________________
(૨૩) આખું પુસ્તક હિંદના પ્રાચીન ઈતિહાસ ઉપર તદન નવજ પ્રકાશ પાડે છે. જ્યાં જ્યાં લેખક પોતે પુરે ગામી લેખકના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તેઓ મજબૂત પુરાવાઓ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે અને અભ્યાસીઓએ મનન કરવા યોગ્ય છે. ભાષા સરળ છે અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડોકટર હાઈ, પુરાતત્વના વિષયને આટલે બધે પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા રોભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈએ. વડેદરા
સાહિત્યકાર” (સરદ અંક) . (૨૪) આ ઐતિહાસીક ગ્રંથ પ્રાચીન ઈતિહાસનું નવીન દૃષ્ટિબિંદુ ખેલે છે ઈતિહાસના શેખીનેને આ ગ્રંથ ખાસ ઉપયોગી છે. સંશોધનની દષ્ટિએ લખાયેલ ગ્રંથમાં આ ગૌરવભર્યો ગ્રંથ અમુલ્ય છે. લેખકનાં અભ્યાસ, મનન અને પરીશ્રમ જોતાં કીંમત વધુ પડતી ન કહી શકાય. વડેદરા
નવગુજરાત (સાપ્તાહિક).
ડો. ત્રિભુવનદાસના પ્રયાસને અમે અભિનંદીએ છીએ, અને એવું ઈચ્છીએ છીએ કે તે પુસ્તકને બીજો ભાગ સત્વર પ્રસિદ્ધ કરવામાં આવે. જે આખાય પ્રશ્નને સમગ્ર રીતે અવકવામાં મદદગાર થઈ પડે. અંતમાં સાહિત્ય સંસ્થાઓ, જૈન ધર્મ સંસ્થાઓ શ્રીમંત વર્ગ અને રાજાઓ આવા કાર્યને ઘટતું ઉતેજન આપશે એવી આશા રાખીએ છીએ. અમદાવાદ
બુદ્ધિપ્રકાશ (ત્રિમાસિક ગુ. વ. સ. )