Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૧૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વuિffમ: પ્રતિદીમાનવી(A), 'વત્' (અર્થ – શબ્દો પુદ્ગલના વિકાર (પર્યાય) છે, કેમકે તેમનું બાહ્ય ઇન્દ્રિયથી(B) પ્રત્યક્ષ થતું હોવાથી અથવા તેઓ બાહ્યવસ્તુ દ્વારા વેગ, રુકાવટ, વિભિન્નતા વિગેરેને પામતા હોવાથી. જેમકે ગંધ.) અહીંવ: પક્ષ છે. પુસ્તપરામત્વ સાધ્ય છે. વન્દ્રિયપ્રત્યક્ષત્વ અને વાહવિધિ: પ્રતિદીમાનવ આ બે હેતુઓ છે તથા અન્ય એ દષ્ટાંત છે. કોઇપણ અનુમાનમાં હેતુ દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવામાં આવતી હોય છે. હેતુ જો સ હોય તો તેના દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ થઇ શકે અને જો વ્યભિચારાદિ દોષથી દુષ્ટ હોવાથી અસદ્ હોય તો તેના દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ ન થઇ શકે. હેતુ પોતાનામાં વર્તતી સાધ્યની વ્યાતિ (વ્યાપ્યતા) અને પક્ષવૃત્તિતા દ્વારા પક્ષમાં સાધ્યને સિદ્ધ કરે છે. તેમાં સાધ્યની વ્યાપ્તિ હેતુમાં છે (અર્થાત્ સાધ્યની અપેક્ષાએ હેતુ વ્યાપ્ય છે.) તે વાતને દઢ કરવા દષ્ટાંત બતાવાતું હોય છે. પ્રસ્તુતમાં જ્યાં જ્યાં બાધેન્દ્રિય પ્રત્યક્ષત્વ હોય ત્યાં ત્યાં પુલપરિણામત્વ હોય જેમકે ગધમાં’ અને ‘જ્યાં જ્યાં પુદ્ગલપરિણામત્વન હોય ત્યાં ત્યાં બાલ્વેન્દ્રિય પ્રત્યક્ષત્વન હોય, જેમકે આકાશમાં.” આમ અન્વય અને વ્યતિરેક બન્ને વ્યાપ્તિ હેતુમાં મળે છે. બીજા અનુમાન સ્થળે પણ જ્યાં જ્યાં બાહ્યવસ્તુ દ્વારા પ્રતિહન્યમાનત્વ હોય ત્યાં ત્યાં પુદ્ગલપરિણામcહોય, જેમકે ગન્ધમાં (C)' અને જ્યાં જ્યાં પગલપરિણામત્વન હોય ત્યાં ત્યાં બાહ્યવસ્તુ દ્વારા પ્રતિહન્યમાનત્વન હોય, જેમકે આકાશમાં.' આમ બન્ને વ્યાપ્તિ હેતુમાં પ્રાપ્ત થાય છે. વળી વર્ણનું બાહ્ય એવી શ્રોત્રેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ અને બાહ્યવસ્તુ દ્વારા પ્રતિહનમાનત્વ બન્ને સંભવતા હોવાથી પક્ષ એવા વર્ણમાં વાજિયપ્રત્યક્ષત્વ અને વાદ્યમિ: પ્રતિદીનાનત્વ આ બન્ને હેતુઓ વર્તતા હોવાથી હેતુમાં પક્ષવૃત્તિતા પણ મળે છે. હવે વ્યાપ્ય જ્યાં રહે ત્યાં વ્યાપક રહેવાનો જ. તેથી સાધ્યને વ્યાપ્ય બન્ને હેતુ જો પક્ષમાં રહે છે, તો વ્યાપક એવું પુદ્ગલપરિણામ–” સાધ્ય પણ પક્ષમાં રહેવાનું જ. આમ વર્ગોમાં પુદ્ગલપરિણામત્વ સિદ્ધ થાય છે.
શંકા - પ્રથમ અનુમાનનાં હેતુમાં ગોત્વવિગેરે સામાન્ય (જાતિ) ને લઇને વ્યભિચાર) દોષ આવે છે. સાધ્ય ન રહેતો હોય તેવા સ્થળે જો હેતુ રહી જાય તો હેતુમાં સાધ્યની વ્યામિનો નાશક વ્યભિચાર દોષ આવે. પ્રસ્તુતમાં ગોત્વ વિગેરે જાતિમાં પુદ્ગલપરિણામત્વ સાધ્ય નથી રહેતું અને બાધેન્દ્રિય પ્રત્યક્ષત્વ હેતુ રહી જાય છે, માટે વ્યભિચાર સ્પષ્ટ છે. અહીં એવી શંકા ન કરવી કે ‘ગોત્વ જાતિનું બાહ્ય ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ ક્યાં થાય છે?' કેમકે નિયમ છે કે ‘રક્રિયેળ ચા વ્યmaો તતા ખાતિર તેનેન્દ્રિય '. ગાય જો ચક્ષુથી (A) અહીં બે હેતુઓ અલગ-અલગ છે તેથી વ: પુત્તિપરિણામ: વાદ્રિ પ્રત્યક્ષત્થાત્ અને વર્ષો પુત્તરમાં
વીur: પ્રતિદીમાનવા આમ બે અનુમાન સમજવા. સ્પર્શ-રસ-ઘાણ-ચક્ષુ-શ્રોત્ર આ પાંચ બાહ્ય ઇન્દ્રિયો છે. ગંધ પવનની દિશામાં ફેલાય, ભીંત આડે આવે તો રુકાવટને પામે ઇત્યાદિ કારણે તે બાહ્યવસ્તુ દ્વારા પ્રતિહન્યમાન
છે. તેથી તે પગલપરિણામરૂપ પણ છે. (D) હેતો સાપ્યામાવવવૃત્તિત્વમ્ fમવાર: