________________
સમ્યક્ત્વ પ્રકરણ
પ્રતિમાને બહાર કાઢવા માટે આકૃષ્ટિ મંત્રની જેમ પંચનમસ્કાર મંત્રને સ્મરણ કરીને, નમીને દેવી આ પ્રમાણે બોલી, (૧૮૬) “જો ત્રણે કાળને જાણનારા, વીતરાગ અરિહંત દેવાધિદેવ આ સંપુટમાં રહેલા છે, તો મને સ્વદર્શનને આપે.” (૧૮૭) દેવી વડે આ પ્રમાણે કહેવાય છે ત્યારે “પરમ શ્રાવિકા એવી આણીથી મારું અહંતને આવરણ કરવું યોગ્ય નથી” – એ પ્રમાણે જાણે વિચારીને જ ન હોય એમ જોનારા લોકના દર્શનાવરણ કર્મની સાથે, સવારે જેમ કમળ તેમ, સ્વયં જ સંપુટ ખૂલી ગયો. (૧૮૮-૧૮૯) એની અંદર તે વિદ્યુમ્નાલી દેવ વડે બનાવાયેલી ગોશીર્ષ ચંદનની દિવ્ય અલંકારને ધારણ કરતી, નહીં કરમાયેલા પુષ્પોવાળી એવી શ્રીવીર નામના જિનેશ્વરની જીવંતસ્વામી એવી અદ્ભુત પ્રતિમા પ્રગટ થઈ. (૧૯૦-૧૯૧) ત્યારે પ્રતિમાને જોવાથી વર્ષાકાળમાં મેઘની જેમ જિનપ્રવચનની ચારે બાજુ ઉન્નતિ (ઉત્કર્ષ) થઈ. (૧૯૨)
હવે તે પ્રતિમાને પૂજીને પ્રણામ કરીને આનંદના અશ્રુ વડે ભરાયેલી આંખોવાળી એવી દેવીએ ભક્તિ વડે આ પ્રમાણે સ્તવનાને કરી, (૧૯૩) “હે વિશ્વેશ ! નિર્મલજ્ઞાન અને દર્શનવાળા ! રાગદ્વેષથી મુક્ત થયેલા ! મુક્તિરૂપી સ્ત્રી વડે કટાક્ષ કરાયેલા એવા હે શ્રીવીર ! જય પામો. (૧૯૪) હે દેવ ! તમારા સિવાય બીજો જે કોઈ દેવાધિદેવ તરીકે ગવાય છે. તે ધુળેટીના પર્વમાં કરાયેલા નામના) રાજા જેવો મને લાગે છે. (૧૯૫) ત્રણ લોકના સ્વામીપણાના ચિહ્ન જેવી આ છત્રત્રયી છે વિભુ ! શું તમારા સિવાય અન્ય પણ દેવને
ક્યારેય હોય છે ? (૧૯૬) દેવો વડે સંચાર કરાતા સુવર્ણ કમળોને વિષે પગને મૂકતા એવા હે દેવ ! શું બીજા કોઈ દેવ આવા સુવર્ણ કમળોની ઉપર ચાલે છે ? (૧૯૭) ઈર્યાદષ્ટિવાળા એવા હે વીર જિનેન્દ્ર ! તમારી આ સમવસરણની લક્ષ્મી અરિહંત સિવાય અન્ય દેવોની સંભળાઈ પણ નથી ? (૧૯૮) તારાઓની કોટિ (અર્થાત્ કરોડો તારા) જેમ સુમેરુનું પડખુ ન મૂકે, તેમ દેવોની કોટિ (અર્થાત્ કરોડો દેવતા) જાણે આજીવિકા (પગારાદિ) વડે ધારણ કરાયેલા ન હોય એમ તમારું પડખું રાતે પણ મૂકતા નથી. (૧૯૯) હે દેવ ! બીજું શું બોલું? આજે તમારા દર્શનથી મને કોઈ એવો આનંદ થયો છે કે જે તે સ્વામિ ! તમારી જ વાણીનો વિષય છે.” (૨૦૦) એ પ્રમાણે હે પ્રભુ ! ત્યાં રહેલા આપને જેઓ સ્તુતિ કરે છે, ક્ષીણ થયેલા પાપવાળા તેઓ જલદીથી ભવના અંતને કરે છે, (૨૦૧)
એ પ્રમાણે દેવીએ કરેલી સ્તુતિને સાંભળીને અને તે પ્રતિમા જોઈને ત્યાં હર્ષવિભોર બનેલો કોણ અરિહંત ધર્મને ન સ્વીકારે ? (૨૦૨) કેવલ ગાઢ મિથ્યાત્વરૂપી પિશાચનાં પરવશપણા વડે દુર્લભબોધિ એવા ઉદાયન રાજાએ તે ધર્મને ગ્રહણ ન કર્યો. (૨૦૩) પાખંડીઓ પણ પ્રશંસા કરતા હતા, મહાસતી રાણી ધન્ય છે. આણીનું જ ખરેખર ભાગ્ય નિચ્ચે જાગે છે. (૨૦૪) જે આ પ્રમાણે સત્યરૂપી સમુદ્રમાં ચંદ્રની કાંતિ સમાન આ મહાસતીને અપુણ્યવાળા પ્રાણીને દુઃખે કરીને પ્રાપ્ત થઈ શકે તેવું દેવદર્શન થયું (૨૦૫) તથા નિચ્ચે વીર જિનનું જ આ દેવાધિદેવપણું છે, જેથી તેના પ્રતિનિધિનું પણ આવા પ્રકારનું અતિશય કાંતિપણું છે. (૨૦) દેવીના સ્નેહથી દેવાધિદેવની આગળ હવે રાજાએ પણ ત્યારે સુંદર સંગીતના ઉત્સવને કર્યો (૨૦૭) અને નગરના આરક્ષકને આદેશ કર્યો, હે ! હમણાં નગરને ઊંચી ધજાઓના સમૂહવાળું દુકાનોની શોભાથી સુંદર કરાવો. (૨૦૮) હવે દેવાધિદેવની તે પ્રતિમાને રથમાં બેસાડીને નગરમાં જલદીથી પ્રવેશ કરાવવા માટે રાજાએ આરંભ કર્યો. (૨૦૯) પ્રતિમાને જોવાના કૌતુકથી જતા એવા તે રથને જોઈને ઊભા રહેલા સર્વે નગરજનો વડે નગરને જાણે ઉભા રહેલા જેવું કર્યું (૨૧૦) અને ત્યારે તે નગર ચપળ ધજાઓ વડે જાણે નૃત્ય કરતું હોય, વળી સ્ત્રીઓના મનોહર ધવલ મંગલો વડે જાણે ગાતું હોય તેમ શોભતું હતું. (૨૧૧) ચારે