Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.४
૫૩.
આશય એ છે કે જ્યાં મન્ત શબ્દ અવયવવાચી હોય ત્યાં બહુવહિથી સદ તેના વર્તતે અર્થ પ્રાપ્ત થાય છે, અને જ્યાં તે સામીપ્ય અર્થને જણાવતો હોય ત્યાં ‘તત: પ્ર –' અર્થ પ્રાપ્ત થાય છે. ‘મોરા:' અને કાન્ત ક્ષેત્રમ્' સ્થળે મન્ત શબ્દ અવયવવાચી છે અને ‘દ્યન્ત ક્ષેત્રમ્' સ્થળે તે સામીપ્યવાચી છે. મૂળ વાત એવી છે કે બહુવ્રીહિસમાસ બે પ્રકારનો છે. તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ અને અતદ્ગુણસંવિજ્ઞાન બહુવીહિ. જે બહુવ્રીહિ સ્થળે સમાસના અંશોથી જણાતા પદાર્થ અને અન્ય પદાર્થ વચ્ચે અવયવ-અવયવીભાવ હોય ત્યાં અંશભૂત અવયવોને અવયવી અન્ય પદાર્થ સાથે આવરનારો તર્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિસાસ થાય છે. જેમકે નવમાના સ્થળે બહુવહિના અંશો નવ અને કf શબ્દથી જણાતા લાંબો કાન” રાસભના અવયવ છે અને અન્ય પદાર્થ 'રાસભ” અવયવી છે. તેથી રાસને લવાતા ભેગા તેના અવયવ લાંબા કાનને પણ લાવવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં પણ મોન્તા: બહુવ્રીહિ સ્થળે નો અવયવ છે અને અન્ય પદાર્થ વર્ણસમુદાય અવયવી છે. માટે તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિથી વર્ણ સમુદાય ભેગો તેનો શો અવયવ આવરાય છે. આમ સદ તેના વર્તતે” અર્થ પ્રાપ્ત થયો. હવે જે બહુવીહિસ્થળે સમાસના અંશભૂત પદાર્થ અને અન્ય પદાર્થ વચ્ચે સામીપ્ય કે સ્વ-સ્વામીભાવ વિગેરે સંબંધ હોય ત્યાં અંશભૂત પદાર્થને અન્ય પદાર્થ સાથે ન આવરતો અતણસંવિજ્ઞાન બહુવીહિ સમાસ થાય છે. જેમકે ત્રિપુરાનીયતા બહુવ્રીહિ સ્થળે અંશભૂત પદાર્થ ‘ચિત્ર ગાયો અને અન્ય પદાર્થ ગોવાળ વચ્ચે સ્વ-સ્વામીભાવ સંબંધ છે. ત્યાં ગોવાળને લવાતા ભેગી ગાયો પણ લવાય છે એવું નથી. તેમ નદત્ત ક્ષેત્રમ્' સ્થળે નદીએ દેવદત્તની માલિકીના ક્ષેત્રનું અવયવન બની શકતા તે ક્ષેત્રને સમીપવર્તી હોવાથી સમાસના અંશભૂત નદી અને અન્ય પદાર્થ ક્ષેત્ર વચ્ચે સામીપ્ય સંબંધ છે. તેથી અતર્ગુણસંવિજ્ઞાન બહુવહિથી ક્ષેત્રની સાથે નદી દેવદત્તની માલિકીનો વિષય નથી બનતી. પણ સમીપવર્તી નદીની અપેક્ષાએ પૂર્વવર્તી (તા: પ્રા) ક્ષેત્રદેવદત્તની માલિકીનું જણાય છે. તદ્ગુણ સંવિજ્ઞાન અને અતદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ અંગે વિશેષથી જાણવા ૧.૪.૭ સૂત્રના બૃહન્યાસના અમારા વિવરણમાં પૃષ્ઠ-૨૭ ઉપર જુઓ.
શંકા - પરંતુ ભાષ્યમાં તો “સર્વત્રવાડન્તશ “સદ તેના વર્તતે તિ" આવી પંક્તિ દર્શાવી મન્ત શબ્દને બધે સદ તેના વર્તત અર્થમાં વર્તતો કહ્યો છે. તો નદન્ત ક્ષેત્રે સ્થળે કેમ અન્ત શબ્દને સામીપ્યવાચિતાને લઇને 'તતઃ પ્ર િર્' અર્થમાં વર્તતો કહો છો?
સમાધાન - ભાષ્યની વાત સંભવની અપેક્ષાએ છે. તેથી જ્યાં વસન્ત શબ્દનો અવયવવાચિતાને લઈને સદ તેના વર્તતે અર્થ સંભવિત હોય ત્યાં સર્વત્ર તેને લેવાની વાત છે. અર્થાત્ જ્યાં મા શબ્દ અવયવવાચી અને સામીપ્યવાચી ઉભય રૂપે સંભવતો હોય ત્યાં તેને અવયવવાચી રૂપે જ ગ્રહણ કરવાની વાત છે. જેમ કે કલાન્ત ક્ષેત્ર (A) यत्र तस्य = अन्यपदार्थस्य गुणानाम् = उपलक्षणानां (पूर्वोत्तरपदार्थयोः) अपि कार्ये संविज्ञानम् = बोधो भवति तत्र
तद्गुणसंविज्ञानबहुव्रीहिर्भवति, अन्यत्र तु अतद्गुणसंविज्ञानबहुव्रीहिः।