Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૨૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - ઘપિલમ્ મર્યવાવમ્ પવવા આ અનુમાનમાં યત્ર યત્ર પર્વ તત્ર તત્રાર્થવા ' આવી વ્યાતિ પ્રાપ્ત થાય છે. હવે વ્યામિગ્રાહક વ્યક્તિ દરેક પરત્વના આશ્રય પદોમાં સકલ અથવાચકત્વ છે કે નહીંતે તપાસવા નથી જતો, પણ કેટલાક અર્થોનું વાચક–તપાસી પછી સામાન્યલક્ષણાસત્રિકર્ષને આશ્રયીઅર્થત્વાવચ્છિન્ન (અર્થત્વથી યુક્ત) સકલ અર્થની વ્યાતિનો ગ્રહ પરત્વમાં કરે છે. અર્થાત્ આ રીતે આપણા જેવા સામાન્યજનને પણ પદમાં વર્તતી સકલ અર્થને જણાવવાની શક્તિનું ભાન થાય છે. આમ આપણી અપેક્ષાએ પણ સર્વે સર્વાર્થવારા:' આ નિયમ ઘટમાન થઇ શકે છે.
સમાધાનઃ- આમન કહેવું કેમકે શક્તિનું જ્ઞાન, અર્થની ઉપસ્થિતિ અને તેને લઈને થતા અખંડવામ્રાર્થબોધ રૂપ શાબ્દબોધ વચ્ચે સમાન પ્રકારે કાર્ય-કારણભાવ હોવાથી જો વ્યકિતને વિવક્ષિત શબ્દમાં ‘અર્થત્વ” ધર્મને લઈને શકિતનો ગ્રહ થયો હોય અર્થાત્ આ શબ્દ ઘટ અર્થ કે પટઅર્થનો વાચક છે' આમ ઘટવકે પદત્વધર્મને લઇને શક્તિનો ગ્રહ ન થતા આ શબ્દ અમુક અર્થનો વાચક છે' આ રીતે શક્તિનો ગ્રહ થયો હોય તો તે વિવક્ષિત શબ્દથી કયો અર્થ? એ સ્પષ્ટતા વિના અમુક અર્થ આવી જ ઉપસ્થિતિ થાય અને શાબ્દબોધમાં પણ‘અમુક અર્થ છે? આ રીતે જવાક્યર્થ ભાસે. આ રીતે ઘટત્વ’ વિગેરે વિશેષધર્મો શાબ્દબોધમાં ભાસીન શકવાથી આપણા જેવા સામાન્ય જનની અપેક્ષાએ ‘સર્વેસર્વાઈવ'નિયમ શી રીતે ઘટી શકે? કેમકે “સર્વાર્થવાષા: અંશનો અર્થ “અર્થત્વધર્મને વ્યાપ્ય એવા ઘટત્વ, પટવ આદિ સઘળાં તે તે ધર્મોથી યુક્ત સકલ ધર્મીના વાચક” અર્થાત્ સઘળાં ય અર્થવિશેષના વાચકી આવો થાય છે. આમ પ્રસ્તુતમાં નિયમને લઈને “કૃત્રિમાત્રિમયો: 'ન્યાય સિદ્ધ ન થઇ શકતા લોકપ્રસિદ્ધ એવી પૂર્વ આદિ સંખ્યાના ગ્રહણાર્થે આ સૂત્ર સંજ્ઞાસૂત્ર છે, એ પક્ષે આ સૂત્રના સંક્ષિને જણાવતા અંશમાં પણ એક સહ્યા શબ્દ વધુ ગ્રહણ કરવો જરૂરી બને.
અહીં કેટલાક એવું સમાધાન કરે છે કે વ્યાખ્યાકારની પરંપરાથી જણાયેલ વક્તાના તાત્પર્યની અનુપપત્તિ થતી હોવાથી અમે પ્રકરણાદિનો આશ્રય નહીં કરીએ.’ આશય એ છે કે પૂર્વે આ વાત કહેવાઈ ગઈ છે કે બુદ્ધિના સાંનિધ્યરૂપ પ્રકરણની સહાયથી પ્રસ્તુતમાં કૃત્રિમ તિ અને મા પ્રત્યયાન્ત શબ્દોમાં જ શાસ્ત્રકારના (વક્તાના) સયા શબ્દના તાત્પર્યનો નિર્ણય થાય છે, પરંતુ ક્વચિત્ સૂત્રની વ્યાખ્યા જોતા તે તે સૂત્રોમાં કૃત્રિમ અને અકૃત્રિમ બન્નેનું ગ્રહણ થતું દેખાતા ફરી સૂત્રકારશ્રીના તાત્પર્યની અનુપપત્તિ થતા તાત્પર્યની ઉપપરાર્થે પ્રકરણાદિનો આશ્રય નથી કરી શકાતો અને તેમ થતા કૃત્રિમ અને અકૃત્રિમ બન્નેનું ગ્રહણ જણાય છે. અર્થાત્ પ્રસ્તુતમાં તિ અને મત અંતવાળા શબ્દ રૂપ પારિભાષિકસંખ્યા અને ત્વ આદિ રૂપ લૌકિક સંખ્યા બન્નેનું ગ્રહણ થાય છે. આથી ક્યાંક કૃત્રિમારિયો: 'ન્યાયના અનાદરથી જ જિમવતિઃ'ન્યાય ફલિત થાય છે. આ ન્યાયથી ‘શાસ્ત્રમાં ક્યાંક લૌકિક અને અલૌકિક (પારિભાષિક) બન્ને પ્રકારના વક્તાના તાત્પર્ય હોય છે આવો અર્થ જણાય છે. હવે આ બન્ને પ્રકારના બોધ સૂત્રમાં વર્તતા એકના એક શબ્દની બે વાર આવૃત્તિ કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. તેથી આ સૂત્રના સંન્નિકોટીમાં ગૌરવ કરતું વધુ એક સધ્યા શબ્દનું ગ્રહણ કરવું જરૂરી નથી બનતું.