Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૭૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (2) સૂત્રમાં વર્તતા -દિ-ત્રિ શબ્દો માત્ર શબ્દના વિશેષણ છે અને માત્ર શબ્દ બહુવ્રીહિસમાસ પામી અન્ય પદાર્થ વર્ણ શબ્દનું વિશેષણ બને છે.
શંકા - જે પોતાના વિશેષ્યને સજાતીય પદાર્થોથી વ્યાવર્તિત કરે (જુદો તારવે) તેને વિશેષણ કહેવાય. વસ્તુ વિશેષણત્યારે થઈ શકે, જ્યારે બન્ને પદાર્થો વચ્ચે પ્રયાસત્તિ (સંબંધ) હોય. પ્રત્યાત્તિ ઉપકારને આશ્રયીને સંભવે અને ઉપકાર ક્રિયા દ્વારા થઇ શકે. જેમ કે નીતૂ મન વિશેષણ વિશેષ્ય સ્થળે નીત્તને મસ્તનાં વિશેષણ (= વિવક્ષિત મત્ત ને પીત્ત વિગેરે બીજા સઘળાય કમળથી વ્યાવર્તન કરનાર) રૂપે બતાવવું છે. તેને માટે ની નો
મન સાથે સંબંધ થવો જરૂરી છે અને તે સંબંધ ત્યારે થઈ શકે, જ્યારે નીત વર્ણ મત્તની નીલીકરણ ક્રિયાને લઈને તેના ઉપર ઇતર સઘળાય પીતાદિ કમળથી તેને વ્યાવર્તન કરવારૂપ ઉપકાર કરે. આમ નીલવર્ણનીલીકરણ ક્રિયાને લઈને કમળ ઉપર તેને બીજા સઘળાય કમળથી જુદું તારવવા રૂપ ઉપકાર કરવા દ્વારા તેની (કમળની) સાથે સંબંધ સાધે છે, માટે તે કમળનું વિશેષણ બને છે. જો આ વાત ન સ્વીકારવામાં આવે તો સઘળા ય પદાર્થો બધાના વિશેષણ અથવા વિશેષ્ય થઇ જાય. કેમકે પ્રશ્ન થાય કે “નીલવર્ણ જો કમળની નીલીકરણ (= નીલ વર્ણના અર્પણ) ની ક્રિયા નથી કરતું, તો તે કમળનું જ વિશેષણ કેમ બને? બીજાનું કેમ નહીં?' આમ સઘળાય વિશેષણ-વિશેષ્ય સ્થળે સમજવું. પ્રસ્તુતમાં માત્રા (કાળવિશેષ) ને વર્ણનું વિશેષણ બતાવ્યું છે, પણ એવી કોઈ ક્રિયા નજરમાં આવતી નથી, જેને લઈને માત્રા અને વર્ણ વચ્ચે સંબંધ ગોઠવાઈ તેઓ એકબીજાના વિશેષણવિશેષ્ય બની શકે.
સમાધાનઃ-માત્રા અને વર્ણ વચ્ચે ઉચ્ચારણ ક્રિયાને લઈને સંબંધ પ્રાપ્ત થઈ શકવાથી માત્રા વર્ણનું વિશેષણ બની શકે છે. જે વર્ણનું ઉચ્ચારણ માત્રારૂપ કાળ વડે મપાય તે વર્ણ માત્રારૂપ કાળ વડે વિશેષિત કરાય છે. આમ પણ કહી શકાય કે એક માત્રાત્મક કાળ ઉચ્ચારણ ક્રિયાને લઈને મ વિગેરે હ્રસ્વ વર્ગોને તેમના સજાતીય દીર્વાદિ વર્ષોથી વ્યાવર્તિત કરવા રૂપ ઉપકાર કરી તેમની સાથે સંબંધ સાધી શકે છે, તેથી એકમાત્રા હસ્વ વર્ગોનું વિશેષણ બનશે. આમ બે માત્રા અને ત્રણ માત્રા ક્રમશઃ દીર્ધ વર્ગો અને ડુત વર્ગોનું વિશેષણ બનશે.
(3) અહીં પ્રશ્ન-દ્વિ- એ (માત્રાનું) વિશેષણ છે, જ્યારે હ્રસ્વ-દીર્ઘ-સ્તુત એ “અન્ય પદાર્થ છે. બન્નેની સંખ્યા ત્રણ ત્રણ છે, તેથી ‘થાક્યમનુ: સમાનાએ ન્યાયથી યથાસંખ્ય અન્વય થવાના કારણે આવી ત્રણ સંજ્ઞા પ્રાપ્ત થશે – (૧) જેનું ઉચ્ચારણ કરવામાં એક માત્રા થાય, તે સ્વરને હસ્વ કહેવાય છે. (૨) જેનું ઉચ્ચારણ કરવામાં બે માત્રા થાય, તે સ્વરને વીર્થ કહેવાય છે અને (૩) જેનું ઉચ્ચારણ કરવામાં ત્રણ માત્રા થાય, તે સ્વરને પ્રસ્તુત કહેવાય છે.