Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.३८
૨૯૯
સમાધાનઃ- એમ નહીં. વિકાર અને આગમને પ્રત્યયસંજ્ઞાનું કોઇફળ (પ્રયોજન) નથી માટે તેમને પ્રત્યય સંજ્ઞા નહીંથાય. તે આ પ્રમાણે – પરમાં પ્રયોગ થવો એ પ્રત્યયસંજ્ઞાનું ફળ છે. તે ફળ વિકાર અને આગમને સંભવતું નથી. વિકાર અને આગમનો પરમાં પ્રયોગ ન થવાનું કારણ એ છે કે તેમને લગતા સૂત્રોમાં ત્રપુનતોડ વિગેરે પદોને ષષ્ઠી વિભક્તિ કરી હોવાથી ‘ષીન્દસ્ય ૭.૪.૨૦૬’ પરિભાષાથી અંત્યનું ગ્રહણ થતા તેના દ્વારા સ્થાનસંબંધ અને અવયવસંબંધ, પ્રતિપાદિત થાય છે. આમ વિકાર અને આગમ કો'કના સ્થાને કે કો'કના અવયવે બની ઉપસ્થિત થાય છે. તેથી તેમનો પરમાં પ્રયોગ થઈ શકતો નથી.
શંકા - વિકાર અને આગમનો તેમને પ્રત્યયસંજ્ઞાના ફળરૂપે પરમાં પ્રયોગ થવા દોને?
સમાધાન - કહ્યું તો ખરા કે'ત્રપુ-નતોડ વિગેરે પદોની ષષ્ટી દ્વારા તેમનું સ્થાનનિર્દેશપૂર્વક વિધાન થવાથી જો તેમનો પરમાં પ્રયોગ કરવા જઈએ તો વિરોધ આવે છે, માટે વિકાર અને આગમનો પરમાં પ્રયોગ નહીંથઇ શકે. જ્યારે સ આદિ પ્રત્યયોનું તેમને લગતા સૂત્રોમાં જુપ્તિનો' વિગેરે પદોને પંચમીવિભક્તિ કરી વિધાન કર્યું હોવાથી તેમનો પરમાં પ્રયોગ થશે.
શંકા-પંચમી વિભક્તિ કરવા છતાં પ્રકૃતિની પૂર્વ આદિ પ્રત્યયો કેમ ન થઇ શકે? કેમકે દિગ્યોગલક્ષણા પંચમી તો પૂર્વમાં કે પરમાં બન્ને દિશામાં સન્ આદિના યોગને લઇને થઇ શકે છે?
સમાધાનઃ- પંચમી નિર્દેશ દ્વારા સન્ આદિનો ક્રમશઃ પૂર્વમાં અને પરમાં પ્રયોગ પ્રાપ્ત હોવા છતાં ‘પર: ૭.૪.૨૨૮' પરિભાષા દ્વારા સન્ આદિના પરપ્રયોગનો નિયમ કરવામાં આવે છે. માટે કોઈ વિરોધ નથી.
અથવા પ્રત્યય શબ્દની અન્વર્થતાનો આશ્રય કરી અર્થવાનને પ્રત્યયસંજ્ઞાનું વિધાન કરવાથી અનર્થક એવા વિકાર અને આગમને પ્રત્યયસંજ્ઞા નહીંથાય. આશય એ છે કે સંજ્ઞા લાઘવ માટે (ટૂંકમાં એકસાથે અનેક વસ્તુનો બોધ થાય તે માટે) કરવામાં આવે છે. તેથી લાઘવ માટે કરાતી સંજ્ઞા પણ લઘુ હોવી જરૂરી છે. જે સંજ્ઞા ગુરુ (મોટી) કરવામાં આવે તો તેનું કાંઇક ફળ બતાવવું પડે. પ્રત્યય સંજ્ઞા મોટી છે, તેથી તેમ કરવામાં તેની પ્રત્યાયતીતિ પ્રત્યયઃ' (જે અર્થનો બોધ કરાવે તે પ્રત્યય) આમ અન્વર્ગસંજ્ઞા ફળરૂપે જણાય છે. વિકાર અને આગમ કોઈ અર્થનો બોધન કરાવતા હોવાથી તેમનામાં પ્રત્યય શબ્દની અન્વર્થતાન ઘટતા તેમને પ્રત્યયસંજ્ઞા નહીં થાય.
શંકાઃ- “પ્રત્યાયતીતિ પ્રત્યયઃ સ્થળે પ્રત્યય શબ્દ વ્યુત્પત્તિમાં વપરાઇ ગયો હોવાથી બીજીવાર પ્રત્યય શબ્દ શી રીતે પ્રાપ્ત થાય? (A) “પુષ્ટયન્ચિય' પરિભાષા મુજબ ષષ્ઠી વિભક્તિથી નિર્દિષ્ટમાં જે કાર્ય કહેવાય તે ષચન્ત પદના ચરમવર્ગને થાય છે.
આમ અહીંચમવર્ણરૂપ અવયવને સ્થાને કાર્ય થતું હોવાથી ષષ્ઠીથી સ્થાનસંબંધ અને અવયવસંબંધ જણાય છે.