Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૯૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા- અરે ! હમણાં જ આપણે વિચારતો ગયા કે નિ અને અને ઘોત્યાર્થ ન હોવાથી તેઓ અનર્થક છે?
સમાધાન - હા, એ વિચાર્યું હતું. પણ તે અયુક્ત વિચારણા હતી. કેમકે જે શબ્દને વાર્થ કે ઘોત્યાર્થન હોય તે શબ્દ વાક્યર્થ માટે અનુપયોગી હોવાથી તેનો પ્રયોગ કરવો ઘટીન શકે. પ્રસ્તુતમાં નિ અને અવ્યયને ઘોયાર્થ છે, પરંતુ તેમનો ઘોત્યાર્થ પ્રકરણાદિ વશ ધાતુ દ્વારા જણાઇ જતો હોવાથી તે નકામો થાય છે. મૂળ વાત એ કે નિ અને પ્ર ઉપસર્ગ તથા કમશઃ અને ધાતુ સમાન અર્થવાળા હોવાથી નિ અને અને ધાત્વર્થ સિવાયનો અધિકઘોત્યાર્થ નહોવાથી તેમને પૂર્વાચાર્યો દ્વારા અનર્થક કહેવાય છે. બાકીવાસ્તવિક તેઓ કાંઇ સર્વથા અનર્થક નથી. નિવૃત્તિ અને પ્રત સ્થળે નિ અને શબ્દો પ્રકરણાદિ વશ ધાતુ દ્વારા કહેવાતી લંગડાતા ચાલવું’ અને ‘લટકવું’ આ ક્રિયાવિશેષને જ ઘોતિત કરે છે. જેમ શંખમાં નાંખેલુ દૂધ શંખ સમાન સફેદ વર્ણવાળું હોવાથી જુદું નથી ભાસતું, તેમનિ અને પ્રના સંનિધાનને લઈને ધાત્વર્થ ક્રિયા કાંઇ વિશેષતાને નથી પામતી. જેમકે શેષભટ્ટારક (પતંજલિ) કહે છે કે “આ બે અનર્થક નથી, તો પછી આમને અનર્થક કેમ કહ્યા છે? જુદા અર્થના વાચક ન હોવાથી અનર્થક કહ્યા છે. ધાતુ દ્વારા કહેવાયેલી જ ક્રિયાને આ બે કહે છે કે જે અર્થ સમાન છે. જેમ શંખમાં દૂધ નાંખવાથી બન્ને સમાન વાવાળા હોવાથી નવી વિશેષ પ્રતિપત્તિ નથી થતી તેમ.(A)”
શંકા - જો એમ છે તો ધાતુ દ્વારા જ નિ અને ઘઉપસર્ગનો અર્થ ઉક્ત થઇ (= કહેવાઈ) જવાથી “strર્થીનામપ્રા'ન્યાય મુજબ નિ અને પ્ર ઉપસર્ગોનો પ્રયોગ ન થવો જોઇએ.
સમાધાન - ના. એવું નથી. પ્રકરણાદિ વશ જેમના અર્થ જણાઇ ગયા હોય તેવા શબ્દોનો પણ સ્પષ્ટતર બોધને માટે પ્રયોગ થતો લોકમાં જોવામાં આવે છે. જેમકે “અધૂપ માનવ' અને બ્રાહ્મણો ગાના' અહીં પૂપી અને બ્રાહ્મી ના દ્વિવચનથી જ બે અર્થ જણાઇ આવે છે, છતાં ‘રો' શબ્દનો પ્રયોગ થતો જોવામાં આવે છે.
શંકા - પણ આ રીતે તો કોઇ ધારાધોરણ જ નહીં રહે. ‘વૃક્ષ: wત્તત્તિ' સ્થળે વૃક્ષ શબ્દથી ઝાડ’ અર્થ જણાઈ આવે છે છતાં ત્યાં તો પાપ: આ પ્રયોગો પણ બિનજરૂરી થવા લાગશે. સમાધાન - ના. એવું નથી.
નિતિ, પ્રqતે, દો અપૂણો ગાના વિગેરે ગતાર્થ એવા જે શબ્દોનો પ્રયોગ જેવામાં આવે છે, તેવા શબ્દોનો જ પ્રયોગ કરી શકાય છે. પરંતુ વૃક્ષ: તરુ: પાપ:' આવા પ્રયોગ જોવામાં આવતા નથી, માટે તેન કરી શકાય.
શંકા - સમાન અર્થ હોવા છતાં ઉન્નતિ ના બદલે નિત પ્રયોગ કરીએ તો શું માત્રાગૌરવન થાય? (A) ઉપર શંકામાં જે ગતાર્થ એવા અધિ-પરિઅવ્યયની વાત કરી ત્યાં પણ આ જ પ્રમાણે અનર્થકતા સમજવી. બાકી
ધાતુને સમાન જ અર્થને ઘોતિત કરનારા તેઓ પણ વાસ્તવિકતાએ અનર્થક નથી.