Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૫૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ઉપલક્ષણ છે. પરંતુ તે દેવદત્ત વ્યક્તિસ્વરૂપે (દેવદત્તત્વેન) શાળાનું ઉપલક્ષણ બને છે અને આનયન ક્રિયા (કાર્ય)માં યોગ બ્રાહ્મણ વ્યક્તિ સ્વરૂપે (બ્રાહ્મણત્વેન) બતાવ્યો છે. દેવદત્ત બ્રાહ્મણ હોવાથી તેમાં આ બ્રાહ્મણત્વ રૂપ કાર્યાન્વયી સ્વરૂપ હાજર હોવાથી તેનો પણ આનયન ક્રિયામાં અન્વય થાય છે. અર્થાત્ ઉપલક્ષણ હોવા છતાં તેને પણ લાવવામાં આવે છે. માટે આવા સ્થળે ‘પત્નક્ષનું જાર્યાનન્વી’નિયમ લાગુ ન પડે.
હવે ઉપલક્ષણમાં જો કાર્યમાં નિમિત્ત બને તેવું સ્વરૂપ (કાર્યાન્વયી સ્વરૂપ) ગેરહાજર હોય તો તેવા સ્થળે ઉપલક્ષણ કાર્યાન્વયી ન બને. જેમકે ‘વેવવત્તાના મિદ્યતામ્' (દેવદત્તની શાળા ભાંગી નાંખો), અહીં‘શાળાનું ભેદન’ એ કાર્ય છે. ઉપર જેમ ‘બ્રાહ્મણત્વ’ કાર્યાન્વયી સ્વરૂપ હતું તેમ અહીં શાલાત્વ કાર્યાન્વયી સ્વરૂપ છે અને તે દેવદત્તમાં ગેરહાજર હોવાથી શાળાના ઉપલક્ષણ દેવદત્તનો ભેદન ક્રિયામાં અન્વય નથી થતો અર્થાત્ દેવદત્ત નથી ભેદાતો. માટે આવા સ્થળે ‘૩૫ન્નક્ષનું જાર્યાનન્વયી’ નિયમ લાગુ પડે.
શંકા ઃ- આ બે રીત તો બતાવી પણ મત્વર્થે સ્થળે ‘ઉપલક્ષળ જાર્યાનન્વી’નિયમ લાગુ નથી પડતો.એ શી રીતે સાબિત કરશો ?
સમાધાન :- આ સૂત્રના મત્વર્થે પદસ્થળે‘મત્વર્થોડો યસ્ય = મત્વર્થઃ ' (મતુ પ્રત્યયથી ઉપલક્ષિત ‘તરસ્યાઽસ્તિ’ અને ‘તવસ્ત્યસ્મિન્’ અર્થ છે અર્થ જેનો) આમ સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ થયો છે. અહીંપ્રશ્ન થશે કે “મત્વર્થ શબ્દમાં એક જ અર્થ શબ્દ છે, જ્યારે વિગ્રહમાં બે વાર અર્થ શબ્દ બતાવ્યો છે. તે શી રીતે સંભવે ?’’ પરંતુ જેમ ઉર્દૂમુલ બહુવ્રીહિસમાસ સ્થળે બે પૈકીનો એક મુરૂ શબ્દ ગતાર્થ છે (પ્રકરણાદિ વશ સામર્થ્યથી આપમેળે જણાઇ આવે છે), તેમ અહીં પણ એક અર્થ શબ્દ ગતાર્થ છે. આને જરા વિસ્તારથી સમજીએ.
ષ્ટ્રમુદ્ય સમાસનો વિગ્રહ ‘ઉષ્ટ્રો મુસ્લમસ્ય’ કરીએ તો અર્થ ‘ઊંટ છે મુખ જેનું એવી વ્યક્તિ’ થાય. હવે ઊંટ ક્યારેય બીજા વ્યક્તિનું મુખ ના હોય, તેથી ઉષ્ટ્ર શબ્દ સામર્થ્યથી ‘૩Çસ્ય વ’ આમ સાદશ્યાર્થને જણાવશે. જેથી ‘ઊંટ જેવું મુખ છે જેનું એવી વ્યક્તિ’ એવો સમાસાર્થ થશે.
હજુ પણ અર્થની અસંગતિ છે, કારણ સમગ્ર ઊંટનો જેવો આકાર છે તેવા આકારનું મુખ કોઇપણ વ્યક્તિનું હોતું નથી. તેથી ઋષ્ટ્રશ્ય રૂવ માં ૩ષ્ટ્ર શબ્દ અવયવવાચી બનશે, અર્થાત્ ઉન્દૂ શબ્દથી સમગ્ર ઊંટને બદલે તેના કોઇક અવયવનું ગ્રહણ થશે. હવે એ અવયવ કયો લેવો ? તો લોકવ્યવહારમાં સામાન્ય રીતે મુખનું સાદશ્ય મુખ દ્વારા વર્ણવાતું હોય છે. (જેમ કે દેવદત્તનું મુખ યજ્ઞદત્તના મુખ જેવું છે.) તેથી સામર્થ્યથી ૩ષ્ટ્રશ્ય રૂવ નું તાત્પર્ય ૩ષ્ટ્રશ્ય મુમિવ થશે. આમ કÇમુલઃ સમાસનો ૩ષ્ટ્ર શબ્દ ૩ષ્ટ્રસ્ત્ય મુમિન માં વર્તતો હોવાથી સમાસનો વિગ્રહ ૩ષ્ટ્રસ્ય મુમિન મુર્ત્ત યસ્ય સ થશે.