________________
ભારતવર્ષ ]
દોરવણ
બુદ્ધ ભગવાનના જીવનના બનાવોની ઉપર
ટપકે કાંઇક નેંધ લીધા શરત ખંડમાં આદ્ધ ધર્મનો
પછી, હવે તેમને ધર્મ વિસ્તાર ભરતખંડમાં કે ફાલ્યો
ફુલ્યો હતો. (ઇ. સ. પૂ. ૩૭૦ સુધી) તેનું જરા નિરીક્ષણ કરી લઈએ. તેમના જીવનકાળે જે રાજ્યતંત્રો અસ્તિત્વ ધરાવતાં હતાં જેવાં કે મમધ, કોશલ, કાશી, કૌશાંબી, તક્ષિી , અવંતિ, સિંધ-સૌવીર.-તે સર્વેના સિકકાઓ જોતાં એમ સ્પષ્ટ થાય છે કે, કોઈ રાજ્ય તે ધર્મનો બૌદ્ધમતને)૭૯ સ્વીકાર કર્યો નહતો, પણ તેઓ તે સર્વે જૈન ધર્મ માનનારા હતા. વળી એને સ્વભાવિક છેજ કે જે ધર્મને રાજ્યને આશ્રય મળે છે તે ધર્મ, જોત જોતામાં એકદમ ત્વરાથી વિસ્તાર પામે છે. આથી એમ પણ નથી સમજવાનું કે તે બુદ્ધ ધર્મને રાજ્યાશ્રય નહે તે માટે તેના માનનારા જુજ હતા અથવા તો તેના પ્રચારને જરા (વૃદ્ધત્વ) લાગી હતી; પણ એટલું તે ખરૂં કે, તેણે બહુ પ્રગતિ કરી નહોતી; તેમ જે કોઈ તેમનામાં મુખ્ય મુખ્ય આચાર્યા હતા, તેમનામાં અંદર અંદર મતભેદ ઉભો થતાં, આચારમાં ધણી શિથિલતા આવી ગઈ હતી. તે એટલે સુધી કે, બુદ્ધના પરિનિર્વાણ પછી લગભગ ૧૦૦ વર્ષ એટલે કે મગધપતિ મહારાજા મહાપદ્મ ઉર્ફે નંદ બીજાના રાજ્ય અમલે, અગીઆરમું વર્ષ પૂરું થઈને
પંદર દીવસ ગયા હતા ત્યાંજ તેમના ભિક્ષુકાનીસાધુઓની બીજી મહાસભા એકત્રીત કરીને સુધારા કરી લેવા પડ્યા હતા. વળી તે મતના આચાર્યો પ્રખર જ્ઞાની અને મહાપ્રભાવશાળી હોવા છતાં, રાજ્યધર્મ જૈન ધર્મ હોવાથી, તેમના બૌદ્ધ ધર્મને ઘણું ખમવું પડયું હતું એટલે પ્રચારનો વિસ્તાર થવાને બદલે અને પિતાનું સંખ્યાબળ વધ વાને બદલે, ધીમે ધીમે તેમને મગધ પ્રાંત ત્યજીને, ભરત ખંડના દક્ષિણ તરફ ખસી જવું પડયું હતું. અને ક્રમે ક્રમે સિંહલદીપમાંજ મુખ્યસ્થાન જમાવવું પડયું હતું. મહાપદ્મ પછી પણ જે જે રાજાઓ મગધની ગાદીએ આવતા ગયા, તે સર્વે જૈનમતાનુયાયીઓ જ હતા જે હકીકત તેમના સિકકા ઉપરથી નિર્વિવાદ રીતે માલુમ પડે છે એટલે તેમના તરફથી પણ તેને ટકાની તે આશા કયાંથીજ રાખી શકાય ? પણ જૈન ધર્મ હમેશાં અહિંસામય હોવાથી, સામાની લાગણીને માન આપીને વર્તાવ ચલાવનારા હોવાથી, તેને નડતર કે આડખીલીરૂપ થઇ પડે તેવાં કોઈ પગલાં રાજ્ય તરફથી ભરવામાં આવતાં નડાતાં. એટલે રાજ્યના ટેકા વિહુનું જેકે બે અઢી સદો જેટલો લાંબો કાળ વ્યતીત થઈ ગયો હતો છતાં, તે પિતાનું આસ્તત્વ નામશેષ પણ ભરતખંડમાં ટકાવી રહ્યો હતા. તેવામાં મગધની લગામને ધર્મના એક રીતે કહીએ તે ભાગ્યવિધાતા જેવા-સમ્રાટ અશોક
(૭૯) ખરી રીતે કહીએ તો, બૌદ્ધ ધર્મના સ્વતંત્ર ચિન્હો શું હતાં તે કહી શકાતું નથી : બાકી હેવા તે જોઈએજ એમ જરૂર કહી શકાય : પણ સંભવિત છે કે, જે કાંઈ હશે તે બહુ નજીવા ફેરવાળા હશે.
કે સ્વતંત્ર બૌદ્ધધમી રાજાને જેમ કે અશોક સમ્રાટને-સિકકો નિશ્ચય રીતે કહી શકાય તેવો મળી જાય તે જરૂર આ વિષય ઉપર વિશેષ પ્રકાશ પડે: અ૩ છે કે સિંહલદ્વીપમાંથી મળી આવે
અને ત્યાં બૌદ્ધધર્મની પ્રખરતાને લીધે તે વિશેષ આધારભૂત થઈ પડવા સંભવ પણ ખરે: પણ એટલું દયાનમાં રાખવાનું કે, જેમ હિંદમાં ઈ. સ. પૂ. ૩૨૭ બાદ પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગને લીધે, ધાર્મિક ચિન્હો કોતરાનું ધીમે ધીમે કમી થતું જતું હતું, તેમ સિંહ
દેશમાં પણ થાયજી માટે ત્યાં પણ પ્રાચીન સમયના સિક્કા જડી આવે તેજ વધારે વિશ્વસનીય અનુમાન બાંધી શકાય.