Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
(૩૭ (૧) ક્રિયા : (a) સાધ્યરૂપ પૂર્વાપરીમૂતાવવા ક્રિયા (વ્યાકરણકારો) જે પૂર્વાપરીભૂત અવયવવાળી હોય અને સાધ્યરૂપા હોય એને કિયા કહેવાય. અહીં ક્રિયાના લક્ષણમાં બે અંશો છે. તેમનો અર્થ આ પ્રમાણે સમજવો –
(i) પૂર્વાપરીમૂતાડવાવા - ક્રિયા આમ તો આરંભથી લઈને અંત સુધી એક જ હોય છે, છતાં તેની કમિક ઉત્પત્તિ જોવામાં આવે છે. ક્રિયાની ક્રમિક ઉત્પત્તિની વિષય બનતી વિવિધ અવસ્થાઓને અહીં ક્રિયાના અંગ (અવયવો રૂપે કલ્પવામાં આવે છે. જેમ કે પર્ ધાત્વર્થ પાકક્રિયા આમ તો વિક્લિતિ (= પાકપોચાશ) ને અનુકૂળ ક્રિયારૂપે આરંભથી લઈને અંત સુધી એક જ છે. છતાં તેમાં ક્રમશઃ વાસણને ચૂલા ઉપર ચઢાવવું, ચૂલો ચેતાવવા ફૂંક મારવી, વાસણમાં ચોખા મૂકવા, લાકડા હલાવતા રહેવું, છેલ્લે વાસણને ચૂલા પરથી નીચે ઉતારવું; આ વિવિધ અવસ્થાઓ તેના અવયવરૂપે જોવામાં આવે છે. આ અવસ્થાઓ સમકાલીન નથી હોતી, પરંતુ પૂર્વાપરીભૂત (= આગળ પાછળ થનારી) હોય છે. જેમ કે ચૂલો ચેતાવવો, વાસણ ચૂલા ઉપર મૂકવું; આ અવસ્થાઓ પૂર્વની છે અને વાસણ ચૂલા ઉપરથી નીચે ઉતારવું એ અવસ્થા પછીની છે. આમ ધાત્વર્થ પાક વિગેરે કોઇપણ કિયા અવાનર અવસ્થાઓરૂપ અવયવોવાળી રહેવાથી તે પૂર્વાપરીપૂતી વયવ ગણાશે.
(ii) સાધ્ય – સાધ્યરૂપા એટલે સાધનના વ્યાપારને પરતંત્ર સ્વરૂપવાળી. જેમ કે પતિ સ્થળે વિક્લિતિ (= પાકપોચાશ) ને સાધવાની ક્રિયા કર્તા વિગેરે સાધનોને આધારે છે. : પતિ?, કં પતિ?, વેન પતિ?, વવ પતિ?, ત: માનીત પતિ?, મે પતિ? આ પ્રમાણે સાધનની આકાંક્ષા થતા “ચૈત્ર ચોખાને લાકડા વડે કોઠીમાંથી લઇને મૈત્ર માટે રાંધે છે” એમ કહેવાથી નિરાકાંક્ષ પ્રતીતિ થાય છે. આના પરથી જણાય છે કે કોઇપણ ક્રિયા એ કર્તા, કર્મ વિગેરે સાધનોને પરતંત્ર હોય છે.
આમ ક્રિયા પૂર્વાપરીભૂત અવયવવાળી અને સાધ્યરૂપા હોય છે.
(b) વેવ્યમાં સંયોગ-વિમાનોનપેક્ષારí કર્મ (f) નક્ષણમ્ (વૈશેષિક-૧.૧.૧૭) કેવળ મૂર્તદ્રવ્યમાં જ રામવેત (સમવાય સંબંધથી રહેલી હોય, નિર્ગુણ (ગુણરહિત) હોય અને સંયોગ-વિભાગની ઉત્પત્તિનું જે અન્યનિરપેક્ષકારણ હોય તે કર્મ છે.
(૨) Tv : ... (2) વિશેષi : (ભર્તુહરિ) - ગુણ દ્રવ્યને આશ્રયીને રહેતું હોવાથી તે દ્રવ્યનું વિશેષણ બને. યદ્યપિ ‘જ વ્યાવતિ તદ્ વિશેષા નિયમ મુજબ જે વસ્તુ પોતાના સંબંધી વસ્તુને સજાતીય પદાર્થોથી વ્યાવર્તિત કરે (જુદી પાડે) તેને વિશેષણ કહેવાય. જેમ કે – નીતં મનમ, અહીંનીલવર્ણાત્મિક ગુણ પોતાના સંબંધી કમળને સજાતીય એવા રકત વિગેરે કમળથી જુદું તારવે છે, માટે “નીલ” કમળનું વિશેષણ કહેવાય.