Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 457
________________ ૩૯૪ સુદર્શન તળાવ [[ પંચમ અમલદારે પ્રથમવાર સમરાવ્યો હતો. જ્યારે બીજી વારનું સમારકામ પ્રિયદર્શિનના સમયે કરવામાં આવ્યું છે. ત્યારે એ પીગ્રાફિકાના લેખક તેની યશકીર્તિને આ કળશ ક્ષત્રપ રૂદ્રદામનને શિરે હે છે. અલબત્ત પિટરસન સાહેબને અભિપ્રાય ચોખા શબ્દમાં મહારાજા પ્રિયદર્શિનની તરફેણમાં દર્શાવેલ તે નથી જ; પણ તે મતલબને ભાવાર્થ નીકળતે સહજ તરી આવે છે ખરો. છતાં એપી- પ્રાફિકા લેખકથી તે આપણે માનપૂર્વક જુદા જ પડવું થાય છે અને પિટરસન સાહેબના મતને મળતા થતું જવું પડે છે. અને તે માટે નીચે પ્રમાણે દલીલો રજુ કરીશું – ( ૧ ) પંકિત નવમાં “વિસ્તૃત ” અને “ ના સાત્ કમૃત્વ વિદિત સહિત I ક્રમ ” આ બે વાકયની વચ્ચે મોટી ખાલી જગ્યા રહી ગઈ છે, અને તેનો અર્થ એમ કરાય છે કે “ (તે) જયારથી ગર્ભમાં આવ્યો. ત્યારથી રાજ્યઋદ્ધિમાં અબાધિત પણે વૃદ્ધિ થયાં કરી હતી ” હવે આપણે ઐતિહાસિક પુરાવાથી જાણીએ છીએ કે રૂદ્રદામનના પિતામહ ચઠણુ મહાક્ષત્રપે જે જે મુલક જીતી લીધા હતા, તેમને મેટો ભાગ, તેના પિતા જયદામને ગુમાવી દીધા હતા. એટલે કે રૂદ્રદામન જ્યારે ગર્ભમાં હો ત્યારે તેમજ તે બાદ, તેના બચપણમાં તેના પિતાની રાજઋદ્ધિ અને જાહોજલાલીને તે એટ હતા. એટલે ઉપરની હકીકત રૂદ્રદામનને લાગુ પાડી કેમ શકાય ? કદાચ એમ માનો કે, રૂદ્રદામનનું ગર્ભમાં આવવું અને જન્મ તથા બચપણનો સમય તે સવે, મહાક્ષત્રપ ચઠણની ઉત્તરોત્તર ચઢતી થતી જતી હતી તે સમયે થયાં હતાં. તે પણ એટલું તે નિર્વિવાદિત જ છે કે, તે ચઢતીને જુવાળ અટકીને તેના જ પિતા જયદામનના સમયે તે ઓટ જ થયો હતે. મતલબ કે ઉપરનું લાધાત્મક વાકય સવશે રૂદ્રદામનને લાગુ ન જ પડી શકે. સમ્રાટ સંપ્રતિને જ તે સર્વીશે લાગુ પડે છે. વળી તે વાકય સમ્રાટ સંપ્રતિને જ લાગુ પાડેલ છે, એમ અનુમાન કરવાનું પણ કારણ છે. કેમ કે ઉપરની આઠમી પંકિતમાં મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત અને તે બાદ સમ્રાટ અશોક પર ઉલ્લેખ કરેલ છે, અને પછી જગ્યા ખાલી આવે છે, એટલે સ્વભાવિક છે કે એક પછી એક ગાદીએ આવનારનું-સમ્રાટનુંવર્ણન કરવાને શિરસ્તે હોઈને સમ્રાટ અશોક ૨વાથી આનો ઉત્તર મળી જશે. (૧૭) જ, બેં. ઍ. જે. એ. સે. નવી આવૃત્તિનું પુ૩. ૫, ૭૩ અને આગળ પાનાં જુઓ. | ( ૧૮ ) પોતે રાજપદે હતો એટલે રણસંગ્રામમાં ઉતરવું પડશે જ એમ તેને ખબર હતી અને તેથી જ તેણે આવા આગાર-અપવાદ સાથે વૃત્ત ઘારણ કર્યા હશે અથવા કલિંગદેશ જીત્યા બાદ, તેણે આઠ વૃત્તો લીધાં છે. ( જુઓ ખડકલેખ ) - આ હકીકતથી સમજાશે કે પ્રિયદશિને પાછળની જે નેપાળ, તિબેટ, ખાટાન વિગેરે દેશે જીત્યા છે, તેમાં તેના આ પ્રકારના વૃત્તને બાધા આવવા જેવું કાંઈ થયું નથી. (૧૯) જુઓ અહિંસાના ખડક લેખ. | ( ૨૦ ) આ બધાં વિશેષણે તે કામ માટે એમ જાણુને લખવામાં આવ્યાં છે કે તે સમયે તેઓ તેવી પ્રકૃતિવાળા હશે એમ તેમણે મેળવેલ છતો અને તેમના જીવનના બનાવો જતાં સહજ દેખાઈ આવે છે. બાકી તેમને મૂળધર્મ જે જૈન હતો. ( જુઓ તેમનાં સિક્કા ચિત્રો ) તથા તેમની ઉત્પત્તિ પણ આર્ય પ્રજામાંથી થઈ છે તે જોતાં, તેમનો સ્વભાવ તે હોવો ન જોઇએ પણુ રાજ્યલાભ શું શું નથી કરાવતું ? તથા કેટલાય વર્ષોથી આય સંસ્કૃતિથી ઉહિન જીવન ગાળતા હતા. આ પ્રકારની વસ્તુ સ્થિતિને વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે ઉપર પ્રમાણે દરેક અનુમાન વાસ્તવિક દેખાય છે. ( ૨૧ ) આ શબ્દો ટા પાડતાં, આકર ખાણું, અને અવંતિ ઉજૈનીવાળા પ્રદેશ એમ થાય છે. પણ તે આ શબ્દથી બંધ બેસત થતો નથી, દેખાય છે કે તે પ્રદેશમાં બે વિભાગ રાજકારણની દષ્ટિએ પડયા હશે,

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532