Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨..૨૬
૧૦૫. શંકા - એ ન્યાયથી ‘’ અને ‘)(' ને વર્ણરૂપે સિદ્ધ કરશો તો જૂનો લોપ પણ ના આદેશરૂપ હોવાથી લોપ” ને પણ વર્ણ માનવો પડશે.
સમાધાન - એમ કાંઇ લોપને વર્ણન માની શકાય, કારણ લોપ તો અભાવ સ્વરૂપ છે અને અભાવ કદાપિ ભાવનો આશ્રય ન બને. જો તેમ માનીએ તો ઘટાભાવમાં પટ (ભાવપદાર્થ) રહે છે આવું માનવાનો અતિપ્રસંગ (અતિવ્યામિ) દોષ આવે. આશ્રય-આશ્રયીભાવ ભાવાત્મક વસ્તુમાં હોય. જેમકે ઘટમાં જળ.
=' અને 'ઈ' કાંઈ અભાવ સ્વરૂપ નથી, પરંતુ સૂનો ભાવાત્મક આદેશ છે. માટે વર્ણસમાપ્નાયમાં નહીં દર્શાવેલા પણ તેઓ વર્ણ રૂપે મનાય છે. આ વાત સૂત્રોક્ત બહુવચનથી સૂચવવામાં આવી છે. અહીં ધ્યાન રાખવું કે સૂત્રોકત બહુવચન' અને (એ વર્ણ છે? આ વાતનો કેવળ અનુવાદ (લોકપ્રસિદ્ધ વાતનું પુનઃકથન) કરે છે, પરંતુ તેમને વર્ણરૂપે સિદ્ધ નથી કરતું. અર્થાત્ તે અનુવાદક છે, પ્રાપક નહીં.
આશય એ છે કે “ અને ')' ને અભાવ રૂપે સ્વીકારીએ તો અભાવરૂપ તેઓ ભાવાત્મક એકત્વત્વિ-બહુત્વ વિગેરે સંખ્યાનો આશ્રય શી રીતે બની શકે ? અર્થાત્ ન બની શકે. કારણ અભાવ એ કોઇ સત્ વસ્તુ નથી પરંતુ અસત્ છે, માટે તે કોઈનો આધારન બની શકે. આશ્રય-આશ્રયીભાવતો ભાવાત્મક પદાર્થો વચ્ચે જ ઘટી શકે. આમ –' અને 'C' ને ભાવાત્મક પદાર્થ જ માનવા જોઈએ. જેથી એકત્વ વિગેરે સંખ્યાના આશ્રય બનતા તેમને એકવચન, દ્વિવચન આદિ થઇ શકે. આમ ભાવપદાર્થ અને )( એકત્વાદિ સંખ્યાના આશ્રય બનતા હોવાથી જ સૂત્રમાં ‘અંગ:)(પાસા:' આમ બહુવચન કરી તેમનું વર્ણત્વ સૂચિત કર્યું છે.
શંકા - જો પૂર્વે કહ્યું તેમ બહુવચન સૂચક જ બનતું હોય પણ વિધાયક ન બનતું હોય તો કેમ ‘મોન્તા: સ્વર: ૧.૨.૪' સૂત્રમાં બહુવચનને સ્વરસંશાના વિષયમાં ડુતવર્ગોના ગ્રાહક રૂપે બતાવ્યું છે?
સમાધાન - હસ્વવર્ણ જ માત્રાની વૃદ્ધિને લઈને પ્લત બને છે. અર્થાત્ હ્રસ્વ વિગેરે વર્ણને જ જો ત્રણ માત્રા જેટલા લંબાવવામાં આવે તો તે ડુત ગણાય છે. તેથી હસ્વ વર્ણને સ્વર સંજ્ઞા થવાથી ડુતને પણ તે સિદ્ધ જ છે. આમ ‘ગોન્તા. સ્વર:' સૂત્રમાં પણ બહુવચન પ્લત વર્ગોની સ્વરસંજ્ઞાના સૂચક રૂપે જ છે. અર્થાત્ ત્યાં પરપ્રહાર્થ નો અર્થ સૂચનાર્થ કરવો.
શંકા - એમ તો દીર્ધ વર્ગો પર હસ્વ વર્ગોની માત્રાની વૃદ્ધિને લઈને જ બને છે. તેથી હ્રસ્વ વર્ગોને સ્વરસંજ્ઞા થવાથી દીર્ધ વર્ગોને પણ તે સ્વયં સિદ્ધ જ છે. તો શા માટે વર્ણસમાસ્નાયમાં દીર્ધ વર્ગોનો પાઠ દર્શાવ્યો છે? જે દીર્ધનો બતાવ્યો છે તો હુતનો પણ દર્શાવવો જોઈએ.
સમાધાનઃ-ડુતવર્ગોનો વર્ણસમાપ્નાયમાં પાઠ એટલા માટે નથી દર્શાવ્યો, કેમકે તેઓ અલ્પવિષયવાળા (બહું ઓછો પ્રયોગ થતા હોય તેવા) છે આ વાતનું જ્ઞાપન કરવું છે અને દીર્ઘ વર્ણો પ્રચૂર વિષયવાળા છે માટે