________________
૩૧૨
પ્રિયદર્શિનની
[ દ્વિતીય
મુખ્ય સંચાલક તરીકે રહેતા હશે તે ત્યાં દોડી ગયો હતો. પ્રથમ બળ સમાવી દેવામાં તેને યશ મળ્યો હતો. પણ પાછા ફરીને બળ જાગતાં, તે કઈક કાવતરાંખરની ગંદી યુતિનો ભંગ થઈ મરણ પામ્યા હતા.
આ ઉપરથી સમજાય છે કે તેને પોતાનું રાજ્ય ચલાવવાની પ્રથામાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. એકલે હાથે સારા રાજય ઉપર સર્વસત્તા ચલાવવાનું બની શકે તેમ ન હોવાથી તેમજ પિતાને સીધી દેખરેખ રાખવા માટે પૂરતું સમય ન મળવાથી, કાં તે પ્રજાને અન્યાય થઈ જાય અને કાં તે દોડાદોડીમાં પોતાના શરીરને ધકકે પહોંચે એટલે તેણે સામ્રાજ્યના જે જે ભાગમાં તાબેદાર ખંડિયા રાજાઓ નહોતા તેવા તેવા ભાગને જુદા જુદા પ્રાંતોમાં વહેંચી નાંખી, તે ઉપર સર્વાધિકાર આપી સૂબા નીમી દીધા. આ વિષય વિશેષ વિસ્તારથી આપણે આગળ ઉપર રાજનીતિના મથાળે ચર્ચીશું. - દક્ષિણની જીત મેળવીને પોતે પાછો ઉછું. નીમાં આવ્યો. હવે તેણે આખો ભરતખંડ અને હિંદની પશ્ચિમે ઠેઠ એશિઆખંડના એશિઆ માઇનર સુધી બધે પ્રદેશ જીતી લીધે ગણાય. આવા મોટા વિસ્તાર ઉપર અત્યાર સુધી કોઈ પણ હિંદી સામ્રાટે રાજપશાસન ચલાવ્યું હોય એમ ઇતિહાસનાં પાને નોંધાયું નથી.૧૧૩
સમ્રાટ પ્રિયદર્શિનને અવંતિમાં ઠરીઠામ
થઇને બેઠાને હજુ સાત ઉપાસક પણાના આઠ માસ તે પૂરા થયા ઉય. પણ નહોતા, ત્યાં વળી
દક્ષિણમાં યુદ્ધ કરવાને પ્રસંગ ઉભો થયો. આ સમયે છઠ્ઠા આંધ્રપતિને મરણ પામ્યાને બે અઢી વરસ થઈ ગયા હતા, અને તેની ગાદીએ સાતમે અંધ્રપતિ આવ્યો હતે. તે યુવાન, ઉછળતા લોહીને અને કપટકળામાં હશિયાર હતા. તેને ઉજૈનીની તાબેદારી આંખના કણાની માફક ખટક્યા કરતી હતી એટલે તેણે માથું ઉચકર્યું. મહારાજા સંપ્રતિએ આ વખતે બહુ મોટી તૈયારી કરી સામનો કર્યો. જબરજસ્ત સંગ્રામ મ. જો કે આંધ્રપતિ હાર્યો તે ખરો, પણ આ લડાઈમાં એટલા બધા જાની, પક્ષુઓની, દરેક પક્ષે ખુવારી થઈ કે મહારાજા પ્રિયદર્શિનનું કરૂણ, ધર્મરક્ત અને ભાવભીરૂ હૃદય બહુ જ ખિન્ન થયું, દુઃખથી અતિ દ્રવ્યું અને રણસંગ્રામે મૃત્યુ પામતા જન સમુદાયના શરીરની હાલહવાલી જોઈને, તથા તેમના આદે કાને સાંભળીને એવી તે અરેરાટી છુટી કે મનમાં ગાંઠ વાળી નાંખી; કે, હવે પછી મારા શેષ જીવનમાં આવી મનુષ્ય ઘાતક લડાઈ કઈ દીવસ લડવી નહીં૧૧૪ ( રાજ્યાભિષેક પછી નવમું વર્ષ)=ઇ. સ. પૂ. ર૭૧ મ. સં. ૨૪૬
નામજ સુષીમ હોય તો અને સંપ્રતિના કુમારનું નામ સુમન હેય (ઉપરનું રે છે. વ. વાળું લખાણુ, સેકેટસને આશ્ચીને લખાયું હોય તો ભ્રમણા જનક છે; બાકી રાજા પ્રિયદર્શિનના મરણ બાદ ઇ. સ. પૂ. ૨૩૬ પછી વૃષભસેન સમયે પંજાબમાં બળો ફાટી નીકળ્યો હતો. તેને અંગે જે ઉપરનું કથન હોય તો તેને અલેકઝાંડરના મરણ બાદ સો વરસે ગણ જોઇશે. હાલ તે તે લખાણ વિશેષ સંશોધન પામે તે માટે દાખલ કર્યું છે. બાકી મને તેમાં સત્યાંશ દેખાતું નથી. એટલે મારી ગણત્રીથી આ આખે પેરી ગ્રાફ રદ થયેલાજ ગણવો જોઈએ છે). ઉ૫રનું નામ
સુમન હોય.
( ૧૧૩ ) આઠ હજાર રાજાએ તેની સેવા કરતા હતા. પચાસ હજાર હસ્તિ, એક કરોડ અશ્વો, સાત કરોડ સેવકો અને ૧ કરોડ રથ એવું તેના સૈન્યનું માન હતું. ( ભ. બા. 9. ભષાં ૫. ૧૭૭).
(૧૧૪) ખડક લેખમાં જે શબ્દો લખાયા છે તે ઉપરથી લડાઈ ન લડવાનું જ તેણે વ્રત લીધું છે એમ બધા વિદ્વાનોએ અર્થ કર્યો છે તે એમ નથી, પણ લડાઈ સિવાય કોઈ મનુષ્ય હત્યા ન કરવી (અલબત વિના કારણે લડાઈ નજ કરવી. અને કરવી પડે તે મનુષ્ય હત્યા તે અનિ. વાર્ય જ છે એટલે તેવી અગડ લીધી જ નહતી જે