Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૪૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન તથા જો જાતિને પ્રત્યેકમાં રહેનાર ન સ્વીકારીએ તો જે જે ગાયમાં ગોત્વ ન રહ્યું હોય તે તે ગાયને ગાય તરીકે જાણવી શક્ય ન બને. માટે તેને એક, નિત્ય અને સર્વત્ર વૃત્તિ માનવી પડે.
હવે જાતિ ત્રણ પ્રકારની હોય છે. કેટલીક જાતિઓ આકૃતિ દ્વારા ગ્રાહ્ય બનતી હોય છે. જે જાતિઓ આકૃતિ દ્વારા ગ્રાહ્ય ન બનતી હોય તેમનો વાચક શબ્દ ત્રણે લિંગમાંન વર્તતો હોવો જોઇએ. અર્થાત્ ત્રણે લિંગમાંના વર્તતા શબ્દથી વાચ્ય પદાર્થમાં જાતિ રહે છે તેમ સ્વીકારવામાં આવ્યું છે અને જ્યાં જાતિ હોવા છતાં આગળની બે રીત મુજબ તે સિદ્ધ ન થઇ શકતી હોય તો તેને માટે જોત્ર જ વરને: સદ' કહી શ્લોકમાં જાતિને સિદ્ધ કરવાની ત્રીજી રીત બતાવી છે. આને જરા વ્યવસ્થિત રીતે સમજીએ.
(i) ગતિશT – આકૃતિ = સંસ્થાન = આકાર. વસ્તુના આકાર દ્વારા જે જાતિઓ જણાતી હોય તેમને આકૃતિગ્રહણ કહેવાય છે. જેમકે શીંગડા, પૂંછડા અને ગોદડી વિગેરે સમાન અવયવોના આકારવાળી ગાયોમાં વર્તતીગોત્વ જાતિ આકૃતિગ્રહણા છે. ઘટત્વ, પટવ, મનુષ્યત્વ આદિ જાતિઓ પણ આવી જ સમજવી.
(i) નિનાં જ સર્વમવિ – બ્રાહ્મણ, ક્ષત્રિય વિગેરેના આકારો સમાન હોય છે, તેથી આકારના આધારે બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્ન આદિ જાતિઓને જાણવી શક્ય ન બને. માટે જાતિનું આ બીજું લક્ષણ બતાવ્યું છે. જે વસ્તુનો વાચક શબ્દ ત્રણે લિંગમાં ન વર્તતો હોય તે વસ્તુમાં જાતિ રહે છે. જેમકે બ્રાહ્મણોનો વાચક બ્રાહ્મણ શબ્દ શ્રીમા અને ત્રીદાળને આમ બે જ લિંગમાં વર્તે છે, નપુંસકલિંગમાં નથી વર્તતો. તેથી બ્રાહ્મણોમાં વર્તતું બ્રાહ્મણત્વ એ જાતિ કહેવાય. આ જ રીતે ક્ષત્રિયત્વ, વૈશ્યત્વાદિ જાતિઓ અંગે પણ સમજવું.
અહીંધ્યાનમાં રાખવું કે જાતિનું આ બીજું લક્ષણ આકૃતિગ્રહણા’ એ પ્રથમ લક્ષણ દ્વારા જેમનો જાતિ તરીકે સંગ્રહ શક્ય ન હોય તેમના સંગ્રહ માટે છે, નહીં કે પ્રથમ લક્ષણના સંકોચ માટે. તેથી “નદી’ નો વાચક તટ શબ્દ તર:, તારી અને તટઆમ ત્રણે લિંગમાં વર્તતો હોવાથી બીજા લક્ષણ મુજબ ભલે નદીમાં તત્વ જાતિ સિદ્ધ ન થઈ શકતી હોય, છતાં દરેક નદીઓના બે કિનારા હોવા વિગેરે આકારો સમાન હોવાથી તેમાં ‘આકૃતિગ્રહણી’ આ પ્રથમ લક્ષણ મુજબ તત્વ જાતિ સિદ્ધ થઈ શકશે.
યઘપિ વિત્ત શબ્દ દેવત્તા અને વત્તા આમ બે જ લિંગમાં વર્તે છે. તેથી બીજા લક્ષણ મુજબ દેવદત્ત પદાર્થમાં દેવદત્તત્વ જાતિ માનવાની આપત્તિ આવે. પરંતુ આ આપત્તિ નહીં આવે. કેમકે અમે આગળ જ કહી ગયા છીએ કે જાતિનું કામ અનુગત પ્રતીતિ કરાવવાનું છે. દેવદત્તત્વ દરેક દેવદત્તમાં “આ દેવદત્ત છે, આ દેવદત્ત છે આવી અનુગત પ્રતીતિ નથી કરાવતું, માટે તેને જાતિ ન માની શકાય. જ્યારે બ્રાહ્મણત્વ એ બ્રાહ્મણ તરીકે ઓળખાયેલ વ્યકિતના માતા, પિતા,પુત્રાદિ દરેક સ્વજન અને જ્ઞાતિજનને વિશે આ બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણ છે' એમ અનુગત પ્રતીતિ કરાવતું હોવાથી તેને જાતિ માની શકાય.