Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૧૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ચેતન એવા પુરુષનું પ્રતિબિંબ પડે છે માટે પુરુષને થાય છે કે આ બધી વસ્તુ હું પેદા કરું છું (= હું પ્રકૃતિ છું) અને પ્રકૃતિને થાય છે કે હું ચેતન છું.' જે દિવસે પુરુષને ભેદજ્ઞાન થાય કે ‘નારું વર્તા', તે દિવસે પુરુષની મુક્તિ થાય.
હવે પ્રકૃતિ બુદ્ધિ વિગેરે જે તત્ત્વોને પેદા કરી શકે છે કે પાછા સંકેલી શકે છે, તે તેના સત્વ, રજ અને તમસ ગુણના કારણે. આવિર્ભાવ એ સત્ત્વનો ગુણધર્મ છે અને તિરોભાવ એ રજનો ગુણધર્મ છે. સાંખ્યદર્શને કોઇપણ વસ્તુની ઉત્પત્તિ અને નાશ નથી સ્વીકાર્યો, પરંતુ તેનો આવિર્ભાવ અને તિરોભાવ સ્વીકાર્યો છે. આ મતે વસ્તુ ઉત્પન્ન થઈ એટલે સૂક્ષ્મરૂપે કારણમાં તિરોભૂત એવી તે આવિર્ભાવને પામી અને વસ્તુ નાશ પામી એટલે પાછી તે પોતાના કારણમાં તિરોભાવ પામી એમ સમજવું. પ્રકૃતિ જ્યારે સર્વ પ્રધાન બને ત્યારે તેમાંથી બુદ્ધિ આદિ તત્વો પેદા (આવિર્ભાવ) થાય છે અને તે જ્યારે રજ પ્રધાન બને ત્યારે બુદ્ધિ આદિ તત્ત્વો પાછા તેમાં સંકેલાઇ જાય છે. ઉત્પન્ન થતા તત્ત્વો કાર્ય કહેવાય અને તે જેમાંથી ઉત્પન્ન થાય છે કારણ કહેવાય. સાંખ્યમતે કાર્ય અને કારણ વચ્ચે તાદાત્મ (અભેદ) મનાયો છે. તેથી પ્રકૃતિ સત્વ, રજ અને તમસુમય મનાઈ હોવાથી તેના બુદ્ધિ વિગેરે સઘળા કાર્યો પણ સત્વ, રજસ અને તમસમય મનાય છે. તેથી જ્યારે શબ્દાદિ ગુણો (તન્માત્રા) સર્વપ્રધાન બને ત્યારે તેમાંથી ઘટાદિ પૃથ્વી વિગેરે દુનિયાના દ્રવ્યો ઉત્પન્ન થાય છે. જ્યારે તેઓ રજપ્રધાન બને ત્યારે આ બધા દ્રવ્યો પાછા તેમનામાં વિલીન થઇ જાય છે. પાછું આ શબ્દાદિ ગુણો (કારણો) અને ઘટાદિ પૃથ્વી વિગેરે દ્રવ્યો (કાર્યો) વચ્ચે તાદાત્મ છે. માટે ખૂ.ન્યાસમાં લખ્યું છે કે ધટાદિ દ્રવ્યો પાદિ ગુણો (તન્માત્રા) ના સંઘાત (સમુદાય) રૂપ છે. ગુણોથી ભિન્ન ઘટાદિ અવ્યવીદ્રવ્ય એકાંતે નથી હોતું. હવે અહીં પ્રશ્ન થાય કે “ખરેખર તો અહીં ઉત્પત્તિ, હાસ અને સ્થિતિ (= આવિર્ભાવ, તિરોભાવ અને સ્થિરતા) ને લિંગ તરીકે બતાવવા છે તો સત્વ, રજસ્ અને તેમના ઉત્પાદાદિ ન બતાવતા રૂપાદિ ગુણોના ઉત્પાદાદિ કેમ બતાવ્યા હશે? તેના જવાબમાં બંન્યાસમાં જણાવે છે કે “કાર્ય રૂપેન આરંભાયેલા ગુણો સત્વ, રજ અને તમ પૂર્વાવસ્થામાં પ્રત્યક્ષ થતા ન હોવાથી શબ્દવ્યવહારના વિષય નથી બનતા.' જો સત્ત્વાદિ પ્રત્યક્ષના વિષય ન બને તો તેમના ઉત્પાદાદિનું જિજ્ઞાસુઓના બોધ માટે શબ્દોમાં વર્ણન કરવું શક્ય ન બને. જ્યારે પાદિ ગુણોનું પ્રત્યક્ષ થાય છે, તેથી તેમના ઉત્પાદાદિનો બોધ કરાવી શકાય છે. જોકે પાદિ ગુણોના ઉત્પાદાદિનું પ્રત્યક્ષ નથી થતું, છતાં પાદિના પરિણામ દ્વારા તેમને કલ્પી શકાય છે. જેમકે કેરીલીલામાંથી પીળી બને એટલે પીળાશ સ્વરૂપ પરિણામના આધારે કલ્પી શકાય છે કે કેરીમાં ક્ષણે ક્ષણે પીળાશનો આવિર્ભાવ અને લીલાશનો હાસ થતો હોવો જોઈએ. તો જ કેરી લીલામાંથી પીળી બની શકે.' અહીંરૂપ પ્રત્યક્ષ છે તો તેનો ઉત્પાદ અને હાસ શબ્દોમાં વર્ણવી શકાયો. સત્યાદિ પોતે જ પ્રત્યક્ષ નથી તો તેમના ઉત્પાદાદિને શું વર્ણવવા માટે અહીં રૂપાદિ ગુણોના ઉત્પાદાદિને લિંગ રૂપે બતાવ્યા છે.