________________
ઉદાયન કથા
વહાણમાં રહેલા વણિકોને કહ્યું, (૧૦) “અરે ! કહો તમે ક્યાં જાઓ છો ?” દીનતાને અનુભવતા એવા, જોડી દીધા છે પોતાના હાથ જેઓએ એવા તેઓએ પણ તે સુરને કહ્યું. (૧૧) “અંધકૂવા જેવા આ આવર્તમાંથી હે પ્રભુ! અમને બહાર કાઢો. કુળદેવીની જેમ અત્યારે અમારા ભાગ્યથી જ તમે જોવાયા છો.” (૧૬૨) “હે પ્રભુ ! મહેરબાની કરીને જલદીથી અમને સંનિધિ (ભંડાર)ની જેમ સિંધુસૌવીર દેશના મુકુટ સમાન વીતભય પુરની નજીક કરો.” (૧૯૩) ત્યારબાદ “ડરો નહિ, ડરો નહિ' એ પ્રમાણે વ્યંતરે પણ તેઓને કહ્યું, “આ હું ક્ષણમાં જ તમને ઈચ્છિત નગરમાં લઈ જાઉં છું.” (૧૯૪) - હવે તેઓને ઉત્પાત કરનાર દેવને ત્રાસ પમાડીને એ સુરે વહાણના માલિકને રક્ષા-ઔષધિની જેમ સંપુટને અર્પણ કર્યું. (૧૯૫) અને કહ્યું કે તમારે આ ઉદાયન રાજાને આપવું અને કહેવું કે “આમાં દેવાધિદેવની પ્રતિમા છે.” (૧૯૬) આ પ્રમાણે કહીને દેવ અદશ્ય થયે છતે દેવના જ પ્રભાવથી અડધી ક્ષણમાં તે વહાણ ઊડીને જ ન હોય એમ વીતભય નગરમાં પહોંચી ગયું. (૧૩૭) ત્યારે જ તે વહાણમાંથી ઊતરીને પોતપતિ (વહાણનો નાયક) દ્વારપાળ દ્વારા રાજાને પોતાને જણાવીને રાજાની સભામાં પહોંચ્યા. (૧૦૮) આગળ ભટણાને મૂકીને રાજાને પ્રણામ કરીને તેને ઉત્પાદ આદિ સર્વ વૃત્તાંત કહીને વિનંતિ કરી. (૧૯) જે આ પ્રમાણે, “હે રાજન્ ! તે દેવ વડે અર્પણ કરાયેલા સંપુટને જોવા માટે અદ્ભુત શોભાના મૂળ એવા વેલાકૂલે (સમુદ્ર કિનારે) આપ પધારો.” (૧૭૦) ત્યારબાદ રાજા ભૌતિક ભક્ત હોવાથી ભૌતિકોને (ભૂતવાદીઓ) બોલાવીને તરત જ હર્ષપૂર્વક પોતાના દેવાધિદેવને જોવા માટે ચાલ્યો. (૧૭૧) ત્યાર પછી રાજા આવે છતે નાવિક પોતાના સર્વસ્વની જેમ તે સંપુટને સમુદ્રના કિનારા ઉપર લઈ આવ્યા. (૧૭૨) હવે રાજા વડે પહેલા આદેશ અપાયેલા ભૌતિકોએ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને તીક્ષ્ણ કુહાડા વડે તે સંપુટને ઘા કર્યો. (૧૭૩) તેઓના કુહાડાઓ ભાંગી ગયા, પણ દેવનું દર્શન ન થયું અથવા તો શું પુણ્ય વગરનાઓને દૃષ્ટિના પથમાં ચિંતામણિ રત્ન આવે? (અર્થાતુ ન જ આવે) (૧૭૪) હવે રાજાની આજ્ઞા વડે બીજા પણ પાખંડીઓ પોતપોતાના દેવનું સ્મરણ કરી કરીને તે સંપુટને તોડવા માટે આગળ આવ્યા. (૧૭૫) પરંતુ અતિ બૂઠા થયેલા એવા તેઓના કુહાડાઓ વડે તેઓના મનોરથ જ ભાંગી ગયા, પણ સંપુટ ન ભાંગ્યું. (૧૭૬) તે આશ્ચર્યને સાંભળીને પ્રભાવતીએ પણ કૌતુકથી રાજાને વિનંતી કરવા માટે તે પ્રમાણે શીખવાડીને દાસીને આદેશ કર્યો. (૧૭૭)
હવે રાજાની પાસે જઈને હાથ જોડ્યા છે એવી તે દાસીએ પ્રણામ કરીને કહ્યું, “હે દેવ ! દેવી આપને આ પ્રમાણે વિનંતિ કરે છે (૧૭૮) કે “દેવની આજ્ઞા વડે હું પણ અહીં કૌતુકને જોવા માટે આવું, જો કદાચ એ અમારા પણ દેવાધિદેવ હોય.” (૧૭૯) ત્યારબાદ રાજાએ પણ સ્નેહથી તે દેવીને બોલાવવા માટે આદેશ કર્યો. કદાચ દેવીના અંત:કરણરૂપી સમુદ્રને વિશે ચંદ્રમા સમાન એવા અરિહંત દેવ પણ હોય. (૧૮૦) હવે દાસી દ્વારા રાજાનો આદેશ કહેવાય છતે દેવી પ્રભાવતીએ ત્યારે જ દેહને પાવન કરનારા સ્નાનને કર્યું. (૧૮૧) તરત જ સફેદ વસ્ત્રો પહેરીને, મોતીના અલંકારો ધારણ કરેલી સાક્ષાત્ જાણે ચાંદની જ ન હોય એવી થઈને, પૂજાના ઉપકરણ વડે વ્યગ્ર રોકાયેલા) હાથ છે જેના એવી દાસીઓથી પરિવરેલી, અત્યંત હર્ષને ધારણ કરતી એવી દેવી રાજાની પાસે આવી. (૧૮૨-૧૮૩) ત્યાર પછી રાજાની આજ્ઞા વડે દેવી પ્રભાવતીએ સ્વયં ચંદન વડે તે ચંદનના સંપુટની પૂજા કરી. (૧૮૪) પુણ્યફળની ઉત્પત્તિના કારણભૂત એવા પુષ્પો વડે પૂજા કરી. પોતાના કર્મના મૂળિયાને જ ન હોય એમ ધૂપને ઉપર ઊછાળ્યો. (૧૮૫) તેમાંથી