Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
શંકાઃ- ‘સોમાત્ સુT: ૧.૨.૬રૂ', ‘અનેશ્વેઃ .૨.૬૪' વિગેરે સૂત્રોમાં જેમ વાચકતા સંબંધથી સોમ, અગ્નિ આદિ પદાર્થથી વિશિષ્ટ એવા સોમ, અગ્નિ આદિ શબ્દોનું જ ગ્રહણ કરવામાં આવે છે તેમ કૃતિ-નાયાત્ પવિ: ૧.૨.૧૭’, ‘હસોડવડ્યે ૬.૧.૨૮’, ‘વેવતા ૬.૨.૨૦૧' વિગેરે સૂત્રોમાં પણ પશુ, અપત્ય, લેવતા આદિ શબ્દોનું જ ગ્રહણ પ્રાપ્ત થાય. છતાં ઇષ્ટ એવા પ્રયોગોને ધ્યાનમાં લઇને સૂત્રના પશુ આદિ શબ્દોને કેવા પ્રકારે લેવા, તેની વ્યાખ્યા કરવાથી પશુ આદિ શબ્દના ગ્રહણને રોકવામાં આવે છે અને પશુ આદિ શબ્દોને લૌકિક અર્થવાળા (શ્વા, સિંહૈં આદિ રૂપે) ગ્રહણ કરવામાં આવે છે. પશુ આદિ શબ્દોને આ રીતે લઇએ તો જ તેઓ ઇષ્ટપ્રયોગોને સિદ્ધ કરવામાં સમર્થ બને છે.
२
૩૨૦
એવી રીતે ‘સફ્ળ્યા-ઽતે૦ ૬.૪.રૂ૦'વિગેરે સૂત્રોમાં પણ સફ્ળ્યા શબ્દથી લોકપ્રસિદ્ધ એવા ઃ આદિ સંખ્યાશબ્દો ગ્રહણ કરાશે અને ‘ઉત્પતુ સડ્યા’ આવું પ્રસ્તુત સૂત્ર ‘સડ્યા-તે૦ ૬.૪.૨૩૦' આદિ સૂત્રોનાં સહ્ક્યા શબ્દથી ગ્રહણ ન થતા તિ વિગેરે શબ્દોને તે સા શબ્દથી ગ્રહણ કરાવવા દ્વારા સફળ થશે. આ પ્રમાણે આ સૂત્ર‘ઽત્યનું સા સહ્યા' આવું ગૌરવયુક્ત બનાવવાની કોઇ જરૂર નથી.
સમાધાનઃ- લોકમાં જેમ ગોપાનમાનય (ગોપાલભાઇને લાવો), ટનમાનય (કટજભાઇને લાવો) એવા પ્રયોગ દ્વારા ગામમાં ‘ગોપાલક’ અને ‘કટજક’ સંજ્ઞાવાળી જે વ્યક્તિ હોય તેને હાજર કરાય છે, ગોવાળીયાને ચટાઇને વિશે ઉત્પન્ન થયેલા કોઇ પુરુષને નહીં. કારણ તેઓ અકૃત્રિમ (સ્વાભાવિક) ગોપાલક અને કટજક છે. જ્યારે ‘ગોપાલક’ અને ‘કટજક’ નામના વ્યક્તિ ગાયોના પાલક કે ચટાઇને વિશે ઉત્પન્ન થયેલ નથી, પરંતુ તેમનું નામ એવું પાડવામાં આવ્યું છે, માટે તેઓ કૃત્રિમ છે. હવે ન્યાય છે કે ‘ત્રિમાત્રિમયો: કૃત્રિમચૈવ પ્રદ્દળમ્ (^), એ ન્યાયબળે ત્યાં જેમ કૃત્રિમ ગોપાલક અને કટજકનું જ ગ્રહણ થાય છે, અકૃત્રિમનું નહીં. તેમ વ્યાકરણશાસ્ત્રમાં'સડ્યા-ડતે ૬.૪.૩૦' વિગેરે સૂત્રોમાં સજ્યા શબ્દથી કોનું ગ્રહણ કરવું ? તમે કહ્યું એ મુજબ ‘ઉત્પતુ સહ્યા’ એવું સંજ્ઞાસૂત્ર બનાવીએ તો ઇતિ અને અતુ પ્રત્યયાન્ત નામોને ‘સહ્ક્લ્યા’ સંજ્ઞા થવાથી તે ‘કૃત્રિમ સંખ્યા’ મનાય. જ્યારે લોકપ્રસિદ્ધ ત્વ, વિત્ત વિગેરે સંખ્યા અકૃત્રિમ (સ્વાભાવિક) હોવાથી પૂર્વોક્ત ન્યાયથી કૃત્રિમ સંખ્યાનું જ ગ્રહણ થાય, ત્વ વિગેરે અકૃત્રિમનું નહીં. જ્યારે ત્યાં તો બન્ને પ્રકારની સંખ્યાનું ગ્રહણ ઇષ્ટ છે. તેથી ત્વ આદિના ગ્રહણ માટે સંજ્ઞાસૂત્ર રૂપે વર્તતા આ સૂત્રમાં અનિચ્છાએ પણ સંજ્ઞી રૂપે એક વધુ સન્યા શબ્દને ગ્રહણ કરવો પડે જ.
શંકા - લોકમાં કૃત્રિમનું ગ્રહણ તેમાં વર્તતી કૃત્રિમતાના કારણે થાય છે એવું નથી, પરંતુ અર્થ કે પ્રકરણને આશ્રયીને કૃત્રિમનું ગ્રહણ થાય છે. જેમકે અર્થ એટલે સામર્થ્ય. શોપાલવ માઢય માળવવમધ્યાવિષ્યતિ' સ્થળે જેના હાથમાં દંડ છે એવા ગાયોનું પાલન કરનાર વ્યક્તિમાં અધ્યાપનનું સામર્થ્ય ન હોવાથી અધ્યાપનના સામર્થ્યવાળો કૃત્રિમ ‘ગોપાલક’ નામનો કોઇ વિદ્વાન વ્યક્તિ લવાય છે, પરંતુ જેના હાથમાં લાકડી છે એવો અકૃત્રિમ ગોવાળીયો નથી (A) કૃત્રિમ અને અકૃત્રિમ બન્નેનું ગ્રહણ સંભવતું હોય તો કૃત્રિમનું ગ્રહણ કરવું.