Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
.૨.૩૦
૨૨૯ છે અને ગમન કરનાર ઘોડાને જોનથી કહેવાતો. ત્યાં ફક્ત ગલકમ્બલ, શિંગડા, પૂંછડાવાળા પ્રાણી વિશેષને જરૂઢિથી જો તરીકે સમજવામાં આવે છે. તેમ અવ્યય સંજ્ઞા પણ દ્ધ હોવાથી તેના વ્યય ન પામવું આ વ્યુત્પાર્થ તરફ નજર કરવાની ન હોવાથી તેનાથી વ્યય પામનાર ઘટ, પંટ આદિ શબ્દો પણ સંજ્ઞી રૂપે પ્રાપ્ત કેમ ન થઇ શકે?
સમાધાન - કોઇપણનૈમિત્તિક સંજ્ઞા સંજ્ઞાકરણકાળે વ્યુત્પત્તિને લઇને જ પ્રવર્તે અને પાછળથી તે ઢA) થતી હોય છે. અવ્ય સંજ્ઞા પણ સંજ્ઞાકરણકાળે વ્યય ન પામવું આ વ્યુત્પત્તિને લઈને જ પ્રવર્તી હોવાથી ઘટ, પટ આદિ શબ્દોમાં તે વ્યુત્પત્તિન ઘટવાથી તે કાળે જ તેઓ સંજ્ઞી તરીકે બાકાત થઇ ગયા હતા અને જે સ્વરવિ શબ્દો ત્યારે સંજ્ઞી રૂપે પ્રાપ્ત થયા, કાળક્રમે પાછળથી તેમનામાં અવ્યય સંજ્ઞા દ્ધ થઇ ગઈ. તેથી અવ્યય સંજ્ઞા રૂઢ રૂપે પ્રવર્તે તો પણ ભલે ત્યાં વ્યુત્પચર્થન જેવાનો હોય, છતાં તેનાથી વિશિષ્ટનો (= સ્વસ્ આદિ વ્યય ન પામનારા શબ્દોનો) જ બોધ થાય. તેથી અવ્યય સંજ્ઞાનું ઘર, આદિ અનેક ખોટા સ્થળે ગમન નહીંથાય.
શંકા - મૂળ તો તમારે માત્ર સંજ્ઞાને અન્વર્થ બતાવી લિંગ-સંખ્યાના અન્વયને લઈને જે શબ્દો વ્યયન પામતા હોય તેમને અવ્યયસંજ્ઞા કરવી છે. તો આ સૂત્રમાંથી સ્વરચિ: પદ કાઢી ‘તિ-
સ મવ્યયમ્' (લિંગ અને સંખ્યાથી રહિત શબ્દઅવ્યયસંશક થાય છે) આવું સૂત્ર બનાવો કે જેથી આ એક જ સૂત્રથી બધા અવ્યયોનો સંગ્રહ થઈ જવાથી વાયોસત્વે ૨.૨.૨૨' વિગેરે સૂત્રોને અલગથી ન રચવા પડે.
સમાધાન - આવું સૂત્ર બનાવવાથી ઇતરેતરાશ્રય” (અન્યોન્યાશ્રય) દોષ આવવાથી અવ્યયસંજ્ઞા સિદ્ધ નહીં થઇ શકે. તે આ પ્રમાણે - લિંગસંખ્યારહિતત્વ હોય તો અવ્યયસંજ્ઞા થાય અને અવ્યયસંજ્ઞાને લઈને જ લિંગસંખ્યારહિતત્વ કરવામાં આવે છે. આ રીતે ઇતરેતરાશ્રય દોષ આવે છે. પરસ્પર અવલંબીને રહેલાં કાર્ય સિદ્ધ ન થઇ શકે, માટે અવ્યયસંજ્ઞા સિદ્ધ નહીં થઈ શકે.
શંકા - લિંગ-સંખ્યારહિતત્વએ વાચનિક (અવ્યયસંજ્ઞાના વચનથી સિદ્ધ થનાર) નથી, પરંતુ સ્વાભાવિક છે. જેમકે સમાન ઇચ્છા કરનારા કે એકસરખો અભ્યાસ કરનારા અનેક લોકો પૈકી કેટલાક લોકો સફળ થાય છે અને બીજા નહીં. જરૂરી નથી કે કેટલાક સફળ થાય એટલે બધાએ સફળ થવું જ જોઈએ અથવા કેટલાક નિષ્ફળ થયા એટલે બધાએ નિષ્ફળ થવું જ જોઈએ. આમાં આપણે શું કરી શકીએ ? આ તો બધું સ્વાભાવિક રીતે ચાલ્યા કરે. તેમ કેટલાક શબ્દોને લિંગ-સંખ્યાન લાગવા અને કેટલાકને લાગવા એ પણ લોકમાં થતી સ્વાભાવિક સ્થિતિ છે. આમ લિંગ-સંખારહિતત્વ એ અવ્યયસંજ્ઞાને આધારે ન હોવાથી અન્યોન્યાશ્રય દોષ નહીં આવે.
સમાધાન - તમારી વાત બરાબર નથી. કેમકે ભાષા શીખનાર બધા લોકો કાંઈ કચ શબ્દની વ્યુત્પત્તિને લઈને પ્રાપ્ત થતા લિંગ-સંખ્યારહિતત્વઅર્થને સ્વાભાવિક સ્થિતિરૂપે જાણી શકતા નથી. તેમણે આ વાત શાસ્ત્રથીજ (A) રૂદ્ધ નામ ત્રિધા ચ્યતે–નિત્તિ પરિમાન્ ગોપાલ વેતિ (ચા. સ.ગુ. નિરવની, રિ-૮૨)