Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬.૧.૨૮
૧૩૧
શંકા :- તો પછી ‘‘સૂત્રમાં સિ વિગેરે પ્રત્યયવાચક પદો પછી જ ‘પ્રથમવિ’ વિગેરે બીજા પદોનો પ્રયોગ કરવો.’’ આવા પ્રયોગના નિયમ માટે આ સૂત્ર હોઇ શકે.
સમાધાન ઃ– પ્રયોગના નિયમની વાત પણ બરાબર નથી. કેમકે વ્યાકરણશાસ્ત્ર કયા પદનો કોના પછી પ્રયોગ કરવો તેના નિયમ માટે નથી. એ તો ફક્ત સાધુ પદોનો સંસ્કાર (= નિષ્પત્તિ) કરીને છૂટી જાય છે. પછી એ સંસ્કાર પામેલા પદોનો પ્રયોગ તો વક્તાની ઇચ્છાનુસાર થાય છે. જેમકે વ્યાકરણ દ્વારા આદર અને પાત્રમ્ આ બે પદ નિષ્પન્ન થયા. હવે તેમનો આદર પાત્રમ્ પ્રયોગ કરવો કે પાત્રમાદર પ્રયોગ કરવો એ વક્તાની ઇચ્છા ઉપર છોડવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં પણ ‘સિ વિગેરે પ્રત્યયવાચક પદોનો પહેલા પ્રયોગ કરવો કે પછી’ એમાં નિયમ કરવો એ વ્યાકરણનો વિષય નથી. એ પ્રયોગ સૂત્રકારની ઇચ્છાને આધીન છે. જેમકે ‘વીર્ધદ્યાવ્યજ્ઞનાત્ સેઃ ૧.૪.૪' સૂત્રમાં ત્તિ પ્રત્યયવાચક સેઃ પદનો પ્રયોગ પાછળ છે, જ્યારે આ સૂત્રમાં ‘સ્યોનસમા॰' આમ પૂર્વમાં પ્રયોગ છે.
અ
શંકા :- તો પછી સિ-ઓ-નસ્ વિગેરે ત્રણ ત્રણ પ્રત્યય રૂપ સ્થાની ક્રમશઃ પ્રથમ આદિ રૂપે આદેશ પામે તે માટે આ સૂત્ર હોવું જોઇએ.
સમાધાન :- ના, આ સૂત્ર સંજ્ઞા પ્રકરણમાં રચ્યું છે, તેથી સ્થાનીના આદેશાર્થે પણ આ સૂત્ર સંભવતું નથી. જો આદેશાર્થે જ આ સૂત્ર હોય તો તેને સંજ્ઞા પ્રકરણમાં બતાવવાની શી જરૂર ?
વળી આ સૂત્ર સંજ્ઞા પ્રકરણ અંતર્ગત હોવાથી ત્તિ વિગેરે પ્રત્યયો આગમરૂપે અને પ્રથમ આદિ શબ્દ આગમી (આગમને પ્રાપ્ત કરનાર) રૂપે પણ સંભવતા નથી. તેમ જ આ સૂત્રમાં આગમને સૂચવનારુ અન્ત(A) વિગેરે લિંગ પણ હાજર નથી. તેથી આગમ-આગમીભાવ ન બતાવી શકાય.
શંકા ઃ- તો પછી ત્તિ આદિ અને પ્રથમ વિગેરે વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ બતાવવા આ સૂત્ર હોવું જોઇએ.
સમાધાન :- વ્યાકરણમાં લક્ષણ (સૂત્ર)ની રચના શબ્દોના સંસ્કાર માટે કરવામાં આવે છે. તેથી પ્રસ્તુત શબ્દને લગતા લક્ષણ (સૂત્ર)માં વિશેષણ-વિશેષ્યભાવ બતાવવો અનુપયોગી હોવાથી આ સૂત્ર વિશેષણ-વિશેષ્યભાવ બતાવવા પણ સંભવતું નથી. તેથી પારિશેષન્યાયથી) સ્યાદિ પ્રત્યયોનો પ્રથમા વગેરે રૂપે વ્યવહાર લોકમાં થતો ન હોવાથી અને અનુક્રમે સંજ્ઞા પ્રકરણમાં આ સૂત્રનું વિધાન કર્યું હોવાથી સંજ્ઞાને માટે આ સૂત્રની રચના છે. આ પદાર્થ પાણિનિ વ્યાકરણમાં ‘પા.પૂ. ૧.૨.૬' મ. ભાષ્ય, જિનેન્દ્ર બુદ્ધિન્યાસ તથા પદમંજરી ટીકામાં બતાવ્યો છે.
(A) જ્યાં આગમ થાય છે એમ બતાવવું હોય ત્યાં આ વ્યાકરણના સૂત્રમાં અન્ત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જેમકે ો: ટાવન્તો૦ ૧.રૂ.૨૭’, ‘કવિત: સ્વરાન્નોઽન્તઃ ૬.૪.૮' વિગેરે સૂત્રો જુઓ.
(B) इतरसकलविशेषव्यवच्छेदेन इष्टविषयसिद्धिः पारिशेषन्यायः ।