Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬૫
સમાધાન - પહેલા આ કૂતવૃત્તિ વિગેરે છે શું એ તો સમજાવો?
શંકા - વકતાને એકના એક શ્લોક કે વેદની ઋચાને બોલતા જળઘડિયાળના મધ્યભાગમાં વર્તતી સૂક્ષ્મ નાડી થકી “નવ’ જળબિંદુ ટપકે એટલો સમય લાગે તેને દ્રવૃત્તિ કહેવાય. જો ‘બાર’ જળબિંદુ ટપકે એટલો સમય લાગે તો મધ્યમવૃત્તિ કહેવાય અને સોળ' જળબિંદુઓ ટપકે એટલો સમય લાગે તેને વિલંબિતા વૃત્તિ કહેવાય. અહીં કૃતવૃત્તિમાં નવ જળબિંદુઓ જેટલો કાળ, મધ્યમવૃત્તિમાં કૃતવૃત્તિના નવ જળબિંદુ જેટલા કાળનો ત્રીજો ભાગ એટલે ત્રણ બિંદુ જેટલો અધિક કાળ મેળવવાથી બાર જળબિંદુઓ જેટલો કાળ અને વિલંબિતા વૃત્તિમાં મધ્યમવૃત્તિના બાર જળબિંદુ જેટલા કાળનો ત્રીજો ભાગ એટલે ચાર બિંદુ જેટલો અધિક કાળ વધુ મેળવવાથી સોળ જળબિંદુ જેટલો કાળ અપેક્ષિત છે. તેથી ત્રણે વૃત્તિથી બોલાતા શ્લોક કે ઋચાના વર્ષોમાં કમશઃ ત્રીજા ભાગ જેટલો અધિક આમ નિયતકાળ અપેક્ષિત હોવાથી અહીં વર્ષો પરિફુટ ભેટવાળા થયા. તેથી વર્ણ સમાપ્નાયમાં આ ત્રણે વૃત્તિવાળા વર્ગોનો પાઠ હોવો જોઇએ, જેથી તેમને સ્વર સંજ્ઞા થઇ શકે.
સાથે અહીંત્રણ પ્રકારની વૃત્તિ બતાવવાનું પ્રયોજન પણ જાણી લઈએ. ગ્રન્થના અભ્યાસ માટે દ્રવૃત્તિ, પ્રયોગ માટે મધ્યમવૃત્તિ અને શિષ્યોના ઉપદેશ માટે વિલંબિત વૃત્તિનો પ્રયોગ કરવામાં આવે છે.
સમાધાન - આ સર્વ (= ત્રણે) વૃત્તિમાં જે ઉપચય-અપચય (= ઓછો વધતો કાળ) બતાવ્યો છે તે વર્ગોને લઈને નથી. વર્ગો તો સ્થિર ( એક જેવા હોય છે. પણ વક્તાના ઝડપી કે ધીમા ઉચ્ચારણને લઇને વૃત્તિમાં ભેદ પડે છે. જેમ એક જ માર્ગ ઉપર કોઇ ઝડપી, કોઇ ધીમે અને કોઈ આળસુ અતિ ધીમે ચાલે, ત્યાં ગતિમાં ફરક હોવા છતાં માર્ગ બદલાતો નથી. તેમ આ ત્રણે વૃત્તિમાં કોઇ વક્તા ઝડપી, કોઇ ધીમે અને ત્રીજો કો’ક અતિ ધીમે બોલે તેમાં ઉચ્ચારણમાં ચોકકસ ભેદ પડે છતાં માર્ગની જેમ વર્ગોમાં ભેદ ન પડે. આમ વર્ગો એના એ જ હોવાથી અલગથી તેમને કાંઇ વર્ણસમાસ્નાયમાં સમાવી સ્વરસંન્ના કરવી જરૂરી નથી.
શંકા - તમે માર્ગનું જે દષ્ટાંત બતાવ્યું તે વિષમ દષ્ટાંત છે. કેમકે તમે માર્ગ અને વર્ગોની જે સરખામણી કરી છે તેમાં વર્ષો વક્તાના પ્રયત્નથી જન્ય (ઉત્પન્ન થનારા) હોય છે તેથી પ્રયત્નનો ભેદ થતા કૂતાદિવૃત્તિઓમાં (A) નાગેશ ભટ્ટ નાડીકા શબ્દથી સુષુમ્ના નાડીનું ગ્રહણ કરે છે અને પલનો અર્થ બ્રહ્માંડસંબદ્ધ ઓજ સ્વરૂપ
અમૃતબિંદુ કરે છે. યુધિષ્ઠિર મીમાંસક' ને નાગેશની વાતમાં અસ્વરસ જણાય છે. તેમનું કહેવું છે કે દષ્ટાંત એવું આપવું જોઈએ જેમાં પરીક્ષક અને સાધારણ જન એકસંમત હોય”. સુષુમ્ના નાડી દ્વારા અમૃતબિંદુનું સવણ યોગિજનગમ્ય છે, સાધારણજન વિદિત નથી, આથી આવું દષ્ટાંત ગ્રંથકાર આપે નહીં. તેથી નાડીકા શબ્દથી રેતની ઘડી જેવી જલઘડીની નળી સમજવી જોઈએ અને બિંદુ શબ્દથી જળબિંદુ સમજવા જોઈએ. ઉપર વિવરણમાં યુધિષ્ઠિર મીમાંસકની વાત ઠીક લાગવાથી તેમ અર્થ કર્યો છે અને ખૂ. ન્યાસમાં કૌંસમાં વિચા નડિયા તિ, . પ્રસિદ્ધિનામ] સુધીનો જે પાઠ છે તે નાગેશ ભટ્ટનીમ. ભાગ્યપ્રદીપોદ્યોત ટીકામાંથી લીધો છે.