Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
શંકાઃ- બહુવ્રીહિના વિગ્રહમાં યસ્યાઃ પદની ષષ્ઠીનો અર્થ ઘટકત્વ છે. તેથી વિગ્રહનો અર્થ ‘હ્ર અને દ્વિ સંખ્યા (કે તદ્દાચક શબ્દ) છે આદિ ઘટક જેના એવો સમુદાય’ થાય. ઘટક (અવયવ) સમુદાયને અવિનાભાવી હોય. જેમકે ‘વીર શબ્દનો વ કાર' એમ કહેવામાં આવતા વ્-ž-ર્-૪ આ સમુદાયના એક ઘટક રૂપે વ કાર જણાય. પ્રસ્તુતમાં સહ્યા શબ્દ ‘અર્થ’ ને જણાવે કે ‘શબ્દ’ ને જણાવે, બન્ને પક્ષે અહીં બહુવ્રીહિસમાસ નહીં થઇ શકે. કારણ બન્ને પક્ષે થતા બહુવ્રીહિમાં અન્યપદાર્થ સહ્યા છે અને એ એકવચનાન્ત હોવાના કારણે સંખ્યારૂપ અર્થ કે સંખ્યાવાચક શબ્દ એક જ પ્રાપ્ત થવાથી અહીં સમુદાયનો અભાવ છે. સડ્યા એ સમુદાયરૂપ ન હોવાથી ત્વ-દ્વિત્વ એ તેના ઘટક નહીં બની શકે, તો ઘટકના અભાવમાં બહુવ્રીહિ સમાસ શી રીતે થશે ?
૩૧૦
સમાધાનઃ – શબ્દોનો સ્વભાવ જ એવો હોય છે કે તેઓ ક્યારેક જાતિપરક હોય છે, તો ક્યારેક વ્યક્તિપરક હોય છે. જેમકે – સર્વો ઘટ:, સર્વે ઘટા:, અહીં ઘટ શબ્દ ક્રમશઃ જાતિપરક અને વ્યક્તિપરક છે. પ્રસ્તુતમાં સહ્યા શબ્દ જાતિપક્ષના અભિપ્રાયથી પ્રયોગ કરાયો હોવાથી તે એકવચનમાં હોવા છતાં સંખ્યાસમૂહનો (કે સંખ્યાવાચક વિ શબ્દોના સમૂહનો) વાચક છે. આમ તે સમુદાયરૂપ હોવાથી બહુવ્રીહિસમાસ થઇ શકશે.
શંકાઃ- જો સણ્યા શબ્દને અહીં સંખ્યા અર્થનો વાચક ગણાવો તો સમાસના ઘટક -દ્વિ શબ્દો પણ સંખ્યા અર્થના વાચક બને. હવે ‘આ વગમ્ય: સછ્યા સવે વર્તતે' આવા કોષ-મ.ભાષ્યના વચનથી પ થી અષ્ટાવશ સુધીના શબ્દો સંખ્યેયના વાચક બને. તેથી વિશેષણ રૂપે વર્તતા -દ્વિ શબ્દો પ્રસ્તુતમાં એકત્વ-દ્વિત્વથી વિશિષ્ટ વ્યક્તિવિશેષને જણાવશે, સંખ્યા પદાર્થને નહીં. તેથી પ્રસ્તુતમાં તેમને સંખ્યા અર્થના વાચક ગણાવવા વ્યાજબી નથી.
સમાધાનઃ:- પ્રસ્તુતમાં -દિ શબ્દોનો ભાવપ્રધાન (ધર્મપ્રધાન) નિર્દેશ છે. અર્થાત્ તેઓ સંખ્યેયમાં વર્તવા છતાં એકત્વ-દ્વિત્વ સંખ્યાથી વિશિષ્ટ વ્યક્તિમાં ધર્મ રૂપે વર્તતી તે એકત્વ-ધિત્વ સંખ્યાના વાચક રૂપે છે, માટે કોઇ આપત્તિ નથી.
શંકાઃ- , દિ વિગેરે સંખ્યાવાચક શબ્દોને વિશેષ્ય પ્રમાણે લિંગ થવાથી જો ઘટઃ, પ્રા શાટી, વસ્ત્રમ્ આ પ્રમાણે પ્રયોગ થાય છે. શ ો = આ વિગ્રહસ્થળે , દ્વિ એ કોઇના વિશેષણરૂપ નહીં, પરંતુ સવા રૂપ હોવાના કારણે તેને લિંગનું નિયંત્રણ ન હોવાથી પ્રશ્ન થશે કે તેને પું–સ્રી કે નપુંસકમાંથી કયુ લિંગ કરવું ? ત્યાં ઔત્સર્ગિક એવું નપુંસકલિંગ કરવું જોઇએ. તો પુંલિંગનો પ્રયોગ કેમ કર્યો છે ?
ન
સમાધાનઃ- તમારી એ વાત સત્ય છે કે લિંગવિશેષનું નિયંત્રણ ન હોય ત્યારે સામાન્યથી નપુંસકલિંગનો પ્રયોગ કરાતો હોય છે. પરંતુ સંખ્યા સ્થળે પુંલિંગ કે નપુંસકલિંગ; એમ ગમે તે એક લિંગ થતું જોવામાં અવો છે. જેમકે – ‘સહુના વેવાવિજ્ર મવેત્ (અમિયાનવિજ્ઞાનિ૦ ૪૩–રૂ, શ્લો-ધરૂ૬) ની સ્વોપજ્ઞટીકામાંપૂ આ.શ્રી હેમચન્દ્રસૂરિજીએ