________________
શારદા સરિતા
સોમવારે સાજી ને મંગળવારે માંદી, બુધવારે બ્લડપ્રેસર વધી જાય ને ગુરુવારે ગળામાં દુખે. આ તમારો સંસાર છે ! કેટલી ઉપાધિથી ભરેલો સંસાર છે! મને તો એમ થાય છે કે તમે આમાં શું મહી ગયા છો તે બેસી રહ્યા છે ?
આ માતાએ પુત્રને ખબ સમજાવ્યું પણ ન સમજ્યો એટલે સમજીને રજા આપી. માતાના મનમાં થયું કે મારે એકને એક લાડકવા આટલી રિદ્ધિ-સિદ્ધિ ત્યાગીને સંયમ લે છે તે હું તેને દીક્ષા મહોત્સવ ખૂબ ઠાઠમાઠથી ઊજવું અને દીક્ષામહોત્સવને લ્હાવો લઉં, એમ વિચારી માતા સારું ભેટનું લઈને જિતશત્રુ રાજા પાસે આવી. રાજાને પ્રણામ કરીને કહે છે સાહેબ ! મારો એકને એક સુકમળ, વહાલસોયે દીકરે દીક્ષા લેવા તૈયાર થયું છે તો તેને દીક્ષા-મહોત્સવ મારે ભવ્ય રીતે ઊજવે છે. તેથી તેના માટે છત્ર-ચામર-પાલખી આદિ સામગ્રીની યાચના કરવા આવી છું. આ સાંભળી જિતશત્રુ રાજાને પણ અત્યંત હર્ષ થશે. ધન્ય છે માતા ! આવી સાહયબી છોડીને તારે પુત્ર દીક્ષા લે છે. મારી કાકંદી નગરી પણ પુણ્યવાન છે કે જ્યાં આવા આત્માઓ વસે છે. હે ભદ્રામાતા ! એ પુત્ર તારે એકને નથી. મારે પણ પુત્ર છે. એને દીક્ષા મહોત્સવ તો હું જ ઊજવીશ. જુઓ, ત્યાગનું કેટલું મહાભ્ય ખૂદ રાજા-મહારાજ પણ એમાં ભાગ લે છે. ગામનો રાજા ઉત્સવ ઊજવે પછી શું બાકી રહે ? ખૂબ ધામધૂમથી ધન્યકુમારને દિક્ષા આપે છે. દીક્ષા લઈને એક લગની છે કે જલદી મોક્ષ મંઝીલે ચઢે. જલ્દી મારું કલ્યાણ કેમ થાય? જીવને અંદરનો વેગ ઉપડે છે ત્યારે કહેવું નથી પડતું કે દીક્ષા લે. ધન્યકુમારને કહ્યું નહોતું કે તમે દીક્ષા લે પણ તેમનું ઉત્પાદન શુદ્ધ હતું એટલે ભગવાનની વાણીનું નિમિત્તા મળતાં જાગી ગયા. તેમ તમને પણ અંદરના ભાવ જાગશે તે અમારે કહેવું નહિ પડે.
ધન્ના અણગારને અંતરને વેગ ઉપડે છે કે મારે જલ્દી આત્મકલ્યાણ કરવું છે એટલે પ્રભુને વંદન કરીને કહે છે પ્રભુ! મને જીવનભર છ8 છ8ના પારણું કરવા તેવા, પ્રત્યાખ્યાન આપ. બંધુઓ ! જીવનભર છ8ને પારણે છ8 કરવા એ કંઈ સહેલ વાત નથી. કેવી સાહ્યબીના ભોગવનાર પણ કેટલે આત્મસ્વરૂપને વેગ પડે છે. છ8 છ8ના પારણે આયંબીલ કરે છે. આ રીતે ધન્ના અણગાર ખૂબ તપશ્ચર્યા કરે છે. ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. તે વખતે મહારાજા શ્રેણીક પ્રભુના વંદને આવ્યા ને પૂછ્યું, પ્રભુ! આપના ચૌદ હજાર સતિમાં ક્યા સંત મહાનિર્જરાના કરનાર છે? ત્યારે ભગવંતે કહ્યું કે આધન્ના અણગાર મહાન તપસ્વી અને મહાન નિર્જરાના કરનાર છે ! શ્રેણીક રાજા તેમને લળીલળીને વંદન કરે છે ને કહે છે ધન્ય છે મુનિરાજ આપને ! આપે જન્મ ને જીવિત સફળ કર્યું છે.