Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૨.૨૨
૨૧૧.
આશ્રયી ભૂકંસને સ્તન-લાંબા કેશનો નિત્યયોગ છે જ. તેથી અતિવામિ ઊભી રહે છે. વળી માથુ મુંડાવેલી સ્ત્રીમાં સ્ત્રીત્વ નહીં ઘટી શકે. કેમકે ત્યારે સ્ત્રીને કેશનો સંબંધ નથી.
સમાધાન - ભલે એને કેશ ન હોય, સ્તન તો છે ને? તેને લઈને સ્ત્રીત્વ ઘટી શકે છે.
શંકા - છતાં માથું મુંડાવેલી નાની વયની કન્યાને સ્તનનો સંબંધ નથી. એ તેને અમુક કાળ પછીથવાનો છે. સ્તનના સંદર્ભમાં મત અતિશય અર્થમાં હોવાથી માથું મુંડાવેલી કન્યાને પુષ્ટસ્તન ન હોવાથી તેમાં સ્ત્રીત્વની અવ્યાતિ આવશે.
એવી રીતે વરવુરી શબ્દ હજામની દુકાન” નો વાચક છે. અથવા ૩રપુટી વ વરઘુટી = ઉટી પુરુષ: આમ અભેદ ઉપચારથી D) ઉરટી શબ્દ પુરુષનો વાચક છે. હજામની દુકાન ઘણા વાળ વાળી હોવાથી અથવા હજામની દુકાન જેવો પુરુષ શરીર ઉપર ઘણા વાળવાળો હોવાથી રોમશ એવા તેમનો વાચક ઉરી શબ્દ પુંલિંગ ગણાવાથી વરકુટી પશ્ય' સ્થળે તેને લાગેલી પ્રત્યયના સૂનો ‘ણસોડતા ૭.૪.૪૬' સૂત્રથી આદેશ થવાની આપત્તિ આવશે.
સમાધાનઃ-માથું મુંડાવેલીનાની કન્યાને ભલે પુષ્ટ સ્તન ન હોય, છતાં શ્લોકમાં બતાવેલસ્તન-શેરા શબ્દો યોનિ વિગેરેના ઉપલક્ષણ છે. નાની કન્યામાં યોનિને લઈને સ્ત્રીત્વની અવ્યામિ નથી.
શંકા - છતાં ઉર્વી અને વૃક્ષ શબ્દસ્થળે ખાટલા અને વૃક્ષમાં સ્તન-કેશવત્વ અને રોમશત્વન હોવાથી ત્યાં ક્રમશઃ સ્ત્રીત્વ અને પુરૂ નહીં ઘટી શકવાથી અવ્યામિ આવશે તથા તે શબ્દો સત્ત્વવાચી (દ્રવ્યવાચક) હોવાથી નિઃસંધ્યા 'નિયમ મુજબ ત્યાં લિંગનો અન્વય થવાનો છે. તેથી લિંગવરૂપે સ્ત્રી-પુરુષનું સામ અને સ્ત્રી-પુરુષના સ્તન-કેશ અને રોમરૂપ ચિહ્નોનો અભાવ હોવાથી નપુંસકત્વ અતિવાસ થવાની આપત્તિ આવશે.
સમાધાન:- આ શબ્દો સત્ત્વવાચક બને એટલે ત્યાં લિંગ-સંખ્યાનો અન્વય થાય એવું તમે શેના આધારે કહી શકો?
શંકા - અવ્યય અને આખ્યાત (ક્રિયાપદ) અસત્ત્વવાચક હોવાથી ત્યાં લિંગ-સંખ્યાનો અન્વય નથી થતો. જ્યારે આ શબ્દો અવ્યય અને આખ્યાતથી ભિન્ન સત્વવાચક છે, તેથી તેમને લિંગ-સંખ્યાનો અન્વય થઇ શકે છે. (A) સમ્રાપ્ત કરશે વર્ષે મારીમીયતે. (B) સ્વ શબ્દનો પ્રયોગ જ્યાં હોય ત્યાં બે વસ્તુ વચ્ચે સ્પષ્ટપણે ભેદ જણાઈ આવે. અહીં તેનો પ્રયોગ નથી માટે
અભેદ ઉપચાર કહ્યો છે. (C) પ્રતિપાત્વે સતિ તરતિપાદિમુનિક્ષત્રમ્