Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૧૭
૧૧૭ સમાધાનઃ-ને ભલે બીજા કોઇ વર્ગોસ્વન હોય, છતાં વ્યક્તિ અનેક હોવાથી તેને બીજા સ્વ છે. આ પ્રમાણે ઉષ્માક્ષરમાં પણ સમજવું. તેથી ? અને ઉષ્માક્ષર સ્વ સંજ્ઞાના વ્યવચ્છેદ્ય રૂપે પ્રાપ્ત નહીં થઈ શકે. તેથી વસંજ્ઞાના સાફલ્યાર્થે યસ્ય પદ રહિત આ સૂત્રથી અમુક વર્ણને તુલ્ય સ્થાનાટ્યપ્રયત્નવાળા વર્ણ બીજા વર્ગને પણ સ્વસંશક ન થતા તે અમુક વર્ણને જ સ્વસંશક થઇ શકશે.
(અહીંઆ વાત ધ્યાનમાં લેવી કે ખૂ. વૃત્તિમાં સૂત્રની વ્યાખ્યા 'તુન્યો વન્તરણ સો નાડડચપ્રયત્નો યસ્ય સવર્ત પ્રતિ સંજ્ઞો મવતિ' આવી બતાવી છે. જેમાં તુલ્યનો અર્થ વર્ણાન્તર (બીજા વર્ણ)ને સદશ” આવો કર્યો છે. તેથી અહીં શંકા થશે કે ‘અને ઉષ્માક્ષર વર્ણાન્તરને સદશ નથી, પણ અને ઉષ્માક્ષરને જ સદશ છે. તો તેમને સ્વસંજ્ઞાની વ્યાખ્યા શી રીતે લાગુ પડશે?' પરંતુ અહીં વર્ણાન્તર એટલે ‘જુદા પ્રકારનો વર્ણ આવો અર્થ ન કરતાક્ત બીજો વર્ગ આટલો જ કરવાનો છે. વ્યક્તિ અનેક છે, તેથી એક ની અપેક્ષાએ બીજો વર્ણાન્તર થયો ગણાય. આમ – વર્ષાન્તરને સદશ થઇ શકે છે. ઉષ્માક્ષર અંગે પણ આમ સમજવું. આથી ? અને ઉષ્માક્ષરને સ્વસંજ્ઞાની વ્યાખ્યા લાગુ પડી શકે છે.)
(6) વર્ણના ઉત્પત્તિકાલે સ્થાન અને પ્રયત્નનું જે સહકારી કારણ, તેને વરખ કહેવાય છે. તે ચાર છે. (૧) જીભનું મૂલ (૨) જીભનો મધ્યભાગ (૩) જીભનો અગ્રભાગ અને (૪) જીભનો ઉપાચ (ટોચનો) ભાગ.
શંકા - જેના સ્થાન અને આસ્વપ્રયત્ન સરખા હોય તે વર્ગોને જેમ પરસ્પર સ્વ સંજ્ઞા થાય છે, તેમ જેના કરણ સરખા હોય તે વર્ગોને પરસ્પર સ્વસંજ્ઞા થાય છે, એમ પણ કહેવું જોઇએ. કેમકે જેના કરણ ભિન્ન હોય ત્યાં પરસ્પર સ્વત્વ જોવામાં આવતું નથી.
સમાધાન :- જે વર્ગોમાં સ્વત્વ જોવામાં આવે ત્યાં કરણ તુલ્ય હોય છે આવું શેના આધારે કહી શકાય ?
શંકા - પરસ્પર સ્વ એવા જિલ્લય, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય વર્ગોને જીભને આશ્રયી તુલ્યકરણ આ રીતે બતાવી શકાય. જિલ્લચ વર્ગોનું ઉચ્ચારણ જીભના મૂળ અપકરણ વડે થાય છે માટે ત્યાં કરણ સમાન થયું. તાલવ્ય વર્ગોનું ઉચ્ચારણ જીભના મધ્યભાગ રૂપકરણ વડે થાય છે. મૂર્ધન્ય વર્ગોનું ઉચ્ચારણ જીભના ઉપાગ્રભાગ અથવા અગ્ર ભાગના નીચેના ભાગરૂપકરણ વડે થાય છે. દંત્ય વર્ગોનું ઉચ્ચારણ જીભના અગ્રભાગ રૂપકરણ વડે થાય છે. બાકીના વર્ષો પોતપોતાના સ્થાન રૂપ કરણવાળા સમજવા. આમ બધે સ્વસંજ્ઞા પામનાર વર્ણોમાં કરણ સમાન મળે છે. તેથી કરણની તુલ્યતા પણ સ્વસંજ્ઞાની પ્રયોજિકા છે. તો પછી સૂત્રતુન્યરસ્થાનાડડચપ્રયત્ન: સ્વ: આવું કેમ ન બનાવ્યું?
સમાધાન - જે વર્ગોના સ્થાન અને આસ્થપ્રયત્નો સરખા હોય, તેના કરણ પણ પારખા જ હોય છે. તેથી સ્થાન અને આસ્યપ્રયત્નના સરખાપણામાં કરણનું સરખાપણું સમાઇ જતું હોવાથી કરણના સરખાપણાની સૂત્રમાં અલગથી વાત નથી કરી.