________________
સમ્યકત્વ પ્રકરણ
જેમ મુખ કરમાય તેમ કરમાઈ ગયેલી છે મુખની કાંતિ જેની એવા રાજાએ કહ્યું. હે દેવી ! આ મારો પ્રમાદ થયો. (૨૩૮) રાણીએ પણ દિવસે દેખાતા ચંદ્ર સમાન મુખવાળા રાજાને જોઈને કહ્યું. હે દેવ ! ખોટું બોલવાના સ્થાનરૂપ આ ચૈત્ય નથી. (૨૩૯) હે રાજન્ ! તેથી સદ્ભાવને કહો. અન્ય કહેવા વડે મને ઠગો નહીં. સદ્ભાવને છૂપાવવો તે પ્રેમના અભાવનું ચિહ્ન છે. (૨૪૦) ત્યાર પછી દેવીના અતિ આગ્રહથી અલના પામતી વાણી વડે કોઈપણ રીતે તે મહાદુષ્ટ એવા અનિષ્ટને રાજાએ સ્પષ્ટ રીતે કહ્યું. (૨૪૧)
હે દેવી ! આ દુષ્ટ નિમિત્ત આયુષ્યની અલ્પતાને સૂચવે છે. તેથી ઠંડીથી પીડાતાની જેમ હમણાં મારુ હૃદય કંપે છે. (૨૪૨) હવે અક્ષોભાયમાન છે અંતઃકરણ જેનું, એવી પ્રભાવતીએ રાજાને કહ્યું. હે નાથ ! અહીં આ માટે તત્ત્વને જાણનારાઓ વડે શોક કરવા યોગ્ય નથી. (૨૪૩) ગ્રીષ્મઋતના તાપથી થા, મોરના કંઠની જેમ ચપળ એવા આ ભવમાં જે કાંઈ જીવાય છે, તે કૌતુકરૂપ લાગે છે (૨૪૪) અને વળી વિદ્વાનો વડે અહીં શોક પણ કરવા યોગ્ય નથી. જે કારણથી તે શોક પણ જતા એવા જીવને સ્કૂલના કરવા માટે અથવા ગયેલા જીવને પાછા લાવવા માટે સમર્થ નથી. (૨૪૫) હે સ્વામિનું! વળી આ જન્મથી માંડીને હું પરમ શ્રાવિકા છું. મારા હૃદયમાં અરિહંત દેવ અને સુસાધુઓ તે ગુરુ છે. (૨૪૬) તેથી ધર્મકાર્ય કરવાથી કૃતકૃત્ય થયેલી એવી મને હમણાં કાંઈપણ ભય નથી. મૃત્યુથી પણ ભય નથી (૨૪૭) અને વળી આ દુષ્ટ નિમિત્ત મારા પરમાનંદનું કારણ છે. આના વડે (દુષ્ટ નિમિત્ત વડે) જણાવાયેલી હું ધર્મમાં વિશેષથી યત્ન કરીશ. (૨૪૮) એ પ્રમાણે કહીને નિર્વિકાર જ એવી દેવીએ પોતાના આવાસને પ્રાપ્ત કર્યો અને રાજા વળી પ્રિયાના વિપ્નની આશંકા વડે વિલખા મનવાળો ગયો. (૨૪૯)
હવે એક દિવસ કરેલા સ્નાનવાળી દેવીએ દેવની પૂજાને માટે પવિત્ર વસ્ત્રોને લાવવા માટે દાસીને આદેશ કર્યો. (૨૫૦) તે દાસી પણ તે વસ્ત્રોને જલદીથી લાવી, પરંતુ થનારા અનિષ્ટના વશથી દેવીએ વસ્ત્રોને લાલ જોયા. તેથી ક્રોધ વડે તેને કહ્યું. (૨૫૧) હે મૂઢ ! શું હું હમણાં વાસગૃહ તરફ પ્રયાણ કરાયેલી છું, જેથી તું લાલ વસ્ત્રોને મારી પાસે લાવી. (૨૫૨)
એ પ્રમાણે કોપિત થયેલી દેવી વડે દાસી દર્પણ વડે તાડન કરાઈ. ચક્રથી હણાયેલાની જેમ તેણી તત્કાલ જ મરણ પામી (૨પ૩) અને તે ક્ષણે શ્વેત વસ્ત્રોને જોઈને દેવીએ વાણીથી ન કહી શકાય તેવા ઘણા વિષાદને ધારણ કર્યો (૨૫૪) અને વિચાર્યું. હા ! ખેદની વાત છે કે, અપરાધ રહિત જ દાસી મારા વડે હણાઈ. તેથી લાંબા કાળથી પાળેલુ પણ પહેલું વ્રત આજે ભાંગ્યું. (૨૫૫) શાસ્ત્રમાં પંચેન્દ્રિય જીવનો વધ નારકપણા માટે નિર્દેશ કરાયેલો છે અને સ્ત્રીની હત્યા લોકમાં પણ મહાપાપનો હેતુ કહેવાય છે. (૨૫૭) વસ્ત્રની નિર્મળતાનું કારણ જેમ જલ છે, સુવર્ણની નિર્મળતાનું કારણ જેમ અગ્નિ છે, તેમ હમણાં મને નિર્મળ કરવામાં કારણ વત જ છે. (૨૫૭)
એ પ્રમાણે વિચારીને દેવીએ રાજાને તે અરિષ્ટના દર્શન અને દાસીના પ્રાણના નાશથી ઉત્પન્ન થયેલા પ્રથમ વ્રતના ભંગને કહ્યું (૨૫૮) અને વળી વ્રતના ભંગથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યરૂપી જલથી પ્લાવિત થયેલા લોચનવાળી મહાદેવીએ ફરી પણ રાજાને આ પ્રમાણે કહ્યું. (૨૫૯) હે પ્રભુ! એક અરિષ્ટને તમારા વડે જોવાયું અને બીજું મારા વડે. તેથી આ બન્ને અરિષ્ટથી મારા આયુષ્યને અલ્પ જાણું છું. (૨૩) તેથી જો હું તમારી પ્રિયા છું, તો હે સ્વામિન્! મને અનુજ્ઞા આપો. જેથી સંયમને સ્વીકારીને હું પાપરહિત થાઉં. (૨૬૧) રાજાએ પણ તે સાંભળીને દેવીના અતિ અલ્પ આયુષ્યને વિચારીને કહ્યું. હે દેવી ! તું તને જે રૂચે