Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૩૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસને
માટે બહુવચન કર્યું છે. તાત્પર્ય એ છે કે સ્વાતિ શબ્દ સંશી હોવાના કારણે સંજ્ઞાનું વિશેષણ હોવાથી, સંજ્ઞાને અવ્યયમ્ એમ એકવચન છે તો સંજ્ઞીને પણ એકવચન કરવામાં લાઘવ હોવા છતાં સૂત્રકારે બહુવચન કર્યું છે તે ‘સ્વરવિ ગણમાં બીજા પણ ઘણા અવ્યયો છે’ એવું જણાવવા માટે છે. તેથી સ્વરવિ ને અવ્યયસંજ્ઞા થવા સાથે તેમને સદશ વિ ગણપાઠમાં ગ્રહણ કરેલાં અને ગ્રહણ ન કરેલાં અન્ય જે કોઇ શબ્દો હોય તેમને પણ અવ્યયસંજ્ઞા થાય છે. આમ પણ કહ્યું છે કે – “વન રૂતિ સંધ્યાન નિપાતાનાં ન વિદ્યતે। પ્રયોનનવજ્ઞતે નિપાત્યન્ત પરે પડે"
અર્થ :- અવ્યયરૂપ નિપાતો આટલી સંખ્યામાં છે, એમ તેની કોઇ ચોક્કસ સંખ્યા નથી. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં તેને નિપાતરૂપે સાધી લેવામાં આવે છે.
“निपाताश्चोपसर्गाश्च धातवश्चेति ते त्रयः । अनेकार्थाः स्मृताः सर्वे पाठस्तेषां निदर्शनम् ।।”
અર્થ :- નિપાત, ઉપસર્ગ અને ધાતુ આ ત્રણ અનેક અર્થવાળા કહેવાયા છે. તેમનો પાઠ જે બતાવવામાં આવ્યો છે તે માત્ર ઉદાહરણ પૂરતો જ છે. બાકી તેમની સંખ્યા ઘણી છે.
આનાથી જણાય છે કે અહીં રૂતિ શબ્દ Ëપ્રારૉઃ અર્થમાં છે.
શંકા :– ચાલો ! તમારી વાત માની લીધી. પણ તમે જે કહ્યું કે ‘સ્વાતિ સદશ અન્ય જે કોઇ હોય તેને પણ અવ્યયસંજ્ઞા થાય.’ તો એ સદશતા કયા સ્વરૂપે લેવાની ?
સમાધાન ઃ- જે અવિકારી હોતે છતે સ્વ-અર્થના વાચક હોય તેને સ્વાતિ સદશ ગણવા. કહેવાનો આશય એ છે કે અવ્યય બે પ્રકારના છે. (૧) વાચક અને (૨) દ્યોતક. અન્ય પદનું સંનિધાન હોતે છતે જ જેનો પ્રયોગ કરાય છે તે ‘ઘોતક’ અવ્યય છે. પદાન્તરમાં રહેલી વિશેષતાનું તે ઘોતન કરે છે, માટે તેને ઘોતક કહેવાય છે. જેમકે 7 વિગેરે અવ્યયો પદાન્તરથી અભિધેય એવા અર્થોને વિશેષિત કરે છે, પદાન્તરને તેનો અર્થ પ્રકાશિત કરાવવામાં સહકારી થાય છે માટે ઘોતક છે. જેમકે ખ઼ક્ષર્થે, પ્રોધથ. અહીં = અવ્યય ખ઼ક્ષ વિગેરે પદની સાથે જ પ્રયોગ કરાયો છે અને તે ઘોતક છે.
જેનો પદાન્તરના સંનિધાન વિના પણ પ્રયોગ કરાય છે તે વાચક અવ્યય છે, કેમકે તે નિરપેક્ષપણે સ્વઅર્થનું અભિધાન કરે છે. તેને કોઇ પણ પદના સંનિધાનની જરૂર નથી. જેમકે સ્વઃ સુવતિ, અહીં સ્વર્ અવ્યય સ્વઅર્થ ‘સ્વર્ગ’ નું નિરપેક્ષપણે કથન કરે છે માટે તે વાચક છે.
હવે જેનું ચાવિ ગણપાઠમાં ગ્રહણ કર્યું છે તથા ગ્રહણ નથી કર્યું તેવા જે કોઇ શબ્દો અવિકારી હોવા સાથે સ્વ-અર્થના વાચક હોય, તે સ્વાતિ સદશ હોવાથી તેમને પણ આકૃતિ સ્વરવિ ગણમાં અવ્યયરૂપે સમાવવા, આ અમારા કથનનું તાત્પર્ય છે.