________________
પરિચ્છેદ ]
એક બે ખુલાસા
૩૨૧
હવે ખાટાને રસ્તે થઈને તાત્કંદ સમરકંદ તે ગયો છે અને પાછો કામિરને રસ્તે હિંદ તરફ ઉતર્યો છે. એમ જે જણાવાયું છે તે એટલા કારણથી, કે જેમ ઓરિસ્સા પ્રાંતમાંના ખંડગિરિ અને ઉદયગિરિ નામના પહાડોમાં મગધપતિ રાજાઓએ તિરાવેલ અનેક ધાર્મિક પ્રસ્તાવનાં દશ્યો નજરે પડે છે, તેને મળતાં આ મણ એશિયાના પ્રદેશમાં પણ મળે છે. એટલે મગધપતિ રાજાઓની ધાર્મિક સંસ્કૃતિ તે બાજુ ગઈ હતી એમ ચોકકસ થાય છે, અને તેવા મગધપતિઓમાં માત્ર પ્રિયદર્શિનજ એક એવો રાજા થયો છે, કે જેણે હિંદના તે ભાગ ઉપર તેમજ એશિયાના ભાગ ઉપર પિતાનું સ્વામિત્વ લાવ્યું છે. જો કે તાત્કંદ સમરકંદ સુધી પ્રિયદર્શિન ગયું હોય તેવું હિંદી ઇતિહાસમાં નાંધાયું નથી, પણ જૈન સાહિત્ય તો તેવી બાબતને ઉલ્લેખ કરે છે જ, તેમ પંડિત તારાનાથ જેવા તિબેટી મંથકારના કથનથી કે મળે છે કે તેણે તિબેટ અને ખેટાન જીતેલા હતા જ. આ પ્રમાણે
અનેક પ્રમાણે મળી આવતાં હોય તે પછી હિંદી ઇતિહાસ જે પિતાની અપૂર્ણતાને લીધે અમુક બનાવને કિચિત સ્પર્શ ન પણ હોય છતાં તે ત્રુટિ જોવામાં કાંઈ આપણને અનુચિત લાગતું નથી.
ચીન જીતવામાં જે બેદરકારી પણું તેણે બતાવ્યાનું આપણે લખ્યું છે તે પણ એટલા જ ઉપરથી દેખાઈ આવે છે કે, નેપાળ જીત્યા પછી ચીનમાં જવું તદ્દન સૂતર હતું, તેમ વળી તે વખતે તે લાકડાની દીવાલ જ હતી એટલે સાવ સહેલું હતું છતાં ચીન જેવા વિશાળ, સમૃદ્ધ અને તે સમયે હિંદ સાથેના વેપાર વહેવારમાં આગળ વધેલ દેશ તરફ પિનાની મીટ ન માંડતાં અર્ધ જંગલી જેવા મધ્ય એશિયા તરફ જ તે વણે ગયે તેથી તે વાતની ખાત્રી મળે છે. તેમ તાકંદ તરફ જવાને તેને જે
આકર્ષણ મળ્યું છે તેમાં પણ કાંઈક કારણુજ દેખાય છે. પ્રિયદર્શિન ધર્મપ્રેમી માણસ હતા તે તે નિર્વિવાદિત છે જ; અને આ માણસ જ્યાં જ્યાં પિતાના ધમને લગતાં તીર્થ સ્થળે, ઉપગી
સ્થાન કે વસ્તુઓ દેખાતી હોય, ત્યાં ત્યાં તેને પત્તો લેવા કે નજરે નિહાળવાનું મન કરે, તે પણ સ્વભાવિક છે. એટલે જૈન ધર્મ પ્રમાણે પૃથ્વીનું મધ્ય બિંદુ જેને મેરૂ પર્વત કહીને સંબોધે છે અને જેનું સ્થાન મધ્ય એશિયાના સર્વ શહેરવાળા પ્રદેશમાં ગણે છે તથા જયાંની પાર્વ. તેય ગુફાઓમાં, એરિસ્સાના ખંડગિરિ ઉદય ગિરિની ગુફાઓ જેવીજ કારીગિરિનાં ધાર્મિક દ જળવાઈ રહેલા હોવાથી, તે બને સ્થાને એક જ ધર્મનાં હોઈ શકે એમ આપણને ગવાહી આપી શકે છે; તો તેવાં સ્થાનની મુલાકાત સમ્રાટ પ્રિયદર્શિન જરૂર પેજ તે સમજી શકાય તેવું છે. અને ત્યાંથી પાછા વળતાં કારિમર રસ્તે તે ઉતર્યો હોવાનું જણાવ્યું છે, તે પણ બરાબર જ છે. કેમ કે તે પ્રાંત ઉપર તેણે સ્વામિત્વ મેળવી પિતાના પુત્ર જાલૌકને ત્યાંનો સૂબો નીમ્યો છે. આ કામિરની સર્વ હકીકત રાજતરંગિણિ જેવા અતિ માનનીય ગ્રંથથી પૂરવાર પણ થઈ શકે છે. ( આ હકીકત માટે આ પુસ્તકના અંતે જાલૌકવાળું પરિશિષ્ટ જુઓ. ) તેમ તેને સિકકાના પુરાવાથી સમર્થન પણ મળે છે. એટલે આ બધી વસ્તુ સંકલન કરી લેવાનું કાંઈજ ઉતાવળું ગણી
શકાય તેમ નથી. | પહેલી વખત નેપાળમાં તે જે એ ગયે
છે, તેનું કારણ કે, ત્યાં શું છે અને કેમ છે, તેની માહિતી હોયજ નહીં. એટલે પોતાની પુત્રીને ત્યાંસુધી એકદમ સાથે લઈ જવી પોષાય નહીં. તેથી દેવપાળ જમાઈ સાથે હોય છતાંયે ચારૂમતીને તે લઈ ગયા નથી, તે વાત બરાબર દેખાય છે. અને બીજી વખત પોતે કુંવરીને સાથે લઈ ગમે છે તે યથાસ્થિત છે, કેમ કે તે વખતે
૪૧.