Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૫૧ પદનો ઉમતુ પ્રત્યય’ આમુખ્ય અર્થ છોડી છેક ઉમતુ અર્થવાળા આ લાક્ષણિક એવા ગૌણઅર્થ સુધી લાંબા થવું પડે છે. હા! પૂર્વસૂત્રથી એને પદને અનુવર્તાવી મુખ્ય અર્થને લઇને સરખી વિભક્તિવાળા મતો વ્યગ્નને' આ પદોનો અન્વય જો શક્ય ન બનત તો તમે કહેલો અર્થ વ્યાજબી કહેવાત. પરંતુ અહિં અન્વય થવો શક્ય બને છે. વ્યસને પદ મતો પદનું વિશેષણ બનશે અને વ્યવસ્થિત અન્વયવાળો વ્યંજનાદિ એવો મધુપ્રત્યય પર છતાં એવો અર્થ પ્રાપ્ત થશે. હવે જો એ અર્થ પ્રાપ્ત થાય તો આ સૂત્રફક્ત તુ પ્રત્યયને લઈને પદસંજ્ઞાનો નિષેધ કરનાર થાય, જે ઇષ્ટ નથી. માટે અન્ય મત્વસ્થય પ્રત્યયના ગ્રહણાર્થે આ સૂત્રમાં અર્થ શબ્દ મૂકવો જરૂરી છે.
શંકા - જો સૂત્રમાં અર્થ શબ્દ મૂકાશે તો તુ પ્રત્યયને લઇને આ સૂત્રની પ્રવૃત્તિ શક્ય નહીં બને. કેમકે તું પ્રત્યય કાંઇ મત્વર્થ માં (તુ પ્રત્યયના અર્થમાં) ન વર્તે. મત્વર્થ માં તો મનુ સિવાયના વિન્ આદિ પ્રત્યયો વર્તે.
સમાધાન - તુ પ્રત્યય મત્વર્થમાં કેમ ન વર્તે?
શંકા - મત્વર્થ એટલે માથી ઉપલક્ષિત એવો અર્થ. અહીંમા એ ઉપલક્ષણ છે. હવે ઉપલક્ષણ બીજાનો બોધ કરાવવામાં સફળ થઇ જતું હોવાથી તે કાર્યમાં નિમિત્ત ન બની શકે. પ્રસ્તુતમાં મા શબ્દ પોતાથી ઉપલક્ષિત એવા અર્થમાં વર્તતા વિન્ આદિ પ્રત્યયોને મત્વર્થ રૂપે ગણાવી આ સૂત્રના નિમિત્તરૂપે બોધ કરાવવામાં સફળ થઈ જતો હોવાથી તે મત્વર્થમાં વર્તીઆ સૂત્રથી થતા પદસંજ્ઞાના નિષેધરૂપ કાર્યમાં નિમિત્ત ન બની શકે. આમ પણ કહેવાય છે 'उपलक्षणं कार्यानन्वयी.'
સમાધાન - તમારી વાત બરાબર નથી. સુપ્રત્યય પણ મત્વર્થમાં વર્તી શકે છે. કેમકે મત્વર્થ એ એક વિશિષ્ટ અર્થ છે. મૂળ‘તરસ્યાસ્વમિન્નિતિ મ0: ૭.૨.?' સૂત્રમાં જે તરસાડસ્તિ' અને 'તસ્મિન્નતિ' આબે ષષ્ઠી અને સપ્તમીવાળા અર્થ બતાવ્યા છે તે જ મત્વર્થ છે. તેથી ભલે મત્વર્થ સ્થળે આ વિશિષ્ટ અર્થના વિશેષણ (ઉપલક્ષણ) તરીકે મg શબ્દ વપરાયો હોય, છતાં તે આ અર્થમાં તો વર્તવાનો જ. આમ પણ ત પસ્યક્ષિત્રિતિ મ0: ૭.૨.?' સૂત્રમાં જણાવ્યા પ્રમાણે આ બે અર્થ જ મત પ્રત્યયના થાય છે.
શંકા - પણ હમણાં જ આપણે પેલો ‘૩પત્તક્ષનું શાનવી' નિયમ જોઇ ગયા એનું શું?
સમાધાન - પહેલા એ નિયમ ક્યાં લાગે અને ક્યાં ન લાગે એ સમજો. જ્યાં અમુક સ્વરૂપે ઉપલક્ષણ બતાવ્યું હોય અને બીજા સ્વરૂપે કાર્યમાં યોગ (કાર્યાન્વય) બતાવ્યો હોય ત્યાં ઉપલક્ષણમાં પણ જો તે ઉપલક્ષ્યનું કાર્યાન્વયી સ્વરૂપ હાજર હોય તો ઉપલક્ષણનો કાર્યમાં યોગ થઇ શકે છે. જેમકે રેવત્તાનાયા બ્રાહ્મણT નાની નાનું (દેવદત્તની શાળાથી બ્રાહ્મણોને લઇ આવો.) આમ કહેવાતા દેવદત્ત પોતે જો બ્રાહ્મણ હોય તો તેને પણ તેની શાળાથી લાવવામાં આવે છે. અહીં જોવાની વાત એ છે કે શાળાદેવદત્તથી ઉપલક્ષિત (ઓળખાયેલી છે, તેથી દેવદત્ત શાળાનું