Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૬૮ અને વિશેષણ જેનું સ્વરૂપ નથી બનતું તે અતદાત્મા એવા ક્રિયા કે કારક કહેવાય. દા.ત. પાકક્રિયા સારી અને ખરાબ બે પ્રકારની જોવા મળે છે. તો શોભનં પતિ પ્રયોગ પ્રમાણે સારી પાક ક્રિયા તદાત્મા (= શબનમ્ વિશેષણ પદવાણ્ય સારપ જેનું સ્વરૂપ બને છે તેવી) પાકક્રિયા કહેવાય અને ખરાબ પાકક્રિયા અતદાત્મા પાકક્રિયા કહેવાય. તેવી રીતે કારક સ્થળે ઘર બે પ્રકારના જોવા મળે. કેટલાક નીલવર્ણ વાળા અને બીજા નીલેતર વર્ણવાળા. ની પર: પ્રયોગ પ્રમાણે નીલ ઘડા તદાત્મા કહેવાય, કેમકે ત્યાં નીલવર્ણરૂપ વિશેષણ તે ઘડાઓનું સ્વરૂપ બને છે અને અન્યવર્ણના ઘડાઅતદાત્માકહેવાય, કેમકે ત્યાંનીલવરૂપવિશેષણ તે ઘડાઓનું સ્વરૂપ બને છે અને અન્ય વર્ણના ઘડાઅતદાત્મા કહેવાય, કેમકે ત્યાંનીલ વિશેષણ તેમનું સ્વરૂપ નથી બનતું. આ બન્ને પ્રકારની ક્રિયાકે કારક પૈકી‘વિશેષણ” અતદાત્મા એવી ક્રિયા કે કારકથી તદાત્મા એવી ક્રિયા કે કારકને અલગ કરશે. અર્થાત્ એકલી પાકક્રિયા કે ઘટને લઈને સ્પષ્ટ નહોતું થતું કે અહીં પાકક્રિયા કે ઘટ બે પૈકીના કયા લેવા. પરંતુ શોભન” અને “નીલ” વિશેષણ અતદાત્મા એવી ખરાબ પાકક્રિયા અને નીલેતરવર્ગીય ઘડાઓથી સારી પાકક્રિયા અને નીલવર્ણાય ઘડાઓને જુદા તારવશે. એમાંય વ્યવધાન વિના સીધોજ અન્વય પામી જુદાતારવી આપનાર વિશેષણ પાકક્રિયાકે ઘટકારકનું સાક્ષાવિશેષણ કહેવાય અને જે સાક્ષાત્ વિશેષણનું ય વિશેષણ હોય તે સાક્ષાત્ વિશેષણના વિશેષ્યની અપેક્ષાએ પરંપરાએ વિશેષણ કહેવાય. જેમકે ‘સૂવઃ પતિ’ સ્થળે સૂઃ વિશેષણ વિવક્ષિત પાકક્રિયાને અન્યકર્તક પાકક્રિયાથી જુદી તારવી આપે, પણ સૂદકક પાકક્રિયાઓથી જુદી તારવીન આપે. પણ રાશઃ સૂઃ પતિ' પ્રયોગ સ્થળે રાજી: આ પરંપર વિશેષણ પદ વિવક્ષિત પાકકિયા (= રાજસૂદકતૃકપાકક્રિયાને) અન્યસૂકિર્તક પાકક્રિયાથી પણ જુદી તારવી આપશે. માટે પરંપર વિશેષણ પણ વ્યવચ્છેદક બને છે. તેથી તેને વિશેષણ માનવામાં કોઇ વાંધો નથી.(A)
આખ્યાતનું જે સાક્ષાત્ કે પરંપરાએ વિશેષણ, કે જે પ્રયુજ્યમાન હોય કે અપ્રયુજ્યમાન હોય, તેવા વિશેષણ સહિત પ્રયુજ્યમાન કે અપ્રયુજ્યમાન એવું આખ્યાત વાક્ય કહેવાય છે.
(4) પ્રયુજ્યમાન-અપ્રયુજ્યમાન વિશેષણ સાથે પ્રયુજ્યમાન-અપ્રયુજ્યમાન આખ્યાતનો સંબંધ થતા કુલ ચાર ભાંગા થશે. તેના દષ્ટાંત નીચે પ્રમાણે –
પ્રયુજ્યમાન વિશેષણ – પ્રયુજ્યમાન આખ્યાત –
(i) ઘ aો રક્ષા (i) બ નો રક્ષા – અહીં ધર્મ, વત્ અને નસ્ એ સાક્ષાત્ વિશેષણ છે. ફર્ક એટલો કે ધર્મ (ક) એ તિવાહિ પ્રત્યયથી અભિહિત થવાના કારણે સમાનાધિકરણ વિશેષણ છે, જ્યારે વ-ન
(A) यत् क्रियायाः साधनस्य वा तदतदात्मनोऽतद्रूपादव्यवधानेन व्यवच्छेदकं क्वचित् तत् साक्षात् विशेषणम्। यत् तद्विशेषणस्य
विशेषणं तत् पारम्पर्येण विशेषणम्।