Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૯૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
વિગેરે સૂત્રોમાં સત્ આદિનો અપૂર્વ ઉપદેશ છે, માટે તેઓ પ્રધાન છે અને ઉપદિષ્ટ એવા પ્રકૃત્યાદિ શબ્દો અપૂર્વ ન હોવાથી સર્ આદિ માટે નિમિત્ત રૂપે વર્તતા તેઓ અપ્રધાન છે.
શંકાઃ- પ્રકૃતિ, ઉપપદ, ઉપાધિનો ઉપદેશ ક્યાં કરવામાં આવ્યો છે ?
સમાધાનઃ – તેમનો ઉપદેશ ધાતુપાઠ તથા નામપાઠ (ગણપાઠ) માં કરવામાં આવ્યો છે.
શંકા - ઠીક છે, ભલે ‘નિમિત્ત નિમિત્તિ માટે હોય છે' એ હેતુથી અથવા ‘પ્રધાનની સાથે કાર્યનો સંબંધ થાય છે’ એ હેતુથી પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિને પ્રત્યયસંજ્ઞા ન થાય, પરંતુ વિકાર અને આગમને તો પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થશે જ. જેમકે ‘ત્રપુનતોઃ ષોન્તથ ૬.૨.રૂરૂ' સૂત્રથી ગદ્ પ્રત્યય લાગતા ત્રવુ અને નતુ ના આદિ સ્વરની વૃદ્ધિ રૂપ વિકાર અને ર્ નો આગમ થવાથી ત્રાપુષમ્ અને નાતુષમ્ પ્રયોગ થાય છે. ત્યાં તે વિકાર અને આગમને પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે. કેમકે તેમનો ઉપદેશ તે સૂત્રમાં અપૂર્વ છે અને પાછા તેઓ નિમિત્તિ રૂપ છે.
સમાધાનઃ– પ્રકૃતિને જે વિકાર અને આગમ થાય તે પ્રકૃતિમાં સમાઇ જાય. તેથી તેઓ પ્રકૃતિની જેમ પ્રત્યય સંજ્ઞા સાથે જોડાતા નથી અને જે પ્રત્યયને વિકાર અને આગમ થાય તેઓ પ્રત્યય ભેગા ગણાઇ જવાથી તેમને લઇને પણ પ્રત્યયસંજ્ઞાનો અનિષ્ટ પ્રસંગ નથી.
શંકાઃ- તમારી વાત બરાબર નથી. કેમકે પ્રકૃતિના વિકાર અને આગમ સૂત્રમાં સન્ આદિની જેમ પ્રથમા વિભક્તિમાં નિર્દિષ્ટ હોવાથી પ્રત્યયસંજ્ઞાના સંબંધમાં તેઓ પ્રયોજક^) અર્થાત્ નિમિત્તિ છે અને પાછા પ્રધાન પણ છે, માટે તેમને પ્રત્યયસંજ્ઞા થાય જ, પ્રત્યયસંબંધી વિકાર અને આગમ પણ પ્રત્યયના અવયવ રૂપે સિદ્ધ થવા છતાં તેમને અલગથી પ્રત્યયસંજ્ઞા થાય જ, કેમકે તમને પણ પ્રથમા વિભક્તિ હોવાથી પ્રત્યયઃ અધિકાર સાથે સમાન વિભક્તિરૂપ યોગ્યતા વિદ્યમાન છે માટે.
સમાધાનઃ- જેમનો પરમાં પ્રયોગ થાય તેને પ્રત્યય કહેવાય. વિકાર અને આગમનો પરમાં પ્રયોગ થતો નથી માટે તેમને પ્રત્યયસંજ્ઞા થશે નહીં.
શંકાઃ– પરપ્રયોગને કારણે પ્રત્યયસંજ્ઞા થાય છે એવું નથી, પરંતુ પ્રત્યયસંજ્ઞાના નિમિત્તે પરમાં પ્રયોગ થાય છે. માટે વિકાર અને આગમને પ્રત્યયસંજ્ઞા થશે જ. જો પરપ્રયોગને કારણે પ્રત્યયસંજ્ઞા થતી હોત તો બ્ન અને અ પ્રત્યયનો ક્રમશઃ ધાતુ અને નામાત્મક પ્રકૃતિની વચ્ચે તથા વહુ પ્રત્યયનો નામની પૂર્વે પ્રયોગ થતો હોવાથી તેમને પ્રત્યયસંજ્ઞા ન થઇ શકત, પરંતુ પ્રત્યયસંજ્ઞાના નિમિત્તે પરત્વ હોવાથી તેમને પ્રત્યયસંજ્ઞા થઇ શકે છે.
(A) પ્રમુખ્યતે કૃતિ પ્રયોનઃ પ્રયોન્યસ્તસ્માત્ નિમિત્તિત્વાવિત્યર્થઃ । આમ અહીં પ્રયોન શબ્દની કર્મમાં વ્યુત્પત્તિ હોવાથી તેનો અર્થ પ્રયોજ્ય થાય છે.