પ્રસ્તુતમાં અપત્ય અર્થમાં તન્દ્રિત પ્રત્યય ઉત્પન્ન થવાના અવસરે પ્રથમાન્ત પુરુષઃ પદ જરાય ઉપયોગમાં આવતું નથી.
સમાધાનઃ- સમાસ જેમ પ્રથમા, દ્વિતીયાદિ વિભર્ત્યન્ત પદોનો પ્રથમાન્ત પદની સાથે થાય છે, તેમ તે પરિનિષ્ઠિત વિભક્ત્યન્ત પદની સાથે પણ થાય છે. અર્થાત્ જેમ રાજ્ઞ: પુરુષ: = રાનપુરુષ: આમ પ્રથમાન્ત પુરુષ: પદની સાથે સમાસ થઇ પછી તસ્ય = રાનપુરુષસ્ય આમ ષષ્ઠચન્ત પ્રયોગ થાય, તેમ સમાસ થયા પછી પુરુષ શબ્દને જે વિભક્તિ લાગવાની હોય તે વિભક્તિને લઇને જ સીધો રાજ્ઞ: પુરુષસ્વ = રાનપુરુષસ્ય આમ પણ સમાસ થઇ ષષ્ઠયન્ત પ્રયોગ થઇ શકે છે. એટલે કે પહેલેથી જ અલૌકિક વિગ્રહમાં રાનન્ + હસ્પુરુષ + હસ્ આમ પુરુષ શબ્દને પરિનિષ્ઠિત એવી ષષ્ઠી વિભક્તિ લગાડી સમાસ કરવામાં આવતા‘પેાર્થે રૂ.૨.૮’સૂત્રથી ષષ્ઠીનો લોપ થતાં ‘પ્રત્યયનોપેડપિ ' ન્યાયથી પુરુષ શબ્દને અપત્યાર્થક પ્રત્યય થવામાં ષષ્ઠીના સ્ પ્રત્યયનું અનુસંધાન થવાથી પુરુષ શબ્દ ષષ્ઠયન્ત ગણાય. તેથી રાનપુરુષ શબ્દના ઘટક પુરુષ શબ્દને અપત્યઅર્થક પ્રત્યય લાગતો અટકાવવો કઠિન છે. સમાસ થયા પછી સામાસિક પદને બીજા પદાર્થની સાથે અન્વય પામવા માટે જે નવી વિભક્તિ ઉત્પન્ન થાય તેને પરિનિશ્ચિત વિભક્તિ કહેવાય.
સિદ્ધાન્તના હિસાબે તો સમુદાયાત્મક રાનપુરુષ શબ્દને જ પ્રત્યય થાય તેથી તેના આદ્યસ્વરની જ વૃદ્ધિ થતા રાનપુરુવિ: આવો ઇષ્ટપ્રયોગ સિદ્ધ થાય. તેવી જ રીતે પ્રસ્તુતમાં અર્ધપશ્ચમેન ઋીતમ્ આમ ીતાર્થ ની સાથે અન્વય પામનાર અર્ધપગ્રમ શબ્દને જ દ્દ પ્રત્યય ઉત્પન્ન થાય તે વ્યાજબી ગણાય. પરંતુ ‘અર્થાત્ પૂરળ:' આવું સૂત્ર બનાવીએ તો ફક્ત પૠમ શબ્દ સંખ્યાવત્ ગણાતા સા-ઽતેથ૦ રૂ.૧.રૂ૦' સૂત્રના ઉદ્દેશ્ય રૂપ સબ્બા શબ્દથી અર્ધપશ્ચમ આ આખો સમુદાય ગ્રહણ કરવો શક્ય ન બને અને જે પૂરણ પ્રત્યયાન્ત પશ્ચમ આદિ શબ્દો છે તે જ તે શબ્દથી ગ્રહણને યોગ્ય બને છે. પરંતુ તે વ પ્રત્યયની ઉત્પત્તિને યોગ્ય નથી. આથી સમુદાયને (અર્ધપક્રમ ને) વ પ્રત્યયની ઉત્પત્તિ આકાશ -કુસુમ સમાન (અસત્) સમજવી.
(A) પ્રત્યયનો લોપ થવા છતાં તેની વિદ્યમાનતા માની તન્નિમિત્તક કાર્ય થઇ શકે છે.