Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૪૫
१.१.३
આ મુજબ બતાવેલ ન્યાયો સિવાય બીજા સેંકડો ન્યાયો છે, જેની સિદ્ધિ લોકથી જાણવી. લોક વગર તે તે ક્રિયા વિગેરે સંજ્ઞાઓ તથા ન્યાયોનીજ્ઞાનપ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. તેના જ્ઞાન વગર વ્યાકરણશાસ્ત્રની પ્રવૃત્તિ શક્ય નથી. જેમકે - “ક્રિયા, ગુણ, નતિ.. વિગેરે સંજ્ઞાઓ' લોકથી જાણ્યા વગર ‘ક્રિયાર્થી ધાતુ: રૂ.રૂ.૭' “TIMસ્બિયાં નવા ૨.૨.૭૭’ ‘નાતાનસુવાવેર્નવા રૂ.૨.૨૫૨' વિગેરે સૂત્રોની પ્રવૃત્તિ શક્ય નથી.
(4) વર્ણસમાસ્નાય અર્થાત્ વર્ગોનો સમ્યક્ પાઠકમ પણ લોકથી જાણવો જોઇએ. આવું, હ, નમ્ ઇત્યાદિ રૂપે નૂતન વર્ણપાઠ ન કરવો જોઇએ. કેમકે સર્વજ્ઞ દ્વારા પ્રણિત “કેવલિક” વિગેરે શાસ્ત્રોમાં તેમજ ઈંદ્ર' વિગેરે પૂર્વના વ્યાકરણોમાં , ઢ આદિ રૂપે વર્ણસમાસ્નાય અપ્રસિદ્ધ છે. શિક્ષાકાર પણ વિવૃત્તકરણ: સ્વર:...મન્તસ્થા કરવા.' આમ સ્વર, અંતસ્થા વિગેરે સંજ્ઞાઓને લઇને જ વ્યવહાર કરે છે.
શંકા - વ્યાકરણકારો લાધવપ્રિય હોય છે. તેથી ગુરૂ એવી સ્વરાદિ સંજ્ઞાઓને ન વાપરતા લઘુ એવી વિગેરે નવી સંજ્ઞાઓ વાપરે તો શું વાંધો છે?
સમાધાન -નવી સંજ્ઞાઓ જો વ્યવસ્થિત રીતે સિદ્ધ થતી હોય અને જો તેનાથી લાઘવ થતું હોય તો નવી સંજ્ઞાઓ વાપરવામાં કોઈ વાંધો નથી. કેમકે “નમ્બર્થ સંસાર નિયમ મુજબ સંજ્ઞા લાઘવ માટે કરાય છે, તેથી લાઘવ માટે કરાતી સંજ્ઞાઓ પણ લઘુ હોવી જોઇએ. પરંતુ પાણિનિ વિગેરે કેટલાક વ્યાકરણોમાં વપરાયેલી રાષ્ટ્ર, હ વિગેરે સંજ્ઞાઓ સંદેહ અને અતિવ્યામિ દોષથી દૂષિત છે. માટે તેમને ન સ્વીકારી શકાય.
શંકા - સંદેહ અને અતિવ્યામિ દોષ શી રીતે આવે છે તે સમજાવો ને?
સમાધાન - એ સમજવા સૌ પ્રથમ આપણે તેમના પ્રત્યાહાર સૂત્રોની વ્યવસ્થા સમજી લઈએ. પાણિનિ વ્યાકરણમાં ચૌદ પ્રત્યાહાર સૂત્રો છે. ૨. અ૩ ૨. શ્રવૃળ રૂ. મો ૪. છે મૌજૂ ૫. યવર ૬. તળું ७. जमङणनम् ८. झभञ् ९. घढधष् १०. जबगडदश् ११. खफछठथचटतव् १२. कपय् १३. शषसर् ૨૪. હે
આ દરેક સૂત્રને અંતે રહેલા [ , , , ૬ વિગેરે વર્ગો ઇત છે. આ સૂત્રોને પ્રત્યાહાર એટલા માટે કહેવાય છે, કેમ કે તેમના દ્વારા વર્ગોનો વ્યાકરણના સૂત્રોમાં ટૂંકમાં નિર્દેશ કરી શકાય છે. (પ્રત્યક્રયન્ત મહિયત્વે વર્ધા અનેનેતિ પ્રત્યાહાર:). આ સૂત્રોને “શિવસૂત્ર' પણ કહેવામાં આવે છે. તે એટલા માટે કે શંકરે તાંડવનૃત્યના (A) સંદેહરૂપી ત્રાજવાને વિશે આરૂઢ થયેલો પદાર્થ જેના દ્વારા નિર્ણયને પમાડાય છે તેને ન્યાય કહેવાય. આમ
અહીંન્યાયનો અર્થ યુતિ' કરવો, ‘સ્મૃતિશાસ્ત્ર' નહીં. “અન્નગ્રેડનિ નિમિત્તાનિ પાયત્તત્તમ, વહિન વ ત વહિ , તો દિ સ્વાર્થ વર્તમાન પ્રવેણાર્થ પ્રયત....' ઇત્યાદિ યુક્તિસિદ્ધ પદાર્થોનો જ સ્કૃતિકાર વડે અનુવાદ (પુનઃકથન) કરાય છે.