Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.३७
૨૮૧
તેમ વ્યાખ્યા કરી લઇશું. જેથી અવયવપક્ષે એક અવયવ બેને ન સંભવે. આથી ‘તે કોનો અવયવ છે ?’ આવો સંદેહ થવાથી વ્યાખ્યાના આધારે નિશ્ચય થઇ જાય. અનવયવ (અનેકાંત) પક્ષે આનંતર્ય (નજીકપણું) આગળ-પાછળ બન્ને બાજુ હોવામાં વિરોધ આવતો ન હોવાથી ફળીયો આમ ભેગા પાઠમાં દોષ આવતો હોવાથી જુદો જ પાઠ કરવો પડે.
અથવા જુદો પાઠ કરવાની જરૂર નથી. કેમકે આચાર્ય (સૂત્રકાર) પ્રયોગના જ્ઞાતા હોય છે. તેથી તે તે પ્રયોગને જોઇને તેઓ પોતે જ અનુબંધને જોડે છે. અર્થાત્ પ્રયોગમાં વૃદ્ધિ થઇ હોય તો સ્ કે ક્ અનુબંધ જોડે છે. ગુણ-વૃદ્ધિ ન થઇ હોય તો ૢ કે ૐ અનુબંધ જોડે છે. આત્મનેપદ પ્રયોગ થયો હોય તો ધાતુને રૂ કે ફ્ અનુબંધ જોડે છે વિગેરે. આમ પણ આ જ વાત વ્યાજબી છે કે પ્રયોગના નિમિત્તે અનુબંધ થતા હોય છે, અનુબંધના નિમિત્તે પ્રયોગ થતા હોય છે એવું નહીં. તો પ્રસ્તુતમાં આચાર્યને જ અંશવાળા પ્રયોગો જોઇને ખબર પડી જાય કે ફર (ગ્) પ્રત્યય ત્િ છે અને થ અંશવાળા પ્રયોગ જોઇને સમજાઇ જાય કે ચ (વસ્) પ્રત્યય ખિત્ નથી.
શંકા ઃ- આચાર્ય ભલે પ્રયોગના જ્ઞાતા હોય, પરંતુ શિષ્યો તેવા ન હોવાથી તેમને શી રીતે ખબર પડે કે ફળીયસ્ પૈકીનો કયો પ્રત્યય ખિતા છે ? અને કયો પ્રત્યય ખિત્ નથી ?
=
સમાધાન ઃ- આચાર્યની સૂત્ર અને તેની વૃત્તિ વિગેરેની રચના રૂપ પ્રવૃત્તિથી શિષ્યોને ખબર પડી જાય કે કયો પ્રત્યય ખિત્ છે અને કયો પ્રત્યય શિત્ નથી વિગેરે.
શંકા :- અનુબંધને વિશે એકાંત (અવયવ) અને અનેકાંત (અનવયવ) બે પક્ષ કહ્યા, પરંતુ આ બેમાંથી કયો પક્ષ વ્યાજબી છે ?
સમાધાન :- એકાંતપક્ષ વધુ સારો છે. કેમકે આ પક્ષમાં હેતુ આપ્યો છે. જે પક્ષ સહેતુક હોય તે જ વ્યાજબી કહેવાય(A).
શંકા ઃ- પૂર્વે આ ચર્ચામાં એકાંતપક્ષે સમાન સ્વરૂપ હોવાથી ૪ પ્રત્યયના વિષયમાં વિકલ્પે અગ્ ની પ્રાપ્તિ થવી વિગેરે ત્રણ દોષ આપેલા. તેથી આ પક્ષને વ્યાજબી શી રીતે કહેવાય ?
(A) આની આગળ બૃ.ન્યાસમાં ‘તથા ‘મેલો વા મિત્ ૪.રૂ.૮૮' ... નાત્િ' પંક્તિ બતાવી છે. જેનો અર્થ 'મેડો વા મિત્ ૪.રૂ.૮૮' સૂત્રમાં મેક્ ના ક્ અનુબંધને જોઇને તે સંધ્યક્ષરાન્ત ન ગણાવાથી 'આત્ સન્ધ્યક્ષરસ્થ ૪.૨.' સૂત્રથી તેના ર્ નો આ આદેશ નથી કર્યો' આવો થાય. પરંતુ આ વાત અહીં મેળ પડે એવી નથી. કેમકે અત્યારે એકાંતપક્ષ વ્યાજબી છે તેની વાત ચાલે છે. તેથી આ વાત એકાંતપક્ષ મુજબ કરવાની રહે અને આગળ એકાંતપક્ષે ‘અસન્ધ્યક્ષરાન્તત્ત્વમવિ નાનુનન્યતં મતિ' ન્યાય બતાવાશે, જેથી મેક્ સંધ્યક્ષરાન્ત ગણાવાથી તેના ૫ નો આ આદેશ પ્રાપ્ત છે. છતાં વિદ્વાનો આ પંક્તિને સંગત કરવા પ્રયત્ન કરે. મ.ભાષ્યમાં આ પંક્તિ નથી અને તેની આગળ-પાછળની પંક્તિ જોવા મળે છે. જુઓ ‘પ.પૂ. ૧.રૂ.૬’ મ.ભાષ્ય.