Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.२७
૧૯૫ રૂાડમાવ: આવો અન્વય-વ્યતિરેક મળી શકતા નથી. કેમકે ઘણીવાર ઇન્દ્ર' અર્થને જણાવવા શ શબ્દને બદલે પુરન્દર શબ્દ વપરાયો હોય છે. આમ શબ્દોના જુદા જુદા એક જ અર્થ ન થતા હોવાથી અન્વય-વ્યતિરેકને લઈને તેમની અર્થવત્તાનો નિશ્ચય થઇ શકતો ન હોવાથી પ્રકૃતિ-પ્રત્યયના સમુદાયની અર્થવત્તાની સિદ્ધિ ભલે થાય, પણ આ પ્રકૃત્યર્થ છે અને આ પ્રત્યયાર્થ છે' એ સિદ્ધ થઈ શકે એમ ન હોવાથી પ્રકૃતિ અને પ્રત્યયના અર્થ જુદા પાડવાને બદલે બધા જ પ્રકૃતિના અર્થ થાઓ. જેમકે , મધુ અને નિરિત્ શબ્દસ્થળે સિ પ્રત્યયનો લોપ થતા એકત્વાદિ અર્થ પ્રકૃતિનો જ સંભવે છે.
સમાધાન - વૃક્ષ:, નિ વિગેરે સ્થળે કે જ્યાં પ્રત્યાયનો લોપ નથી થયો ત્યાં એકત્વાદિ અર્થ પ્રકૃતિનો શી રીતે સંભવશે? અથવા જો બધે પ્રકૃતિ જ એકત્વાદિ સંખ્યાનીવાચક બનવાની હોય તો વિભક્તિના પ્રત્યયનો પ્રયોગ જ શા માટે કરવો પડે?
શંકા - જેમ ધાતુ-ઉપસર્ગ સ્થળે ધાતુ જ બધા અર્થનો વાચક હોય છે, છતાં ઉપસર્ગનો અર્થના દ્યોતક રૂપે બાજુમાં પ્રયોગ કરવામાં આવે છે, તેમ વૃક્ષો, ન વિગેરે જે પ્રયોગસ્થળે પ્રત્યય લોપાયા ન હોય ત્યાં તેમને પ્રકૃતિથી વાચ્ય એકત્વાદિ અર્થના દ્યોતક રૂપે સમજવા. આ રીતે ભલે એકત્વાદિ સંખ્યા પ્રકૃતિથી જ વાચ્ય બનતી, છતાં પ્રકૃતિગત તે એકત્વાદિ અર્થને ઘોતિત કરવા બાજુમાં વિભક્તિના પ્રત્યયોનો પ્રયોગ કરવો જરૂરી છે.
અથવા બીજી રીતે વિચારીએ તો પ્રત્યય જ બધા અર્થનો વાચક થાઓ. જેમકે એટલે ‘વિષ્ણુ અને ગણ્ય (= વિનો:) અપત્ય વિગ્રહને લઈને મ પ્રકૃતિને ‘મત રૂન્ ૬.૨.૨૨' સૂત્રથી પ્રત્યય લાગતા વળેવી ૭.૪.૬૮' સૂત્રથી પ્રકૃતિનો લોપ થતા ફક્ત પ્રત્યયરૂપ શબ્દ બને છે. અહીં વિષ્ણુનો પુત્ર આઆખો અર્થ‘ પ્રત્યયાત્મક શબ્દમાંથી જ પ્રાપ્ત થાય છે. તેથી પ્રત્યયને જ અર્થનો વાચક માનવો જોઈએ અને પ્રકૃતિને તેમાં સહાયક માનવી જોઇએ. અર્થાત્ અર્થ પ્રત્યયથી જણાય અને પ્રકૃતિ સહકારી કારણ બને.
હવે આ બન્ને પૈકીના પ્રકૃતિ સર્વઅર્થની વાચક બને છે આ પક્ષ મુજબ પ્રકૃતિની અર્થવત્તા સિદ્ધ થાય છે, પણ પ્રત્યય સર્વઅર્થનો વાચક બને છે આ પક્ષે પ્રકૃતિ અર્થવતીરૂપે સિદ્ધ નથી થતી. આમ પ્રકૃતિને નામસંજ્ઞાન થઈ શકવાનો દોષ એમનો એમ ઊભો જ રહે છે.
સમાધાન -“પ્રકૃતિ અથવા પ્રત્યય જ બધા અર્થનાવાચક બને છે? આવું માનશું તો વૃક્ષ વિગેરે પ્રકૃતિ અને સિ વિગેરે પ્રત્યય સામાન્ય શબ્દ બની જશે. સામાન્ય શબ્દ કોઇ વિશેષ બોધક શબ્દ પાસે ન હોય અથવા પ્રકરણાદિ ઉપસ્થિત હોય તો વિશેષ અર્થને બતાવતો નથી અર્થાત્ તે સામાન્યથી સર્વઅર્થનો વાચક બને છે. ટૂંકમાં પ્રકરણાદિને સાપેક્ષ રહીને જે શબ્દ વિશેષ અર્થનો બોધ કરાવી શકે એવો હોય તેને સામાન્ય શબ્દ કહેવાય. પરંતુ વૃક્ષ વિગેરે પ્રકૃતિ અને સિ વિગેરે પ્રત્યય સ્થળે આવું જોવામાં આવતું નથી. પ્રસ્તુતમાં તો કેવળ વૃક્ષ બોલાતા પ્રકરણાદિની ઉપસ્થિતિ