Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬.૨.૨૦
૨૨૩
ન્યાય મુજબ આકૃતિઃ (વિશેષ્યપદ)નું સંનિધાન થઇ વિશેષણ-વિશેષ્યભાવ ઊભો થાય તે પહેલાં જ કરણ સામાન્ય અર્થમાં નપુંસકલિંગ પ્રહળ શબ્દ સાધી લેવામાં આવે છે. પછી જ્ઞાતિઃ પદાન્તરની સાથે તેનો અન્વય થવાના કારણે જે તેમાં સ્ત્રીત્વની પ્રાપ્તિ આવે તે બહિરંગ^) હોવાથી ન થઇ શકતા તે ઊ પ્રત્યય લાવવામાં નિમિત્ત બની શકતું નથી. માટે વિગ્રહમાં પ્રદ્દળી ને બદલે પ્રદળમ્ પદ વાપરવામાં આવ્યું છે અને જ્ઞાતિગ્રહ સમાસ થયો છે. તેની જેમ પ્રસ્તુતમાં પણ ‘વિશેષ્યાડ સત્રિયાનેનાઽપિ' ન્યાય મુજબ અવ્યયમ્ વિશેષ્યપદનું સંનિધાન થઇ વિશેષણ-વિશેષ્યભાવ ઊભો થાય તે પહેલા જ પદસંસ્કારપક્ષને આશ્રયી સ્વતંત્રપણે સ્વરાયઃ પદને પુંલિંગ રૂપે સાધી લેવામાં આવ્યું છે અને પાછળથી અવ્યયમ્ વિશેષ્યપદનું સંનિધાન થાય તો પણ ‘ખાતું જાયં ન નિવર્તતે’ ન્યાય મુજબ હવે સ્વરાયઃ પદનું પુસ્ત્ય નિવર્તન નથી પામતું. આમ અહીં સ્વરાવયઃ આ પુંલિંગ નિર્દેશ ફક્ત ‘વિશેષ્યાઽસન્નિધાનેનાપિ 'ન્યાયના જ્ઞાપન માટે કર્યો છે.(B)
(3) સૂત્રમાં અવ્યયમ્ આ પ્રમાણે નપુંસકલિંગ એકવચનમાં નિર્દેશ કર્યો છે તે ‘અમિયેયવિશેષનિરપેક્ષ: પસંારપક્ષોઽવ્યક્તિ' ન્યાયના શાપન માટે છે. વાત એવી છે કે અવ્યયમ્ સંજ્ઞા અને સ્વરાવયઃ સંજ્ઞી વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ હોવાથી તે બન્ને વચ્ચે લિંગ અને વચનનું સામ્ય જળવાવું જોઇએ. પરંતુ સ્વરાયઃ પદ બહુવચન અને પુંલિંગમાં તથા અવ્યવમ્ પદ એકવચન અને નપુંસકલિંગમાં હોવાથી તે જળવાતું નથી. તેથી ‘અમિયેયવિશેષનિરપેક્ષ ૦' ન્યાય જ્ઞાપિત થાય છે. ન્યાય એમ કહે છે કે ‘અભિધેય (વાચ્ય) વિશેષને લગતા પદથી નિરપેક્ષ રહીને પણ પદનો સંસ્કાર (= નિષ્પત્તિ) થઇ શકે છે.’ અવ્યયમ્ સંજ્ઞા પદ સામાન્યથી ‘જે વ્યય ન પામે તે અવ્યય’ અર્થનું વાચક છે અને વિશેષથી સંશી એવા સ્વર્ આદિ શબ્દોનું વાચક છે. પ્રસ્તુતમાં તે પદ સંસ્કાર પક્ષે પોતાના વાચ્યવિશેષ સ્વર્ આદિ શબ્દના વાચક સ્વરાવવઃ પદને નિરપેક્ષપણે નિષ્પન્ન થયું છે. તેથી તેને ‘નપુંસકલિંગ’ અને ‘ન વ્યેતિ કૃતિ અવ્યયમ્’ આ સામાન્ય અર્થની અપેક્ષાએ અર્થવાન બનવાથી ‘એકવચન’
આ બન્ને કાર્ય થયા છે. જો કે સ્વરાવયઃ પદ અવ્યયમ્ પદની બાજુમાં જ છે. છતાં અવ્યયમ્ પદ તેની અપેક્ષા રાખતું નથી, માટે સ્વરાયઃ પદની અપેક્ષાએ અવ્યયમ્ પદ વિશેષણC) બને તે પહેલાં જ તેને આ બે કાર્ય થઇ ગયાં છે. પાછળથી આ બન્નેનો અન્વય થવાથી વિશેષણ-વિશેષ્યભાવ ઉત્પન્ન થાય ત્યારે ‘ખાતું વ્હાય ન નિવર્તત’ન્યાય મુજબ (A) કાળને આશ્રયીને પરવ્યવસ્થિત છે માટે બહિરંગ ગણાવી છે.
(B) પૃ. ન્યાસની ‘– પત્તિકૢ સર્વનામ......બુદ્ધાવુપારોôાત્' પંક્તિનો અર્થ અહીં કર્યો નથી. વિદ્વાનો તેને બેસાડવા પ્રયત્ન કરે.
(C) પૂર્વે (2) નંબર સ્થળે સ્વરાવયઃ પદને વિશેષણ અને અવ્યયમ્ પદને વિશેષ્ય ગણાવ્યું તે સંજ્ઞા-સંજ્ઞીભાવના સંદર્ભમાં સમજવું. જ્યારે અહીં સ્વરાવવઃ પદને વિશેષ્ય અને અવ્યયમ્ પદને વિશેષણ ગણાવ્યું છે તે આશ્રયઆશ્રયીભાવના સંદર્ભમાં સમજવું. અવ્યય સંજ્ઞા સ્વર્ વિગેરેને લાગુ પડે છે માટે સ્વાતિ એ અવ્યયસંજ્ઞાના આશ્રય છે. આશ્રય (ધર્મી) હંમેશા વિશેષ્ય હોય અને આશ્રિત (ધર્મ) વિશેષણ હોય.