Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વ્યક્તિનું પ્રતિપાદન થાય. વ્યાકરણકારો યથાવસર બન્ને પક્ષોને લઇને ઇષ્ટપ્રયોગોની સિદ્ધિ કરતા હોય છે. હવે વ્યકિતપક્ષાનુસાર વર્ણસમાસ્નાયસ્થ ન વિગેરે હ્રસ્વ શબ્દો દ્વારા કેવળ તેમનું જ ગ્રહણ થઇ શકે, દીર્ધનું નહીં. માટે દીર્ઘવર્ણોના ગ્રહણાર્થે વર્ણસમાપ્નાયમાં તેમનો પાઠ દર્શાવવો જરૂરી છે.
શંકા - વ્યકિતપક્ષાનુસાર જેમ દીર્ઘવર્ણોને અલગથી બતાવો છો, તેમ તેમના સાનુનાસિક વિગેરે ભેદો પણ ગ્રહણ થવા શક્ય ન હોવાથી તેમનો પાઠ પણ અલગથી વર્ણ સમાસ્નાયમાં બતાવવો જોઇએ.
સમાધાન - સાનુનાસિક આદિ ભેદોમાં અભેદ અધ્યવસાય થઇ શકે છે. તેથી જાતિપક્ષાનુસારે તેમનો હસ્ય, દીર્ધ આદિ વર્ગોમાં સમાવેશ થઇ શકે છે. આશય એ છે કે વર્ણસમાપ્નાયમાં જે વર્ષો વચ્ચે પરિટ ભેદ હોય તેમનો વ્યકિતપક્ષને આશ્રયી અલગથી પાઠ દર્શાવ્યો છે અને જેમની વચ્ચે પરિફુટ ભેદ ન હોય તેમનો અભેદ અધ્યવસાય થઈ શકતો હોવાથી જાતિપક્ષને આશ્રયી તેમનો અલગથી પાઠ દર્શાવ્યો નથી. ચોક્કસ કાળમર્યાદાના વિષય બનતા વર્ગો વચ્ચે પરિફુટ ભેદ હોય. જેમકે હ્રસ્વવર્ણોની એક માત્રા, દીર્ધની બે માત્રા અને ડુતવર્ગોની ત્રણ માત્રા જેટલો નિયતકાળ ગણાવ્યો છે, તેથી તેમની વચ્ચે પરિક્રુટ ભેદ સંભવે છે. માટે વર્ણસમાસ્નાયમાં તેમનો મ મ રૂ . એમ વ્યકિતપક્ષને આશ્રયી અલગથી પાઠ દર્શાવ્યો છે. પરંતુ હસ્ય, દીર્ઘ કે
હુતના સાનુનાસિક અને નિરનુનાસિક ભાંગાઓમાં કંઈ કાળભેદ પડતો નથી. તેથી સમાનકાલીનતાને લઈને તેમના સાનુનાસિક અને નિરનુનાસિક ભાંગાઓ વચ્ચે અભેદ અધ્યવસાય થઇ શકે છે. તેથી જાતિપક્ષને આશ્રયી હસ્ય, દીર્ધ અને પ્લત વર્ગોના સાનુનાસિક અને નિરનુનાસિક ભાંગાઓનો તે હસ્ય, દીર્ધ અને પ્લતવમાં જ સમાવેશ કરી લેવામાં આવ્યો છે, માટે વર્ણસમાપ્નાયમાં તેમને અલગથી બતાવવાનું નથી રહેતા.
શંકા - ડુતવર્ણો પરિક્રુટમેદવાળા છે તો તેમનો પાઠ વર્ણસમાસ્નાયમાં ક્યાં દર્શાવ્યો છે?
સમાધાન :- પ્રસ્તુત સૂત્રમાં ‘ા . આમ જે બહુવચન કર્યું છે તેનાથી વર્ણસમાપ્નાયમાં પરિસ્કૂટ ભેટવાળા પ્લત સ્વરોનો સંગ્રહ કર્યો છે. વાત એમ છે કે વર્ણસમાસ્નાયમાં દીર્ધસ્વરોનો જે પાઠ છે તે પ્લત સ્વરોનું ઉપલક્ષણ^ છે અને દીર્ધસ્વરોના પાઠથી ઉપલક્ષિત સ્કુતસ્વરોનો ગોવત્તા:' એમ બહુવચન કરી વર્ણ સમાસ્નાયગત વર્ષોમાં અંતર્ભાવ ન કરતા અલગથી સંગ્રહ કરવામાં આવ્યો છે. માટે પ્લત વર્ગોનો પાઠ પણ વર્ણ સમાસ્નાયમાં બતાવેલો જ સમજવો.
શંકા - જો એમ છે તો દ્રવૃત્તિમાં મધ્યમવૃત્તિ અને વિલંબિતાવૃત્તિનો પરિફુટ ભેદ જોવામાં આવે છે, તેમ મધ્યમામાં કૂત-વિલંબિતાવૃત્તિનો અને વિલંબિતામાં કૂત-મધ્યમવૃત્તિનો પરિફુટ ભેદ જોવામાં આવે છે. તેથી તેમનામાં પણ સ્વરસંજ્ઞાનો વ્યવહાર થવો જરૂરી છે. પરંતુ આ સૂત્રમાં બહુવચન દ્વારા તેમનો સંગ્રહ કર્યોન હોવાથી તેમને સ્વરસંજ્ઞા નહીં થઇ શકે. (A) સ્વમતિપત્વેિ સતિ વેતરતિપાત્વમુનક્ષત્રમ્